Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

ગુજરાત, અમદાવાદ ૨૬ માર્ચ ૨૦૨૫: મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલના ૧૦૭૫ માં પ્રાગટ્ય વર્ષે  તારીખ ૩૦/૦૩/૨૫ રવિવારના રોજ ચેટીચંડના પાવન તહેવાર નિમિતે મણિનગર સિંધી માર્કેટથી અતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે મણિનગર માર્કેટ બપોરે ૪ કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી, નેતાજી સોસાયટી, જયહિન્દ ચાર રસ્તા, જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝુલેલાલ ઓપનએર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે ૧૦ વાગે પૂર્ણ થશે.

આ શોભાયાત્રામાં કુલ 40 જેટલા ટ્રકો સાથે સાથે સહભાગી ૧૩ મંડળો દ્વારા અંદાજે ૧૩ જેટલી ઝાંખીઓ,૨૭ પ્રસાદીના ટ્રક તથા બહેરાણા સાહેબની જ્યોત સાહેબ ,૧૩ જેટલા ગ્રુપ પુરુષોની છેજ, ૮ જેટલા ગ્રુપ મહિલાઓની છેજ તથા અનેક ભાવિભક્તો આ શોભાયાત્રામાં ભાગ લેશે. આ શોભાયાત્રામાં અત્યારના કરંટ અફેરને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવવામાં આવશે

આ શોભાયાત્રા કાર્યક્રમમાં સાંસદ દિનેશ ભાઈ મકવાણા, મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, પૂર્વ ઔડાના ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ, નરોડા વિધાન સભાના ધારાસભ્ય પાયલબેન કૂકરાણી તથા નરોડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ડૉ માયાબેન કોડનાણી તથા  સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજના આગેવાનો પણ જોડાશે.

Related posts

વફાદારીનો નવો યુગ શરૂ થાય છે: મેરિયોટ બોનવોય અને ફ્લિપકાર્ટ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, ભારતીય ગ્રાહકો માટે અતુલનીય મૂલ્ય અને અનુભવની દુનિયાને ખુલ્લી મુકે છે

truthofbharat

નેસ્લે ઇન્ડિયા દ્વારા GST દર ઘટાડાના લાભો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાની જાહેરાત કરી

truthofbharat

સિદ્ધાંત ચતુર્વેદી અને મેક્સ ફેશનનું શાનદાર ડેબ્યૂ, જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી

truthofbharat