Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

માતૃશરીરમાં કીર્તિ, શ્રી, વાક્ , સ્મૃતિ, મેધા, ધીરજ અને ક્ષમા એ વિભૂતિ રૂપે ભગવાનનો વાસ

બગસરામાં શ્રી મોરારિબાપુના હસ્તે મહિલા દિન નિમિત્તે પ્રતિભા સંપન્ન નારીરત્ન સન્માન

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તેબગસરામાં શ્રી મોરારિબાપુના હસ્તે પ્રતિભા સંપન્ન નારીરત્ન સન્માન થયાં. આ વેળાએ શ્રી મોરારિબાપુએભગવત ગીતાના ઉલ્લેખ સાથે કહ્યું કે, માતૃશરીરમાં કીર્તિ, શ્રી, વાક્ , સ્મૃતિ, મેધા, ધીરજ અને ક્ષમા એ વિભૂતિ રૂપે ભગવાનનો વાસ રહેલો છે.

બાળ કેળવણી મંદિર બગસરા અને જ્યોતિ મહિલા વિકાસ સંગઠન દ્વારા પાંચ પ્રતિભા સંપન્ન મહિલાઓનું સન્માન શ્રી મોરારિબાપુ હસ્તે કરવામાં આવ્યું. અહીંયા શ્રી લીલાબેન શાહ શ્રેષ્ઠ મહિલા કાર્યકર સન્માન (૧) શ્રી ભારતીબેનશાંતિલાલભાઈધાંધિયા (૨) ભાવિકાબેનદર્શનભાઈહિરપરા અને જ્યોતિ નારી રત્ન સન્માન(૧) ભાવનાબેનવજુભાાઈસતાસીયા – બગસરા  (૨) વર્ષાબેનભાવેશભાઈરૈયાણી – નવી હળીયાદ (૩) જીજ્ઞાબેનદિપકભાઈ ભટ્ટી – બગસરા, એમ  પાંચ સન્માન થયાં.

શ્રી મોરારિબાપુએ આપેલા ભાવ સંદેશમાં માતૃવંદના કરતાં માતૃશક્તિમાં શક્તિ, શાંતિ, ક્ષમા વગેરે ઉલ્લેખ કર્યો. આ વેળાએ શ્રી મોરારિબાપુએભગવત ગીતાના ઉલ્લેખ સાથે કહ્યું કે, માતૃશરીરમાં કીર્તિ, શ્રી, વાક્ , સ્મૃતિ, મેધા, ધીરજ અને ક્ષમા એ વિભૂતિ રૂપે ભગવાનનો વાસ રહેલો છે, જે શ્રી કૃષ્ણ ભગવાને કહેલું છે.

શ્રી મોરારિબાપુએ શ્રી લાલચંદબાપા તથા શ્રી શ્યામજીબાપાના સ્મરણ સાથે આ સંસ્થામાં વિશ્રામદાયી વિકાસ થયાનો રાજીપો જણાવ્યો.

આ કાર્યક્રમમાં લોકભારતીસણોસરાના વડા અને લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈદવેએ વૈશ્વિક શાંતિ માટે માતા અને બાળ કેળવણી અને સંસ્કાર મહત્વના ગણાવી સંવેદનાની અનિવાર્યતા જણાવી.

આ સંસ્થાનાં શ્રી દેવચંદભાઈ સાવલિયાએ મહિલા અને પરિવાર સંદર્ભે પ્રારંભિક વાત કરતાં પારિવારિક ભાવ તૂટતાંવધેલાં સામાજિક દૂષણોનો ઉલ્લેખ કર્યો અને માતૃશક્તિ સન્માન અંગે પ્રસન્નતા વ્યક્ત કરી.

આ પ્રસંગે શ્રી ચેતનભાઈ શાહે સ્વાગત ઉદ્બોધન સાથે સંસ્થાની વિગતો પણ જણાવી.

આ સન્માન કાર્યક્રમમાં અગ્રણીઓ શ્રી હિંમતભાઈગોડા, શ્રી જ્યોત્સનાબેનરીબડિયા, બ્રહ્માકુમારી શ્રી રસિલાબેનજી, શ્રી અર્ચનાબેનદવે, શ્રી નિરૂપમાબેન વૈષ્ણવ, શ્રી કાંતિભાઈપરસાણા, શ્રી પ્રવિણભાઈઠક્કર, શ્રી પ્રફુલ્લભાઈસેંજલિયા, શ્રી મીનાબેન શાહ, શ્રી અશ્વિનભાઈ દોશી, શ્રી પિયુષભાઈ શાહ ઉપરાંત સામાજિક આંગણીઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં.

પ્રારંભે શિશુકુંજબાળાઓએ સ્વાગત અભિનય પ્રસ્તુત કરેલ. કાર્યક્રમ સંચાલનમાં શ્રી દયાબેનગેડિયા રહ્યાં હતાં. શ્રી જયશ્રીબેન સાવલિયા અને સમગ્ર સંસ્થા પરિવાર દ્વારા સુંદર સંકલન રહ્યું.

Related posts

આમ આદમી પાર્ટીના પ્રદેશ ખજાનચી અને દસ્ક્રોઈ વિધાનસભાના ઉમેદવાર શ્રી કિરણ પટેલ આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા

truthofbharat

બધી જ વિદ્યા ગુરુપ્રસાદથી પ્રયાસ વગર પ્રાપ્ત થાય છે.

truthofbharat

કથા મારો પ્રાણ છે, મારો પ્રાણ વાયુ છે, મારું સર્વસ્વ કથા છે!

truthofbharat