Truth of Bharat
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ધ ગાના એરેના એ સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા

અમદાવાદ, ગુજરાત | ૧૬ એપ્રિલ ૨૦૨૬ — અમદાવાદના સંગીત પ્રેમીઓ માટે રવિવારની સાંજ વિવિધ સંગીતમય પ્રસ્તુતિઓથી સભર રહી હતી, જ્યાં ગુરુ શિષ્ય કનેક્ટની ત્રીજી સીઝન “ધ ગાનાએરેના” યોજાઈ હતી.

વર્સેટાઈલસિંગર, કમ્પોઝર અને મ્યુઝિક ગુરુ અનિકેત ખાંડેકર દ્વારા ક્યુરેટ કરવામાં આવેલ આ ઓપન-એર કોન્સર્ટમાં તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલા 15 થી વધુ પ્રોફેશનલસિંગર્સ એક જ સ્ટેજ પર સાથે આવ્યા હતા, જે પારંપરિક ગુરુ–શિષ્ય બોન્ડનું એક અનોખું શોકેસ હતું.

આ ઇવેન્ટમાં બોલિવૂડ, ઇન્ડિયન ક્લાસિકલ અને વેસ્ટર્ન ઇન્ફ્લુએન્સ સહિત મ્યુઝિકલ સ્ટાઇલ્સનું ફ્યુઝન જોવા મળ્યું હતું. કલાકારોએ સોલો એક્ટ્સ, ડ્યુએટ્સ અને ગ્રુપ પર્ફોર્મન્સનું મિશ્રણ રજૂ કર્યું હતું, જેણે ઓડિયન્સ માટે એક એન્ગેજિંગ મ્યુઝિકલ એક્સપિરિયન્સ ઊભો કર્યો હતો. તેમના પર્ફોર્મન્સમાં ક્લાસિકલ ટ્રેનિંગ અને કન્ટેમ્પરરી મ્યુઝિકલ એક્સપ્રેશનનો સમન્વય જોવા મળ્યો હતો, જેને આખી સાંજ દરમિયાન ઓડિયન્સ તરફથી ખૂબ જ એપ્રિસિએશન મળ્યું હતું.

આ ઈવેન્ટ વિશે વાત કરતા ખાંડેકરે કહ્યું, “ધ ગાનાએરેના પાછળનો આઈડિયા ગુરુ અને તેમના શિષ્યો વચ્ચેના ઉંડાબોન્ડ ને સેલિબ્રેટ કરવાનો અને તેમની ટેલેન્ટ ને સાથે મળીને શોકેસ કરવાનો છે. વર્ષોના ટ્રેનિંગ અને ડેડિકેશન દ્વારા મારા શિષ્યો કેવી રીતે એક નિપુણ વ્યક્તિત્વમાંટ્રાન્સફોર્મ થયા છે, તે જોવું હંમેશા સ્પેશિયલ હોય છે.”

આ કોન્સર્ટમાં ફ્યુઝનએલિમેન્ટ્સ પણ જોવા મળ્યા હતા, જેમાં આર્ટિસ્ટ્સ અલગ-અલગ એરેન્જમેન્ટ્સ અને સ્ટાઈલ્સ સાથે પ્રયોગો કરી રહ્યા હતા. સાંજ દરમિયાન રજૂ કરવામાં આવેલી વિવિધ જોનર એ સુનિશ્ચિત કર્યું કે આ પ્રોગ્રામ ક્લાસિકલમ્યુઝિકનાપ્રેમીઓથી લઈને સમકાલીન બોલીવુડકમ્પોઝિશન્સના ચાહકો સુધીના વિશાળ ઓડિયન્સને પસંદ આવે.

શ્રેયસ ફાઉન્ડેશન એમ્ફીથિયેટર ખાતેના ઓડિયન્સ તરફથી આર્ટિસ્ટ્સને ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો હતો, અને અનેક પરફોર્મન્સને જબરદસ્ત તાળીઓથી વધાવી લેવામાં આવ્યા હતા.

સેલ્વેરા સ્ટુડિયો દ્વારા સ્પોન્સર અને ઓ શ્રીજી ડેન્ટલ, ઓરાડેન્ટ અને મેડિટ્રાવેલ ના  સહયોગી ‘ધ ગાનાએરેના’ કાર્યક્રમનો હેતુ તાલીમ પામેલા ગાયકોને સાથે મળીને ગાવાની તક આપવાનો અને સાથે જ મ્યુઝિકમાં મેન્ટરશિપની ચાલતી આવતી પરંપરાને સેલિબ્રેટ કરવાનો હતો.

સાંજનો અંત ખૂબ જ શાનદાર રહ્યો, જેમાં ઘણા ગાયકોએ સ્ટેજ પર સાથે મળીને પર્ફોર્મન્સ આપ્યું અને કોન્સર્ટનો ઉત્સાહભેર સમાપન કર્યું.

Related posts

સેમસંગ ઈનોવેશન કેમ્પસ દ્વારા આંધ્ર પ્રદેશમાં ફ્યુચર- ટેક સ્કિલિંગને મજબૂત બનાવાયું

truthofbharat

નુવોકો વિસ્તાસે પૂર્વમાં વિસ્તરણ યોજના જાહેર કરી

truthofbharat

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, નોઈડા અને આઈઆઈટી મદ્રાસ વચ્ચે ભારતીય ભાષાઓ, હેલ્થટેક માટે AI જનરેટિવ AI પર સંશોધન કરવા માટે સમજૂતી કરાર

truthofbharat

Leave a Comment