Truth of Bharat
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલા ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સ્થાનિક ઉદ્યોજકોને સશક્ત બનાવીને રિટેઈલ સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવાઈ

ગુજરાત, અમદાવાદ | ૧૨મી નવેમ્બર ૨૦૨૫ — કિરાણા સ્ટોર્સ ભારતની કન્ઝ્યુમર ઈકોસિસ્ટમનો આધાર છે. તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઓળખતાં કોકા-કોલા ઈન્ડિયાએ તેની બોટલિંગ ભાગીદાર- કંધારી ગ્લોબલ બેવરેજીસ પ્રા. લિ. સાથે હજારો સ્થાનિક કિરાણા માલિકોને તેમના વેપાર વધારવા માટે મદદરૂપ થવા એડવાન્સ્ડ કૂલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટૂલ્સ સાથે અમદાવાદના રિટેઈલ નેટવર્કને મજબૂત બનાવી રહી છે. આ કોકા-કોલા ઈન્ડિયાની ‘લોકલી યોર્સ’ કેમ્પેઈનના ભાગરૂપ છે, જે રિટેઈલરોને પ્રગતિમાં ભાગીદાર તરીકે પ્રકાશમાં લાવે છે, ફેસ્ટિવ અને રોજિંદા ઉપભોગના અવસરોને ઈંધણ પૂરું પાડે છે અને આસપાસના લોકોના જોમ પર ભાર આપે છે. આ રિટેઈલરો આજીવિકાને ટેકો આપતા અને સ્થાનિક વાણિજ્યને જીવંત રાખતાં સ્થાનિક અર્થવ્યવસ્થાનો આંતરિક ભાગ છે.

કોકા-કોલાનાં કૂલર્સ ખાસ મહેસૂલ વધારવા, પ્રોડક્ટનું શેલ્ફ આયુષ્ય બહેતર બનાવવા અને વધુ સહભાગી ઈન-સ્ટોર અનુભવ નિર્માણ કરવા માટે માઈક્રો, સ્મોલ અને મિડિયમ વેપારો એવા રિટેઈલરો માટે મજબૂત પરિણામો પ્રેરિત કરી રહ્યાં છે. આ કૂલર વેચાણ સુધારવા સાથે ગ્રાહક સંતોષમાં ઉમેરો કરી રહ્યા છે અને સ્થાનિક રિટેઈલ ઈકોસિસ્ટમને ઊર્જા આપી રહ્યાં છે.

ઉપરાંત ટેક- પ્રેરિત કોક બડી મંચ એઆઈ- પાવર્ડ ઈનસાઈટ્સ અને 24/7 સપોર્ટ સાથે સેલ્ફ- ઓર્ડરિંગ સમાધાન પ્રદાન કરીને કિરાણાની કામગીરીને વધુ મજબૂત બનાવી રહ્યા છે. તે પ્રક્રિયાઓને પ્રવાહરેખામાં લાવી રહ્યાં છે અને પર્સનલાઈઝ્ડ, આસાન રિટેઈલ અનુભવ પ્રદાન કરીને દુકાન માલિકોને તેમના વેપાર વધુ કાર્યક્ષમ રીતે વ્યવસ્થાપન કરવા માટે અભિમુખ બનાવે છે.

રિટેઈલરો પોતે પ્રભાવ જોઈ રહ્યા છે. અમદાવાદમાં ફાસ્ટ- ફૂડ રેસ્ટોરાં માલિક મનુભાઈ પટેલ કહે છે, “હું 65 વર્ષનો છું. હું 11 વર્ષનો હતો ત્યારથી મારા પિતાની દુકાનો આવું છું. તેમનું નિધન થયા પછી જવાબદારી અમારી પર આવી ગઈ. તે સમયે અમારા બ્રેકફાસ્ટ બહુ લોકપ્રિય હતા, પરંતુ અમારો મુખ્ય વેપાર ચાનો હતો. ચા સાથે બન મસ્કા હંમેશાં ફેવરીટ પસંદગી રહી છે અને અમારી ફૂલવાડી, પાપડી અને ગોટા સૌથી વધુ પ્રચલિત છે. મારો મોટા ભાગનો સ્ટાફ મારી સાથે વર્ષોથી છે. અમે લાંબા સમયથી કોકા-કોલા વેચી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ અને નોકરિયાત વ્યાવસાયિકો ચિલ્ડ બેવરેજીસ માટે અહીં ભેગા થાય છે. આજે મારો એક પુત્ર કેનેડામાં છે અને બીજ દુબઈમાં પરફ્યુમ ફેક્ટરી ધરાવે છે.’’

