Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

HCLTechએ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર સાથે ભારતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી

અમદાવાદ, ભારત | ૧૭મી જુલાઈ ૨૦૨૬ | અગ્રણી વૈશ્વિક ટેક્નોલોજી કંપની HCLTech એ આજે ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે તેના નવા ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટરના લોન્ચની જાહેરાત કરી છે. આ સેન્ટર દ્વારા ફાઇનાન્શિયલ સર્વિસિસ ઉદ્યોગમાં HCLTechના વૈશ્વિક ગ્રાહકોને AI આધારિત અદ્યતન સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત, તે આગામી પેઢીની ટેક્નોલોજી સોલ્યુશન્સના વિકાસ તેમજ ટેલેન્ટના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ હબ તરીકે પણ સેવા આપશે.

આ ફેસિલિટીનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે HCLTechના CEO અને મેનેજિંગ ડિરેક્ટર સી. વિજયકુમાર તેમજ ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO શ્રી સંજય કૌલ (IAS) ની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

HCLTech એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સાથે સમજૂતી કરાર (MoU) પર પણ હસ્તાક્ષર કર્યા છે જેથી ગુજરાતમાં ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને આગળ ધપાવવામાં આવે અને ભવિષ્ય માટે તૈયાર ટેકનોલોજી પ્રતિભાને ઉછેરવામાં આવે. આ ભાગીદારી ફાઇનાન્શિયલ સર્વિસિસ, સંબંધિત સોફ્ટવેર અને કૌશલ્ય વિકાસ માટે AI માં સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને ઉદ્યોગનો પ્રાયોગિક અનુભવ અને વૈશ્વિક ટેકનોલોજી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પહેલમાં યોગદાન આપવાની તકો પૂરી પાડશે.

ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીમાં HCLTechનું સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. સ્થાનિક રોજગારીની તકો ઊભી કરવા અને સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવાની HCLTechની પ્રતિબદ્ધતા ગુજરાતના યુવાનોને ઘરની નજીક વૈશ્વિક કારકિર્દીની તકો મેળવવા સક્ષમ બનાવવાના અમારા વિઝન સાથે મજબૂત રીતે સુસંગત છે. ગ્લોબલ ટેકનોલોજી સેન્ટર અને એઆઈ લેબનું લોન્ચિંગ ગિફ્ટ સિટીના ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને અગ્રણી વૈશ્વિક ટેકફિન હબ તરીકે તેની સ્થિતિને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. HCLTech પાસે ક્ષમતાઓ બનાવવા અને તે જ્યાં કાર્યરત છે ત્યાં પ્રભાવ બનાવવાનો સાબિત ટ્રેક રેકોર્ડ છે, અને અમે ગુજરાતના ટેકનોલોજી લેન્ડસ્કેપમાં તેના યોગદાનની રાહ જોઈ રહ્યા છીએ. ગિફ્ટ સિટી એક બોલ્ડ વિઝનથી બિઝનેસ અને ઇનોવેશન માટે વિશ્વ કક્ષાના સ્થળ તરફની તેની સફર ચાલુ રાખશે, ત્યારે HCLTech ની હાજરી તેના વિકાસના આગામી તબક્કામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

HCLTechના CEO અને મેનેજિંગ ડિરેક્ટર સી વિજયકુમારે જણાવ્યું હતું કે, ગુજરાત ભારતના પ્રગતિશીલ નીતિ-નિયમો અને સર્વાંગી વિકાસનું એક પ્રેરણાદાયી કેન્દ્ર રહ્યું છે. ગિફ્ટ સિટી વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે, અને અમને નવીન AI સોલ્યુશન્સ સાથે ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રના ગ્રાહકોના ભવિષ્યને ઘડવા માટે રાજ્યમાં અમારી હાજરી સ્થાપિત કરવાનો આનંદ છે.  HCLTech ખાતે, અમે રાજ્યમાં સ્થાનિક ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં યોગદાન આપવા અને ભવિષ્ય માટે તૈયાર પ્રતિભાