- હવે બે નવા ડ્યુઅલ-ટોન રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ: શિમલા ગ્રીન અને સ્ટીલ ગ્રે
- માત્ર 200 યુનિટ સુધી મર્યાદિત, 1.0 AT અને 5 DSG વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ
અમદાવાદ, ગુજરાત | ૨૩ જુલાઈ ૨૦૨૬ | Škoda Auto India એ તેની Slavia શ્રેણીનો વિસ્તાર કરતાં Slavia Monte Carlo માટે બે નવા વિશિષ્ટ રંગ વિકલ્પો – Shimla Green અને Steel Grey રજૂ કર્યા છે. બંને રંગો આકર્ષક ડ્યુઅલ-ટોન ફિનિશ સાથે ઉપલબ્ધ છે. માત્ર 200 યુનિટ્સ સુધી મર્યાદિત આ વિશેષ કલર એડિશન્સ Slavia Monte Carloની ગતિશીલ ડિઝાઇન, રોમાંચક ડ્રાઇવિંગ અનુભવ અને બ્રાન્ડની Rallye Monte Carlo વારસાને એકસાથે રજૂ કરે છે. આ નવા રંગોની ઉમેરાથી કારને વધુ આકર્ષક દૃશ્યમાન ઓળખ મળે છે અને તે એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે, જેઓ વધુ અલગ અને વિશિષ્ટ માલિકીનો અનુભવ ઇચ્છે છે.
આ રજૂઆત અંગે Škoda Auto India ના બ્રાન્ડ ડિરેક્ટર આશિષ ગુપ્તા એ જણાવ્યું હતું, “Slavia Monte Carlo ને તેની વિશિષ્ટ ડિઝાઇન, પ્રીમિયમ આકર્ષણ, રોમાંચક ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને અમારી મોટરસ્પોર્ટ વારસા સાથેના મજબૂત જોડાણ માટે ગ્રાહકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. અમે Monte Carlo શ્રેણીની આગવી ઓળખ અને આકર્ષણને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ, જેથી ગ્રાહકોને વધુ પસંદગી અને વિશિષ્ટતા મળી શકે. Slavia Monte Carlo સતત સ્ટાઇલ, પરફોર્મન્સ અને આધુનિકતાનું શ્રેષ્ઠ સંયોજન રજૂ કરે છે. અમારા ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને અમે અમારી સેડાન પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું.”
મર્યાદિત આવૃત્તિની Monte Carlo
નવા વિશિષ્ટ રંગ વિકલ્પો ઉપરાંત, Slavia Monte Carlo તેની બ્લેક્ડ-આઉટ એક્સટિરિયર ડિઝાઇન, વિશિષ્ટ Monte Carlo સ્ટાઇલિંગ તત્ત્વો, પ્રીમિયમ બ્લેક અને રેડ ઇન્ટિરિયર થીમ તેમજ સુવિધાસભર કેબિન દ્વારા પોતાની આગવી ઓળખ જાળવી રાખે છે. નવા Shimla Green અને Steel Grey ડ્યુઅલ-ટોન ફિનિશ Slavia શ્રેણીમાં સૌથી વધુ ઇચ્છનીય વેરિઅન્ટ્સમાંથી એકની શોધમાં રહેલા ગ્રાહકોને વધુ પસંદગી પ્રદાન કરે છે. Slavia Monte Carloમાં Škoda Auto India ના વિશ્વસનીય TSI એન્જિન્સ તેમજ બ્રાન્ડની રિયલ ઓટોમેટિક ટ્રાન્સમિશન શ્રેણી ઉપલબ્ધ છે, જે ઉત્તમ પરફોર્મન્સ, કાર્યક્ષમતા અને આનંદદાયક ડ્રાઇવિંગ અનુભવનું શ્રેષ્ઠ સંયોજન પ્રદાન કરે છે.
ગ્રાહકો 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલા 1.0-લિટર TSI એન્જિન અથવા 7-સ્પીડ DSG ટ્રાન્સમિશન સાથે જોડાયેલા 1.5-લિટર TSI એન્જિન માંથી પસંદગી કરી શકે છે. 1.0 TSI ત્રણ-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે, જે 85 kW (115 PS) પાવર અને 178 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે, જ્યારે વધુ શક્તિશાળી 1.5 TSI ચાર-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 110 kW (150 PS) પાવર અને 250 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. વધુમાં, 1.5 TSI તેના સેગમેન્ટમાં એકમાત્ર એવું એન્જિન છે, જેમાં Active Cylinder Technology ઉપલબ્ધ છે. આ ટેક્નોલોજી હળવા લોડ દરમિયાન બે સિલિન્ડરને આપમેળે બંધ કરી ઇંધણની બચત કરે છે. ઉપરાંત, તેમાં વધુ સારું હીટ મેનેજમેન્ટ અને થર્મલ કાર્યક્ષમતા માટે Plasma-Coated Cylinder Liners પણ આપવામાં આવ્યા છે.
Škoda Autoનું રેસિંગ DNA
મોટરસ્પોર્ટ Škoda Auto માટે એક સદીથી પણ વધુ સમયથી તેની ઓળખનો અભિન્ન ભાગ રહ્યું છે. Monte Carlo ટ્રિમ ખાસ કરીને કંપનીના 1912થી Rallye Monte Carlo સાથેના જોડાણ તેમજ ત્યારથી પ્રાપ્ત થયેલી વિવિધ જીત અને પોડિયમ ફિનિશને શ્રદ્ધાંજલિ આપે છે. Slavia Monte Carlo અને Kushaq Monte Carlo થી લઈને Kylaq, Kodiaq અને મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ Octavia RS સુધીની બ્રાન્ડની સંપૂર્ણ કાર શ્રેણીએ ‘The Fastest Multi-Car Relay of a Single Manufacturer on a Circuit’ માટે India Book of Records અને Asia Book of Recordsમાં સ્થાન મેળવ્યું છે. ડ્રાઇવર બદલવાના સમય સહિત તમામ પાંચ કારોએ કોયમ્બતુરના CoASTT ટ્રેક પર કુલ 12:30.97 મિનિટનો લેપ સમય નોંધાવ્યો હતો. આ સાથે બ્રાન્ડે તેની ‘Greatest On A Track is a Škoda On A Track’ ઝુંબેશની પણ શરૂઆત કરી, જે તેના સમગ્ર પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એકસરખી રીતે જોવા મળતી એન્જિનિયરિંગ કુશળતા અને ગતિશીલ ક્ષમતાનું પ્રદર્શન કરે છે.
== સમાપ્ત ==
