Truth of Bharat
એગ્રિકલ્ચરલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વાધવાની ફાઉન્ડેશનના ટેકા સાથે નેશનલ એન્ટરપ્રેન્યોરશિપ નેટવર્ક (એનઈએન) દ્વારા ગુજરાતના સ્પાઈસ એસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે એફઆઈએસએસ સાથે ભાગીદારી

એસએમઈને ઝડપથી પ્રગતિ કરવામાં મદદરૂપ થવા માટે ગ્રોથ સ્ટ્રેટેજી વર્કશોપમાં વાધવાની એક્સિલરેટ રજૂ કરાયું

ઉંઝા, ગુજરાત | ૩૧મી જુલાઈ ૨૦૨૬ | વાધવાની ફાઉન્ડેશનના ટેકા સાથે નેશનલ એન્ટરપ્રેન્યોરશિપ નેટવર્ક (એનઈએન) દ્વારા ભારતમાં ફાઉન્ડેશનની ઉદ્યોજકતા પહેલોની આગેવાની કરતાં તાજેતરમાં ફેડરેશન ઓફ ઈન્ડિયા સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (એફઆઈએસએસ) સાથે સહયોગમાં એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી), ઊંઝા, ગુજરાત ખાતે ગ્રોથ સ્ટ્રેટેજી વર્કશોપનું આયોજન કરાયું હતું.

વર્કશોપમાં ઉત્તર ગુજરાજની ફૂલતીફાલતી સ્પાઈસ ઈકોસિસ્ટમમાંથી 25 સંસ્થાપકો અને વેપાર આગેવાનો એકત્ર આવ્યા હતા અને વૃદ્ધિના તબક્કામાં રહેલી એસએમઈને મહેસૂલ વૃદ્ધિમાં ગતિ આપવા દ્વારા વૃદ્ધિના તેમના આગેવાની તબક્કાને ઉજાગર કરીને, નવી બજારોમાં વિસ્તરણ કરીને અને મહત્ત્વપૂર્ણ વેપાર અવરોધોમાંથી બહાર આવીને વૃદ્ધિના તેમના આગામી તબક્કાને ઉજાગર કરવા મદદરૂપ થતા ફ્લેગશિપ વૃદ્ધિની અમલબજાવણીનો કાર્યક્રમ વાધવાની એક્સિલરેટ રજૂ કર્યો હતો. અનુભવી વૃદ્ધિની સલાહકારો, ડોમેન નિષ્ણાતો અને હાથોહાથના અમલબજાવણી આધાર થકી કાર્યક્રમ વેપારોને માપક્ષમ વેપાર પરિણામોમાં વૃદ્ધિની મહત્ત્વાકાંક્ષીને રૂપાંતરિત કરવામાં કરે છે.

એપીએમસી ઊંઝાના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ પટેલની હાજરીમાં આયોજિત વર્કશોપનું આયોજન એનઈએન અને એફઆઈએસએસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં કરાયું હતું, જેની ઘોષણા એફઆઈએસએસએચ  વાર્ષિક વેપાર સંમેલન દરમિયાન કરાઈ હતી. આ ભાગીદારીનું લક્ષ્ય માળખાબદ્ધ વૃદ્ધિનો આધાર, વ્યૂહાત્મક મેન્ટરિંગ, વેપાર સલાહસેવા અને બજારને પહોંચ થકી મસાલા અને કૃષિ- પ્રક્રિયા ક્ષેત્રમાં એસએમઈને મજબૂત બનાવવાનું છે.

ભાગીદારી વિશે બોલતાં ફેડરેશન ઓફ ઈન્ડિયા સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (એફઆઈએસએસ)ના અધ્યક્ષ શ્રી તેજસ ગાંધીએ જણાવ્યું હતું કે, “ગુજરાત ટ્રેડિંગ, પ્રક્રિયા અને નિકાસમાં ઘેરી નિપુણતા નિર્માણ કરનારા ઉદ્યોજકો સાથે ભારતની સૌથી ગતિશીલ સ્પાઈસ ઈકોસિસ્ટમાંથી એકનું ઘર છે. વૃદ્ધિના આગામી તબક્કા માટે મૂલ્ય ઉમેરો, ગુણવત્તા પ્રણાલીઓ, ટેકનોલોજી અપનાવવી અને વૈશ્વિક બજાર સુસજ્જતા આવશ્યક રહેશે. અમારી ભાગીદારી ખાસ કરીને ઊંઝામાં સ્પાઈસ એસએમઈને વધુ સ્પર્ધાત્મક, માળખાબદ્ધ અને ભાવિ સુસજ્જ બનવા માટે અભિમુખ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.’’

