Truth of Bharat
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ધવલ પેકેજિંગના રૂ.36.36 કરોડના IPOને રૂ. 1,265 કરોડની બિડ મળી

અમદાવાદ, ગુજરાત | ૦૩ ઓગસ્ટ ૨૦૨૬| અમદાવાદ સ્થિત પ્લાસ્ટિક પેકેજિંગ ઉત્પાદક ધવલ પેકેજિંગ લિમિટેડ (DPL) ના રૂ. 36.36 કરોડના પ્રારંભિક જાહેર ઓફર (IPO)ને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે, જેમાં બિડિંગના અંતિમ દિવસે આ ઇશ્યૂ અંદાજે 50 ગણું સબ્સ્ક્રિપ્શન થયો.

સબસ્ક્રિપ્શન ડેટા અનુસાર, IPO ને તમામ કેટેગરીમાં ઓફર કરાયેલા 25.29 લાખ શેરોની સામે 12.63 કરોડથી વધુ ઇક્વિટી શેર માટે બિડ મળી હતી.

ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં અનામત રાખવામાં આવેલા 6.87 લાખ શેરોની સામે 3.87 કરોડથી વધુ શેરો માટે બિડ મળતાં આ કેટેગરીમાં 56.38 ગણું સબ્સ્ક્રિપ્શન નોંધાયું હતું. જ્યારે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ (HNI) કેટેગરીમાં ઓફર કરાયેલા 5.17 લાખ શેરોની સામે 3.89 કરોડ શેરો માટે બિડ મળતાં 75.35 ગણું ઓવરસબ્સ્ક્રિપ્શન નોંધાયું હતું.

રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવેલા 12.04 લાખ શેરોની સામે 4.85 કરોડ શેરો માટે બિડ પ્રાપ્ત થતાં વ્યક્તિગત કેટેગરીમાં 40.28 ગણું સબ્સ્ક્રિપ્શન નોંધાયું હતું.

ધવલ પેકેજિંગે રૂ.36.36 કરોડ એકત્ર કરવા માટે 30 જુલાઈએ તેનો IPO લોન્ચ કર્યો હતો. આ IPO હેઠળ રૂ.92 થી રૂ.97 પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ પર 37,48,800 ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ રજૂ કરવામાં આવ્યા હતા. અગાઉ કંપનીએ એન્કર રોકાણકારોને રૂ.97 પ્રતિ શેરના ભાવે 10 લાખ શેર ફાળવી રૂ.10 કરોડ એકત્ર કર્યા હતા.

આ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી રકમનો મુખ્ય ઉપયોગ ગુજરાતના સાણંદ-II ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલી કંપનીની ઉત્પાદન સુવિધામાં ક્ષમતા વધારવા માટે કરવામાં આવશે. ઉપરાંત, આ આવકનો એક હિસ્સો કંપનીના કેટલાક વર્તમાન ઋણની ચુકવણી અથવા પૂર્વચુકવણી માટે ઉપયોગમાં લેવામાં આવશે, જ્યારે બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

બેસિસ ઓફ એલોટમેન્ટ 4 ઓગસ્ટના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તેવી અપેક્ષા છે, જ્યારે શેર 6 ઓગસ્ટના રોજ BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થવા નિર્ધારિત છે.

2015માં સ્થાપિત ધવલ પેકેજિંગ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારો માટે પ્લાસ્ટિક પેકેજિંગ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ ડાગલાના નેતૃત્વ હેઠળ કંપની બે મુખ્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં કાર્યરત છે: ઇન-મોલ્ડ લેબલ્ડ (IML) ફૂડ-ગ્રેડ પેકેજિંગ કન્ટેનર્સ અને ઔદ્યોગિક એપ્લિકેશનો માટે SAW પાઇપ પ્રોટેક્શન પ્લાસ્ટિક કેપ્સ. કંપની ફૂડ, ડેરી, કન્ફેક્શનરી, FMCG, ફાર્મા, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઇલ એન્ડ ગેસ, ઓટોમોટિવ, પેઇન્ટ એન્ડ કોટિંગ્સ તેમજ કેમિકલ અને પેટ્રોકેમિકલ જેવા વિવિધ ક્ષેત્રોના ગ્રાહકોને સેવા આપે છે.

આ IPO માટે રેરએવર ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર તરીકે કાર્યરત છે, જ્યારે KFin ટેક્નોલોજીસ લિમિટેડ રજિસ્ટ્રાર તરીકે અને ન્યૂ બેરી કેપિટલ્સ પ્રાઇવેટ લિમિટેડ માર્કેટ મેકર તરીકે નિયુક્ત છે.

== સમાપ્ત ==

Related posts

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: યુ મુમ્બા એ સેમિફાઈનલમાં એન્ટ્રી કરી, દબંગ દિલ્હીના અજેય અભિયાન પર બ્રેક લગાવી

truthofbharat

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: સ્નેહિતની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીતે અમદાવાદ એસજી પાઈપર્સને કોલાકાતા થંડરબ્લેડ્સથી આગળ નીકળવાની તાકાત આપી

truthofbharat

અનુપમ મિશનની ઐતિહાસિક સિદ્ધિ

truthofbharat

Leave a Comment