Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચમોલી હિમ પ્રપાતમાં તથા અન્યત્ર દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારોને સહાય

ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: વૈશ્વિક પર્યાવરણ બદલતું જાય છે એ અનુસંધાને ઉત્તરાખંડમાં તાજેતરમાં ચમોલી વિસ્તારમાં ભયંકર હિમવર્ષા થઈ. એ વિસ્તારમાં ટનલનું કામ ચાલતું હતું અને અચાનક આવેલા હિમપ્રપાતમાં 57 જેટલાં લોકો બરફમાં દટાઇ ગયા હતા. ભારતીય સેનાના જવાનોની મહેનતને કારણે ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આઠ લોકોના મોત નીપજ્યા છે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય બાપુએ આ પરિવારોને રૂપિયા 1,25,000ની સહાયતા અર્પણ કરી છે. આ રકમ ઉત્તરાખંડ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવામાં આવશે.

બે દિવસ પહેલા લીમડી નજીક રળોલ ગામમાં આગ લાગતાં ચાર લોકોનાં મોત થયાં છે. એમનાં પરિવારને પણ રૂપિયા 60,000 ની રાશિ અર્પણ કરવામાં આવી છે. ધારી તાલુકામાં એક ગામમાં મધ્યરાત્રીએ શ્રમિક પરિવારના બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. એ બાળકના પરિવારને 15,000 ની સહાયતા અર્પણ કરી છે. કુલ મળીને રૂપિયા બે લાખની આ વીત્તજા સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા વરુણભાઈ દ્વારા કરવામાં આવશે. પૂજ્ય બાપુએ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને ડાયટ કેર ઓફર કરશે

truthofbharat

ભારતના ટાયર 2 અને 3 શહેરોમાં ડીપ ટેક ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે રેઝરપેએ MeitY સ્ટાર્ટઅપ હબ સાથે ભાગીદારી કરી

truthofbharat

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે લોન્ચ કર્યું આકાશ ઈન્વિક્ટસ – ઈજનેરિંગના ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે અંતિમ ગેમ-ચેન્જર JEE તૈયારી કાર્યક્રમ

truthofbharat