Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: યુ મુમ્બા એ સેમિફાઈનલમાં એન્ટ્રી કરી, દબંગ દિલ્હીના અજેય અભિયાન પર બ્રેક લગાવી

દબંગ દિલ્હી સેમિફાઈનલમાં જયપુર પેટ્રિઓટ્સ સામે અને યુ મુમ્બા ડેમ્પો ગોવા સામે ટકરાશે
અમદાવાદ ૧૨ જૂન ૨૦૨૫: અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન-6માં ગુરુવારે યુ મુમ્બા ટીટી એ સેમિફાઈનલનું ચોથું અને અંતિમ સ્થાન હાંસલ કર્યું. યુ મુમ્બા એ દબંગ દિલ્હી ટીટીસીને 10-5થી હરાવી આ સ્થાન મેળવ્યું. આ હાર સાથે દબંગ દિલ્હીના 4 ટાઈથી ચાલી રહેલા અજેય અભિયાનનો અંત આવ્યો, જોકે- તેમછતાં સિઝન-2ની વિજેતા દિલ્હી ટીમે ટેબલમાં 44 પોઈન્ટ સાથે ટોચના સ્થાને રહી લીગ રાઉન્ડનો અંત કર્યો.
લિલિયન બર્ડેટે સાથિયાનને 2-1થી હરાવી યુ મુમ્બાને મજબૂત શરૂઆત અપાવી. જે પછી બર્નાડેટ સઝોક્સે દિયા ચિતાલેને 11-3થી હરાવી હતી. સઝોક્સ પ્રથમ ગેમ 11-3થી હારી પરંતુ પછી તેણે ગોલ્ડન પોઈન્ટ સાથે બીજી ગેમ 11-10ના નજીવા અંતરથી જીતી અને અંતે 11-8થી નિર્ણાયક ગેમ જીતી હતી.
મિક્સ્ડ ડબલ્સમાં સઝોક્સ-આકાશ પાલની જોડીએ ઈઝાક ક્વેક/દિયા ચિતાલેની જોડીને ઓપનિંગ ગેમમાં મહાત આપતા જ યુ મુમ્બા માટે સેમિફાઈનલનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. સઝોક્સ/આકાશ એ 2-1થી જીત મેળવી હતી. જે પછી અભિનનંધ પીબી એ ઈઝાક ક્વેકને 2-1 (11-4, 11-9, 7-11)થી અને યશસ્વિની ઘોરપડે એ સુહાના સૈનીને 3-0 (11-10, 11-10, 11-3)થી હરાવી હતી.

Related posts

વિશ્વ થેલેસેમિયા દિવસ: નોવા વિંગ્સ આઇવીએફ હોસ્પિટલ પરિણીત યુગલોમાં થેલેસેમિયા પરીક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વોકેથોનનું આયોજન કરશે

truthofbharat

ભારતમાં પહેલીવાર કોમોડિટી ફાઇનાન્સમાં Arya.ag ની NBFC એ રૂ.2000 કરોડનો આંકડો પાર કર્યો

truthofbharat

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા માતૃ અને બાળ સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય સેવા પ્રોજેક્ટનું આયોજન

truthofbharat