અમદાવાદ, ગુજરાત | ૯ જુલાઈ ૨૦૨૬ | ટીઝર દ્વારા દર્શકોમાં ઉત્સુકતા જગાવ્યા બાદ હવે ‘ભાઈ તેરા સ્ટાર હૈ’ના નિર્માતાઓએ ફિલ્મનો બહુપ્રતીક્ષિત ટ્રેલર રિલીઝ કર્યો છે. ટ્રેલરમાં દર્શકોને અજય સિંહની મજેદાર, અટપટી અને સંપૂર્ણ મનોરંજનથી ભરપૂર દુનિયાની ઝલક જોવા મળે છે. ‘કિલ’ અને ‘બેડ્સ ઓફ બોલીવૂડ’માં પોતાના શાનદાર અભિનય માટે પ્રશંસા મેળવનાર રાઘવ જુયાલ હવે એકદમ નવા અંદાજમાં જોવા મળશે. આ વખતે તેઓ ફુલ-ઓન કોમિક એન્ટરટેઇનર સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે.
ટ્રેલર એક મજેદાર સફરની ઝલક આપે છે, જ્યાં મોટા સપનાઓ, અફરાતફરી અને અનેક હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ મળીને હાસ્યથી ભરપૂર મનોરંજનનો તડકો લગાવે છે. શાનદાર પરફોર્મન્સ, રસપ્રદ પાત્રો અને ભરપૂર ડ્રામા તેને એક ઉત્તમ ફેમિલી એન્ટરટેઇનર બનાવે છે.
ટ્રેલરની શરૂઆત એક રસપ્રદ સંવાદથી થાય છે: “એક એક્ટરનું સૌથી મોટું ટેલેન્ટ એ છે કે તે પોતાની જ બકવાસ પર વિશ્વાસ કરે.” આ સંવાદ સાથે જ ફિલ્મ શરૂઆતથી જ મોટા ડ્રામા, ઓવર-ધ-ટોપ પળો અને ભરપૂર કોમેડીનો માહોલ ઊભો કરે છે.
‘ભાઈ તેરા સ્ટાર હૈ’ એક એવી ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ છે જેમાં કોમેડી, ડ્રામા, અટપટાં પાત્રો અને સતત હસાવતી ક્ષણોનો ભરપૂર આનંદ મળશે.
ફિલ્મમાં રાઘવ જુયાલ પોતાની દમદાર સ્ક્રીન પ્રેઝન્સ અને અદ્ભુત કોમિક ટાઇમિંગથી સંપૂર્ણ છવાઈ જાય છે. જ્યારે સંજય કપૂર, નિહારિકા એનએમ, બરખા સિંહ, ચંદન રોય સાન્યાલ અને સમગ્ર સ્ટારકાસ્ટ પોતાના મજેદાર અંદાજથી ફિલ્મની કોમેડી અને મનોરંજનને અનેકગણું વધારી દે છે.
ટ્રેલર વિશે વાત કરતાં રાઘવ જુયાલે કહ્યું, “મને પૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ દરેક ઉંમરના દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે. હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું કે બધા લોકો અજય સિંહને મળે. તે એક એવું પાત્ર છે જે નાટકીય છે, અણધાર્યું છે, નિર્ભય છે, સંપૂર્ણ ઓવર-ધ-ટોપ છે અને ખૂબ જ મનોરંજક પણ છે. આ પાત્ર ભજવવામાં મને ખૂબ આનંદ આવ્યો અને મને આશા છે કે દર્શકોને પણ ફિલ્મ જોતી વખતે એટલો જ આનંદ આવશે જેટલો અમને તેને બનાવવામાં આવ્યો.”
નિર્દેશક વિવેક બી. અગ્રવાલે કહ્યું, “‘ભાઈ તેરા સ્ટાર હૈ’ સંપૂર્ણ મનોરંજનની ઉજવણી છે. આ ફિલ્મ પોતાને જરૂર કરતાં વધારે ગંભીરતાથી લેતી નથી અને એ જ તેની સૌથી મોટી ખાસિયત છે. તેમાં મજેદાર પાત્રો, અણધાર્યા વળાંકો અને સતત મનોરંજન જોવા મળશે. રાઘવે અજય સિંહના પાત્રને પોતાની શાનદાર ઊર્જા અને અદ્ભુત કોમિક ટાઇમિંગથી જીવંત બનાવી દીધું છે. આજે ટ્રેલર દર્શકો સમક્ષ રજૂ થતાં અમને ખૂબ આનંદ છે અને હવે અમે સૌ સિનેમાઘરોમાં દર્શકોને ફિલ્મનો આનંદ માણતા જોવા આતુર છીએ.”
ઈસ્ટવૂડ પિક્ચર્સ પ્રસ્તુત ‘ભાઈ તેરા સ્ટાર હૈ’ ઈસ્ટવૂડ પિક્ચર્સ અને ઇન્ડિયન સ્ટોરીઝ 2ની રજૂઆત છે. ફિલ્મનું દિગ્દર્શન વિવેક બી. અગ્રવાલે કર્યું છે. ફિલ્મની વાર્તા સુદીપ્તો સરકાર અને વિવેક બી. અગ્રવાલે લખી છે, જ્યારે ફિલ્મનું નિર્માણ અવંતિકા હરિ, સુનીલ રૂપાણી અને વિવેક બી. અગ્રવાલે કર્યું છે.
‘ભાઈ તેરા સ્ટાર હૈ’ 30 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
== સમાપ્ત ==
