Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુરુચરણની રજ મનનાં મળને હરે છે.

ગુરુ આશ્રિતને રજનું અદકેરું મહત્વ છે.
આપણને જ્યારે કોઈનામાં અપરાધ ન દેખાય ત્યારે સમજવું કે મન મલમુક્ત છે.
કચ્છ ઉપાધિ નહીં સમાધિઓનો પ્રદેશ છે.

ભુજિયા ડુંગરની ગોદમાં વસેલા માધાપરમાં ચૈત્રી નવરાત્રનાં અનુષ્ઠાન જેવી રામકથા બીજા દિવસમાં પ્રવેશી ત્યારે જે બીજ પંક્તિઓનો આધાર લીધો છે એની વાત બતાવતા કહ્યું કે એમાં વાત કરી છે અરીસાની.આ મુકુર શબ્દના ઘણા બધા અર્થ કરીએ એ દર્પણ છે.વંદના પ્રકરણની આ પંક્તિ છે એમ કહે છે કે ગુરુચરણની રજ મનનાં મળને હરે છે.જનનો અર્થ નીજ જન પણ થઈ શકે.પરમાત્માનો નીજ જન એક અર્થમાં મહતજન,મહાજન,ભક્તજન,સેવક,દાસ,કિંકર, આશ્રિત વગેરે અર્થ થાય.જે આવો જન,આવો આશ્રિત છે,જેના મનનો અરીસો સુંદર એટલે કે મંજુ છે એવા આશ્રિતનાં મેલને-મલને ગુરુની રજ હરે છે. તો પ્રશ્ન એ થાય કે અરીસો સુંદર છે,મંજુલ છે તો રજ ક્યાંથી આવી?

ચાર પ્રકારના મેલ મનરૂપી અરીસા ઉપર હોય છે:એક અહંકારનો મેલ,બીજો અવન્યમાં હોવું ન જોઈએ એવી સ્પર્ધાત્મક માનસિકતા,ત્રીજું બધા સુંદર નહીં પણ અસુંદર હોવો જોઈએ એવો ભાવ અને સુંદરતાના પડદામાં દેખાતા બીજાના દોષ.

જે ગુરુ આશ્રિત છે એને આ બધું જ અટકાવે છે. ગુરુ આશ્રિતને રજનું મહત્વ છે.

ભરતનું સમર્પણ અને લક્ષ્મણનું સમર્પણ એમાં થોડોક ફરક દેખાય છે.ભરતને થયું કે રામે કયો અપરાધ કર્યો છે? અને કૈકયીનાં ગુરુ કોણ હશે ખબર નહીં પણ એના મુદિત મનને ગુરુએ એના મેલને હર્યો છે.કૈકયી પ્રશંસનીય છે કે નિંદનીય એ પણ ચર્ચાનો વિષય છે.કૈકયી કહે છે જેનું નામ તારક મહામંત્ર છે એનો કોઈ અપરાધ હોઈ શકે?કૈકયી નામનો અરીસો ખરેખર ખૂબ જ મંજુલ છે.

આપણને જ્યારે કોઈનામાં અપરાધ ન દેખાય ત્યારે સમજવું કે મન મલ મુક્ત છે.

કૃષ્ણ ચરિત્ર એ ધીર લલિત છે અને રામનું ચરિત્ર એ ધીર ઉદાત છે.

રામને ગાવો એટલે સત્યને ગાવું,પ્રેમને ગાવું અને કરુણાને ગેય કરવી.

ભજન પુરુષની આંખોમાં તેજ અને ભેજ હોય છે. અનેક વિદ્યામાં શ્રેષ્ઠ વિદ્યા પરા અને અપરા છે.

બાપુએ કહ્યું કે કચ્છ ઉપાધિ નહીં સમાધિઓનો પ્રદેશ છે.

રામ નામના વંદના પ્રકરણમાં કહ્યું કે રામ નામ પણ છે,મંત્ર પણ છે.રામ મહામંત્ર છે,પરમ મંત્ર છે,મંત્રરાજ છે,ગૌપ્ય મંત્ર છે,ઉદાર મંત્ર છે,તારક મંત્ર છે.શાંતિ આપનાર અને વિરામ આપનાર તેમજ આરામ આપનાર મંત્ર છે.

તુલસીદાસજીએ ૭૨ પંક્તિઓમાં રામનામની વંદના કરી એ નામ પ્રકરણનું વિવિધ સંવાદિત રીતે ગાયન કરીને કચ્છની ભૂમિની સરાહના કરી જેસલ-તોરલને યાદ કરીને જ્યારે તુલસીજીએ માનસ સરોવરનાં વિવિધ ઘાટનાં રૂપકની વાત કરી રામકથા શરૂ થવાની થાય છે એ પ્રસંગનું વર્ણન કરીને આજની કથાને વિરામ આપવામાં આવ્યો.

Box
રામચરિત માનસમાં આઠ પ્રકારનાં દર્પણ છે.

આઠ પ્રકારના દર્પણમાં માનસ દર્પણ એટલે કે ગ્રંથ દર્પણ,હૃદય દર્પણ,મન પણ દર્પણ છે.ચહેરો દર્પણ, આંખ દર્પણ,જળ એટલે કે પાણી દર્પણ.કાયા દર્પણ અને જગત દર્પણ.

Related posts

વામન લાગતી પોથી જ્ઞાન,કર્મ,ભક્તિનાં ત્રણ પગલાંથી સમગ્ર બ્રહ્માંડ માપે છે.

truthofbharat

સેમસંગ દ્વારા ભારતમાં આઝાદી દિવસની ઉજવણી કરવા માટે વિઝન AI ટીવી પર બ્લોકબસ્ટર ડીલ્સ સાથે ‘બિગ સેલિબ્રેશન, બિગર સ્ક્રીન’ની ઘોષણા

truthofbharat

ઓનલાઈન એફડી બુકિંગ પ્લેટફોર્મ સ્ટેબલ મનીએ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીની ફંડામેન્ટમ પાર્ટનરશીપ પાસેથી ₹173 કરોડ એકત્ર કર્યા

truthofbharat