વાધવાની એક્સિલરેટ પ્રોગ્રામ, નેશનલ એન્ટરપ્રેન્યોરશિપ નેટવર્ક (એનઈએન)ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ વિશાલ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, “વૃદ્ધિના તબક્કાના વેપારો તકોના અભાવે ભાગ્યે જ સંઘર્ષ કરે છે. તેઓ અમલબજાવણી બાબતે સંઘર્ષ કરે છે. વાધવાની એક્સિલરેટ થકી અમે સંસ્થાપકોને ઉત્તમ વેપાર પ્રભાવ નિર્માણ કરી શકે તેવી એક વૃદ્ધિની અગ્રતા ઓળખવા મદદરૂપ થઈએ છીએ અને તેની અમલબજાવણી કરવા માટે તેમની સાથે કામ કરીએ છીએ. હાથોહાથના અમલબજારણી આધાર સાથે નિષ્ણાત માર્ગદર્શન જોડીને અમે વેપારોને વૃદ્ધિને ગતિ આપવા અને માપક્ષમ પરિણામો હાંસલ કરવા મદદ કરીએ છીએ.’’

વર્કશોપ સ્પાઈસ એસએમઈને ઉચ્ચ મૂલ્યની, બ્રાન્ડેડ પ્રોડક્ટોમાં પારંપરિક કોમોડિટી ટ્રેડિંગની પાર જવા, બજારમાં જવાની ક્ષમતાઓ મજબૂત બનાવવા, નિકાસ સુસજ્જતા સુધારવા અને આધુનિક ટેકનોલોજીઓ અપાવવા માટે મદદ કરવા પર કેન્દ્રિત હતી. ચર્ચામાં ઘરેલુ અને વૈશ્વિક બજારમાં ગુણવત્તાની બાંયધરી, ટ્રેસિયેબિલિટી, ઓટોમેશન, પ્રોડક્ટ ઈનોવેશન અને ડિજિટલ એડોપ્શનના મુદ્દા પણ આવરી લેવાયા હતા.

વાધવાની એક્સિલરેટ વૃદ્ધિના તબક્કાના વેપારોને માળખાબદ્ધ અમલબજાવણી આધાર થકી વૃદ્ધિ કરવા માટે મદદ કરે છે. શૂન્ય ખર્ચ, શૂન્ય ઈક્વિટી સાથે ઓફર કરાયેલો કાર્યક્રમ મહત્ત્વાકાંક્ષી વેપારોને સક્ષમ નોકરીઓ નિર્માણ કરવા સાતે ઝડપથી ઉચ્ચ સ્તરે પહોંચવા માટે અભિમુખ બનાવે છે. પહેલ ઉદ્યોજકતા થકી નોકરીઓ નિર્માણ કરવાના વાધવાની ફાઉન્ડેશનના ધ્યેયને આગળ ધપાવવા સાથે ભારતની ઉજ્યોજકતા ઈકોસિસ્ટમને મજબૂત બનાવે છે.

== સમાપ્ત ==

Related posts

Three O’Clock Café એ ગાંધીનગરમાં ફ્લેગશિપ આઉટલેટ શરૂ કર્યું, ભારતમાં આઠમું કેફે શરૂ

truthofbharat

સેમસંગ DOST કેવી રીતે ગુજરાતના યુવાનોનો બન્યો સાચો સાથી

truthofbharat

કોગ્નિઝન્ટ અને ઓપનએઆઈએ એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં પરિવર્તન લાવવા માટે કોડેક્સ સાથે ભાગીદારી કરી

truthofbharat

Leave a Comment