કંધારી ગ્લોબલ બેવરેજીસ પ્રા. લિ.ના ડાયરેક્ચર કરણ કંધારી કહે છે, “ગુજરાત સૌથી ગતિશીલ કન્ઝ્યુમર માર્કેટ્સમાંથી એક છે અને કિરાણા સ્ટોર્સ તેની ઉપભોગની વાર્તાના હાર્દમાં રહ્યા છે. ભારતમાં કોકા-કોલા સાથે મળીને અમે કોલ્ડ-ચેઈન ક્ષમતા વિસ્તારી રહ્યા છીએ, સેવા પહોંચ સુધારી છે અને કામગીરી અને ગ્રાહક અનુભવને બહેતર બનાવવા માટે સાધનો સાથે રિટેઈલરોને સશક્ત બનાવે છે.’’

હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રા. લિ.ના ચીફ કમર્શિયલ ઓફિસર વિનય નાયરે જણાવ્યું હતું કે, “ભારતમાં રિટેઈલ ઝડપથી ઉત્ક્રાંતિ પામી રહ્યું છે, પરંતુ વિશ્વાસ યથાવત રહ્યો છે. દેશભરના રિટેઈલરો રોજની જરૂરતોને પહોંચી વળી રહ્યા છે, લોકોને સમાન અવસરો, પરિચિત ચહેરાઓ અને પરોણાગતની નાની રસમ થકી એકત્ર લાવી રહ્યા છે. આ જોશને કાર્યક્ષમ સ્ટોર વ્યવસ્થાપન સાથે ચિલ્ડ બેવરેજ સાથે ટેકો આપી શક્યો તેનાથી અમારી ભાગીદારી અર્થપૂર્ણ બની રહે છે.’’ 

અમદાવાદના સ્ટોલ માલિક કપિલ પટેલ કહે છે, “હું ઈવેન્ટ્સ માટે 15 વર્ષથી એલઈડી, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી અને સાઉન્ડ પૂરા પાડીએ છીએ. 2018માં મેં નવરાત્રિમાં સ્ટોલ સ્થાપવાનું શરૂ કર્યું અને કોકા-કોલા સાથે મારો સહયોગ અહીંથી જ શરૂ થયો. મારે માટે દર્શન માટે આવતા લોકો પરિવાર જેવા છે, જેથી મને વિશ્વાસ છે એવું કાંઈક હું તેમને પીરસવા માગું છું. આતી જ કોકા-કોલાની પસંદગી કરી અને સમયાંતરે પારિવારિક જોડાણ જેવું મહેસૂસ થવાનું શરૂ થયું. હું ભવિષ્યમાં પણ આ જોડાણ ચાલુ રહે એવું ચાહું છું.’’

અમદાવાદના પાનની દુકાનના માલિક હિરેન પટેલ કહે છે, “મેં નાની પાનની દુકાન સાથે શરૂઆત કરી અને ધીમે ધીમે 20 સ્ટોલ સુધી વિસ્તાર કર્યો. છેલ્લાં બે વર્ષથી અમે નવરાત્રિ ગરબામાં ફૂડ સ્ટોલ લગાવીએ છીએ. આ આસાન નહોતું, પરંતુ કોકા-કોલા અમારી પડખે રહી અને અમારે માટે બધું આસાન બની ગયું. પડકારો આવ્યા, જેમ કે, મોડી રાત્રે સપ્લાઈય અથવા સ્થળ ખાતે વરસાદ, પરંતુ અમે જાણતા હતા કે તેમની પર અમે આધાર રાખી શકીએ છીએ. આ વિશ્વાસથી અમારો ધંધો ચલાવવામાં અને લોકોને ઉત્તમ સેવા આપવામાં અમને મદદ થઈ.’’

==========

Related posts

ઇડીઆઈઆઈએ તેનો ૪૩મો સ્થાપના દિવસ ઉજવ્યો

truthofbharat

HCG હોસ્પિટલ, રાજકોટ ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર ચેમ્પિયન્સ માટે સૌપ્રથમ વાર પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

truthofbharat

PM મોદીના જનમદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં ૩૭૮ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે

truthofbharat