Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અતિ વિચાર સારા નથી એમ નિર્વિચાર પણ રહી શકાતું નથી, પણ આપણે દૂર્વિચારી ન બનીએ

આવતા વર્ષે,આ જ દિવસોમાં જોશીમઠ ખાતે રામકથાયોજાશે.

શ્રી સંપ્રદાયમાં શાસ્ત્રોનીપુત્રીનું નામ ભક્તિ છે.

અતિ સુખ પછી અતિ દુઃખ આવવાનું છે કારણ કે સુખ-દુઃખ એ સાપેક્ષ છે.

સમગ્ર હિમાલય, કૈલાસ, માનસરોવર, રાક્ષસતાલ, ભુશુંડીતાલ,ગૌમુખ, યમનોત્રી, પંચપ્રયાગ, જોશીમઠની શાંકરી ચેતના, બદરીનાથ, કેદારનાથની પ્રગટ-અપ્રગટ ચેતનાઓને વિષ્ણુ પ્રયાગી દેવભૂમિને આઠમા દિવસનાં આરંભે પ્રણામ કરીને કથાનો આરંભ કરતા જણાવ્યું કે હવે આ કથાયાત્રામાં આગળની કથા જોશીમઠમાં થશે જ્યાં આદિ શંકરાચાર્યની વૈદિક પરંપરાની સેવ્ય અને દિવ્ય પીઠ છે.

કાણકિયા પરિવારનાં આશિષનાં મનોરથ ઉપર

પ્રભુની ઈચ્છા હશે તો આવતા વર્ષે,આ જ દિવસોમાં અને શક્ય બને તો મહાપ્રભુજીનાં પ્રાગટ્ય દિવસની આસપાસ થાય એવો મનોરથ છે.

દર વરસે હનુમાન જયંતિમાં બધા જ એવોર્ડ હું કોઈક અલગ-અલગ વ્યક્તિઓને બોલાવીને એમના હસ્તે અપાવતો હોઉં છું.આવખતની  હનુમાન જયંતિમાં મેં જ બધા એવોર્ડ આપ્યા એમાં બીજું કંઈ ન હતું પણ મારા મનમાં એવો વિચાર આવ્યો અને સાત્વિક વિચારનું મેં અનુસરણ કર્યું,તમારા મનમાં કદાચ અલગ અલગતરંગોઊઠ્યાહોય.દિલ ગમે એવું હોય પણ એનો ધબકાર આપણો હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં બે આર્મી મેનની વાત કરતા કહ્યું કે બંને અતિશય ઘાયલ થયા.બંને એક જ બટાલિયનમાંહતા.લશ્કરના આપણા જહાંગીર સાહેબ આર્મી ચીફ હતા એ વખતે એણે કહેલું કે લશ્કરમાં નામ નથી હોતું નંબર હોય છે અને એની બુક હોય છે.એક મૃત્યુની કગાર ઉપર હતો,મૃત્યુની ઘડીઓ ત્યારે પોતાના મિત્રને સાથે વાત કરીને કહ્યું કે તું તારો બેજ નંબર મને આપી દે,હું મારો બેજ નંબર તને આપી દઉં.જે જીવિત રહેવાને લાયક હતો એનો આર્મીનો રેકોર્ડ બરાબર ન હતો,રિમાર્કસ પણ સારા ન હતા.ત્યારે ઘાયલ મિત્રએ કહ્યું કે હું તો હમણાં જ મરી જવાનો છું.તને મારા સારા રેકોર્ડ અને સારા રિમાર્કને કારણે પ્રમોશન મળશે.મિત્ર માટેનું આટલું સમર્પણ જે પતંજલિ,ભગવાન બુદ્ધ અને તુલસીનાં મૈત્રી શબ્દમાં દેખાય છે.પરંતુ જીવી રહેલા મિત્રએ કહ્યું કહ્યું કે મને પ્રમોશન મળશે પણ નંબર બદલવાથી મારી આદત નહીં બદલાય,વ્યક્તિ નહીં બદલાય.

બ્રહ્માનાચારમુખ ક્યા?વિષ્ણુની ચારભુજા કઈ અને શિવના પાંચ મુખ ક્યા એ જણાવતા કહ્યું કે બ્રહ્માનું એક મુખ સર્જક મુખ છે.અતિ વિચાર સારા નથી એમ નિર્વિચાર આપણે રહી શકતા નથી,પણ એટલું કરીએ કે આપણે દૂર્વિચારી ન બનીએ.બીજું મુખ વેદમુખછે.જોકે કહેવાય છે કે ચાર મુખમાંથી ચાર વેદ નીકળ્યા.પણ સૌ પ્રથમ તો એક જ વેદ હતો પછી વ્યાસે એનો વિસ્તાર કર્યો છે.બ્રહ્માનું ત્રીજું મુખ ગૌમુખ છે.ગંગા આપણને ગૌમુખથી દેખાય છે.ચોથુ મુખ ગુરૂમુખછે.જ્ઞાનેશ્વર કહે છે કે ગુરુમુખ વેદ છે. આ શ્રુતિ પરંપરા છે.

મહાદેવના પાંચ મુખમાં એક વિશ્વાસનું મુખ,બીજું મુખ એ વિચારમુખછે.ત્રીજું મુખ વિનોદમુખ.મહાદેવ પણ વિનોદી છે અને ભૂતપ્રેત સાથે પણ વિનોદ કરી શકે છે.ચોથું મુખ વિવેકમુખછે.પાંચમું મુખ વૈરાગ્યમુખ.

શ્રી સંપ્રદાયમાં શાસ્ત્રોનીપુત્રીનું નામ ભક્તિ છે અને એ ભક્તિને પુષ્ટ કરવા માટે સાત પ્રકારનો આહાર પણ જણાવેલો છે.

સંક્ષિપ્તમાંઅયોધ્યાકાંડનું મંગલાચરણ ગાઇને અયોધ્યામાં ખૂબ જ સુખ છે અને અતિ સુખ પછી અતિ દુઃખ આવવાનું છે કારણ કે સુખ-દુઃખ એ સાપેક્ષ છે.રામ વનવાસ અને કેવટનાં પ્રસંગનું સજળ ગાયન કરી કથાને વિરામ અપાયો.રવિવારે કથાની પૂર્ણાહૂતિ છે.

Related posts

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ખાતેથી ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો પ્રારંભ કરાવ્યો

truthofbharat

ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. – શ્રી મોરારિબાપુ

truthofbharat

નુવોકો ‘સૌથી ખાસ ગરબા’ સાથે ગુજરાતના વારસાની ઉજવણી કરે છે

truthofbharat