Truth of Bharat
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્પાઈસનું આગમન શરૂ થાય છે ત્યારે સ્પ્રાઈટ સામે આવે છેઃ સ્પ્રાઈટના નવા અભિયાન ‘સ્પાઈસી લગા. સ્પ્રાઈટ ઉઠા’માં સુનીલ ગ્રોવર સાથે સ્પ્રાઈટ બ્રાન્ડ એમ્બેસેડર શર્વરી દેખાશે!

કેમ્પેઈનની લિંક: Spicy laga? Sprite utha.

અમદાવાદ, ગુજરાત | ૩૧મી જુલાઈ ૨૦૨૬ | લેમન અને લાઈમના સ્વાદવાળું પ્રતિષ્ઠિત પીણું સ્પ્રાઈટ, ‘સ્પાઈસી લગા. સ્પ્રાઈટ ઉઠા‘ સાથે સ્વાદમાં વધારો કરી રહી છે. સ્પાઈસી ફૂડના અનુભવોનો સક્રિયપણે પીછો કરતા અને તેમની સ્પાઈસ મર્યાદાઓને આગળ ધપાવવાનું પસંદ કરતા સ્વાદ શોખીનોની પેઢીથી પ્રેરિત થઈને ઝુંબેશ ગરમી શરૂ થાય ત્યારે સ્પ્રાઈટને સંપૂર્ણ સાથી તરીકે ઊજવે છે, જે દરેક બાઈટમાં વધુ સ્વાદ ઉજાગર કરે છે.

ઝુંબેશના કેન્દ્રમાં એક સરળ ગ્રાહક વર્તન છે, જે સ્પાઈસ પ્રેમીઓ માટે બીજો સ્વભાવ બની ગયો છે, જેઓ ગરમી શરૂ થાય ત્યારે ઠંડી સ્પ્રાઈટ અપનાવે છે. રમૂજ દ્વારા આ સમજને જીવંત બનાવતાં કેમ્પેઈન ફિલ્મમાં યુવા આઇકોન અને સ્પ્રાઈટ બ્રાન્ડ એમ્બેસેડર શર્વરી કોમેડી ફેવરિટ સુનીલ ગ્રોવર સાથે લાઈવ રેસ્ટોરાંની પાર્શ્વભૂમાં છે. સુનીલ તેનાં ટ્રેડમાર્ક પાત્રો દ્વારા એક પછી એક જ્વલંત વાનગીઓ પીરસતો હોય છે ત્યારે શર્વરી સહજ રીતે ઠંડી સ્પ્રાઈટ અપનાવે છે, જે દરેક સ્પાઈસી બાઈટને પૂરક બનાવે છે અને અનુભવને વધુ આનંદદાયક બનાવે છે.

કોકા-કોલા ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના કેટેગરી હેડ સુમેલી ચેટર્જીએ જણાવ્યું હતું કે, “સ્પાઈસી ફૂડનો ઉદય ફક્ત એક ટ્રેન્ડ નથી; તે પ્રતિબિંબિત કરે છે કે ગ્રાહકો કેવી રીતે આદાનપરદાન કરી શકાય તેવા અને યાદગાર ફૂડના અનુભવો શોધી રહ્યા છે. ‘સ્પાઈસી લગા. સ્પ્રાઈટ ઉઠા’ આ વિકસિત ખાદ્ય સંસ્કૃતિમાં ડૂબકી લગાવે છે, જે લોકોને સ્પ્રાઈટના ક્રિસ્પી, લેમન- લાઈમની તાજગી સાથે તેમની મનપસંદ સ્પાઈસી વાનગીઓના બોલ્ડ સ્વાદનો આનંદ માણવા માટે આમંત્રિત કરીને દરેક બાઈટ અને ઘૂંટને આદાનપ્રદાન કરવા યોગ્ય ક્ષણમાં ફેરવે છે. આ વર્ષે અમે વાસ્તવિક દુનિયાના અનુભવો અને ડિજિટલ ભાગીદારી દ્વારા તેઓ મળે છે ત્યાં પ્લેટફોર્મને ગ્રાહકોની નજીક લાવી રહ્યા છીએ, જ્યાં તેઓ ખાદ્ય શોધે છે, આદાનપ્રદાન કરે છે અને ઉજવણી કરે છે.”

શર્વરીએ ઉમેર્યું, “સ્પ્રાઈટ હંમેશાં યુવાનો ગ્રાહકો સાથે જોડાવા માટે મનોરંજક અને સંબંધિત રીતો શોધે છે અને આ ઝુંબેશમાં મને તે જ ગમે છે. ‘સ્પાઈસી લગા. સ્પ્રાઈટ ઉઠા.’ આપણામાંથી ઘણા લોકો પહેલાથી જ સ્પાઈસી ફૂડને ઠંડી સ્પ્રાઈટ સાથે જોડીને ઊજવે છે. તે સરળ, તાજગીભર્યું અને ઊર્જાથી ભરપૂર છે અને હું દરેકને તેનો અનુભવ થાય તે માટે ઉત્સાહિત છું.”

સુનીલ ગ્રોવરે ઉમેર્યું, “સ્પાઈસી ફૂડ હંમેશાં ટેબલ પર ઉત્સાહ લાવે છે અને જ્યારે ગરમી ચાલુ હોય ત્યારે સ્પ્રાઈટ સંપૂર્ણ સાથી છે. આ ઝુંબેશનું શૂટિંગ ખૂબ જ મજેદાર હતું, કારણ કે તે પરિચિત ભોજનની ક્ષણોને રમૂજ સાથે કેદ કરે છે. મને આશા છે કે લોકો તેને જોવાનો આનંદ માણશે અને અલબત્ત સ્પ્રાઈટ સાથે તેમના આગામી મસાલેદાર ભોજનનો આનંદ માણે છે.”

ઝુંબેશના ભાગરૂપે સ્પ્રાઈટ દેશભરના 200થી વધુ બ્રાન્ડ ભાગીદારો સાથે પણ સહયોગ કરશે, જેમાં અગ્રણી QSR અને ફૂડ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે, જેમાં બર્ગર કિંગ, વાહ! મોમો અને ટાબાસ્કોનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને તેમના મનપસંદ મસાલેદાર ભોજનને ઠંડી સ્પ્રાઈટ સાથે જોડવા માટે પ્રોત્સાહિત કરશે. આ ઝુંબેશમાં દેશવ્યાપી ઓન-પેક પ્રમોશન પણ હશે જે ગ્રાહકોને કોરિયાની રોમાંચક સફર જીતવાની તક આપશે, જે દરેક મસાલેદાર વાનગીમાં વધુ ઉત્સાહ લાવશે.

== સમાપ્ત ==

Related posts

તેરાપંથ પ્રોફેશનલ ફોરમે રવિવાર, 2 માર્ચના રોજ સાયક્લોથોનની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું

truthofbharat

આ પ્રકાશના તહેવારની ઉજવણી કરો અકાસા એરની દિવાળી માટેની ખાસ વાનગીઓ સાથે

truthofbharat

કર્ણાટક, તામિલનાડુ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

Leave a Comment