- કરવામાં આવેલો અદ્યતન સુધારો નવી રિયર ડિઝાઇન લાવે છે, જે સ્કુટરને વધુ કોમ્પેક્ટ અને ટ્રેન્ડિયર બનાવે છે
- Fascinoએ લોન્ચ થયું ત્યારથી અત્યાર સુધીમાં 1.5 મિલીયન ઉત્પાદનનું સીમાચિન્હ વટાવ્યું છે, જે તેની વધી રહેલી લોકપ્રિયતાનું અને તમામ માર્કેટ્સમાં ગ્રાહકોમાં સંપાદિત કરેલા વિશ્વાસનું પ્રમાણ છે
ચેન્નઇ, તામિનલનાડૂ | ૧૬મી એપ્રિલ ૨૦૨૬ — ઇન્ડિયા યામાહા મોટર્સ પ્રા. લિમીટેડે આજે સ્ટાઇલીશ Fascino 125 Fi હાઇબ્રિડમાં નોંધપાત્ર ડિઝાઇન સુધારો કર્યો હોવાની ઘોષણા કરી છે, જે યામાહાની આજના યુવા અને સ્વ-સભાન ગ્રાહકોની વિકસતી જતી પસંદગીઓને પહોંચી વળવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આધુનિક જીવનશૈલી ફેશન પસંદગીઓનું પ્રતિબિંબ પાડે તે રીતે ડિઝાઇન કરાયેલ નવા Fascinoમાં કોમ્પેક્ટ અને વધુ સમકાલીન સિલહૌટનો સમાવેશ થાય છે જે યુવાન પેઢી સામે મજબૂત પડઘો પાડે છે. તાજેતરનું સ્કુટર અગાઉ ક્યારેય ન હોય તેવુ ટ્રેન્ડિયર છે, તેવધુચપળદેખાયછે, જેશહેરીવાતાવરણમાંસહેલાઈથીચાલાકીનેસક્ષમબનાવેછે.
સુધારેલા Fascinoનું મુખ્ય લક્ષણ તેની રિયર (પાછળની) ડિઝાઇનમાં રહેલું છે, જેને વિચારપૂર્વક પુનઃકલ્પના કરવામાં આવી છે જેથી આધુનિક કલાત્મક સમજને આકર્ષી શકાય. નવા ઘડવામાં આવેલ ટેઇલ સેકશન, તેમજ પુનઃડિઝાઇન કરાયેલ ટેઇલલાઇટ્સ, ફ્લેશર્સ અને અલગ V-આઇકોનિક ટેઇલલાઇટ ડિઝાઇન સાથે તે સ્ટાઇલવાળું સ્કુટર આપે છે જે અદ્યતન, પ્રિમીયમ અને દાર્શનિક રીતે સંતુલીત રિયર પ્રોફાઇલ ધરાવતું હોય.પ્રદર્શન અને કાર્યક્ષમતામાં Fascinoના ડીએનએને જાળવી રાખતા આ ડિઝાઇનને વધુમાં વધુ રિફાઇન્ડ અને સમકાલીન સ્ટાઇલીંગ વ્યક્ત કરે તે રીતે વિસ્તૃત કરવામાં આવી છે, જેથી ગતિમાં હોય અને ઊભું હોય ત્યારે ઉત્કૃષ્ટ લાગે. આ વિસ્તરણો કે જેમાં નવા ડેકલ્સનો સમાવેશ થાય છે તેની કલ્પના અને ડિઝાઇન ભારતમાં યામાહાની આરએન્ડડી ટીમ દ્વારા કરવામાં આવી છે. તે ગ્રાહકોના પ્રતિભાવનું સીધુ જ પરિણામ છે, જે યામાહાના ગ્રાહક કેન્દ્રિત અને ડિઝાઇન આધારિત અભિગમની મજબૂત પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરે છે.
આ સુધારા પર ટિપ્પણી કરતા, યામાહા મોટર ઇન્ડિયા ગ્રુપના ચેરમેન શ્રી હજીમે આઓટાએજણાવ્યું હતું કે “યામાહાના Fascinoની યાત્રા અમારા ગ્રાહકો સાથે વિકસી રહેલી અમારી અડગ સમર્પિતતાનું પ્રતિબિંબ પાડે છે. અમારું 1.5 મિલીયનનું સીમાચિન્હ અમારી પ્રોડક્ટસમાં મુકવામાં આવેલા વિશ્વાસનું શક્તિશાળી પ્રમાણ છે ત્યારે અમે સરહદો પાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આજના યુવાની પસંદગીઓ વધુ વૈવિધ્ય અને સ્ટાઇલના અદ્યતન હાવભાવ તરફ વધુને વધુ સ્થળાંતરીત થઇ છે, ત્યારે નવાFascinoને વિચારપૂર્વક ટ્રેન્ડસેટ્ટીંગ, યુનિસેક્સ મોબિલીટી ઉકેલમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. અમારી ભારત સ્થિત આરએન્ડડી ટીમના નેજા હેઠળની આ પ્રગતિ રિફાઇન્ડ ડિઝાઇન અને વિશ્વસનીય હાઇબ્રિડ પ્રદર્શન નવીનતા અને વ્યવહારુતાનું સંપૂર્ણ મિશ્રણ ઇચ્છતા પ્રત્યેક સવાર સામે પ્રતિક્રિયા આપે તેવી ખાતરી રાખીએ છીએ. અમે માનીએ છીએ કે Fascino માટેનું આ નવું પ્રકરણ ભારતમાં શહેરી હેરફેર માટેના ધોરણને પુનઃવ્યાખ્યાયિત કરશે.”
વર્ષો વીતતા, Fascino ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો સાથે સતત વિકાસ પામ્યું છે. 2015માં શહેરી મુસાફરો માટે મજબૂત ફેશન આકર્ષણ ધરાવતા સ્ટાઇલિશ 110cc યુનિસેક્સ સ્કૂટર તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું, તે 2019માં ફ્યુઅલ ઇન્જેક્શન ટેકનોલોજી સાથે BS6 સુસંગત 125cc મોડેલમાં પરિવર્તિત થયું હતુ, જે સુધારેલ પ્રદર્શન અને કાર્યક્ષમતા પ્રદાન કરે છે. 2021માં, Fascinoમાં એક મોટો ટેકનોલોજી સુધારો થયો અને તે યામાહાનું પ્રથમ હાઇબ્રિડ સ્કૂટર બન્યું હતું, જેમાં પાવર આસિસ્ટ સાથે સ્માર્ટ મોટર જનરેટર (SMG) ટેકનોલોજી રજૂ કરવામાં આવી હતી. 2025માં ઉન્નત પાવર આસિસ્ટ, અદ્યતન કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને આન્સર બેક ફીચરની રજૂઆત સાથે ઉત્ક્રાંતિ ચાલુ રહી હતી, જેનાથી પ્રદર્શન અને કનેક્ટિવિટી બંનેમાં વધારો થયો હતો.
Fascinoની સફળતા 1.5 મિલિયન ઉત્પાદન સીમાચિહ્નમાં પ્રતિબિંબિત થાય છે, જે કંપની આ મહિને ઉજવી રહી છે. આ સિદ્ધિ મોડેલની મજબૂત ગ્રાહક સ્વીકૃતિ અને વર્ષોથી રજૂ કરાયેલા સમયસર, ટ્રેન્ડ એલાઇન અપગ્રેડનો પુરાવો છે.
Fascino 125 ફાઇ હાઇબ્રિડ યામાહાના બ્લુ કોર હાઇબ્રિડ 125cc એર કૂલ્ડ અને ફ્યુઅલ ઇન્જેક્ટેડ 4 સ્ટ્રોક SOHC 2-વાલ્વ એન્જિન દ્વારા સંચાલિત છે, જે રિફાઇન્ડ પ્રદર્શન અને સુધારેલ ઇંધણ કાર્યક્ષમતા ધરાવે છે. આ સ્કૂટર ટેલિસ્કોપિક સસ્પેન્શન, સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફ, 21 લિટર અંડર સીટ સ્ટોરેજ, E20 ઇંધણ સુસંગતતા અને અનેક શ્રેષ્ઠ અગ્રણી સુવિધા સુવિધાઓથી સજ્જ છે. 1780 mmની ટ્રીમ કરેલી એકંદર લંબાઈ સાથે, હાઇબ્રિડ સિસ્ટમ – સ્માર્ટ મોટર જનરેટર (SMG), સાયલન્ટ સ્ટાર્ટ, સ્ટોપ અને સ્ટાર્ટ સિસ્ટમ (SSS), અને ઉન્નત પાવર આસિસ્ટ દ્વારા ઉન્નત – શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા જાળવી રાખીને શરૂઆતની હિલચાલ, લોડ કેરીંગ અને ઇનલાઇન ક્લાઇમ્બિંગ દરમિયાન વધુ મજબૂત એક્સીલરેશન પ્રદાન કરે છે. વધુમાં, પ્રીમિયમ FascinoS વેરિઅન્ટ કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરથી સજ્જ છે જે ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને આન્સર બેક ફંક્શન સહિત સીમલેસ કનેક્ટિવિટી સુવિધાઓને સક્ષમ કરે છે.
આ સ્ટાઇલિશ સ્કૂટર યુનિસેક્સ આકર્ષણ સાથે આવે છે અને ઘણા ટ્રેન્ડી રંગોમાં ઉપલબ્ધ છે અને તે પ્રીમિયમ બ્લુ સ્ક્વેર આઉટલેટ્સ સહિત તમામ યામાહા શોરૂમમાં વેચવામાં આવશે, જેની કિંમત રૂ. 76,500 (એક્સ શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે.
|
વેરિઅન્ટ |
કલર્સ |
પ્રારંભિક કિંમત |
|
Fascino S |
મેટ ગ્રે, મેટ બ્લેક |
95,200 |
|
Fascino Disc |
કૂલ બ્લ્યુ મેટાલિક, મેટાલિક લાઇટ ગ્રીન અને ડાર્ક મેટ બ્લ્યુ |
88,000 |
|
Fascino Drum |
વિવિદ રેડ, મેટાલિક બ્લેક, મેટાલિક વ્હાઇટ |
76,500 |
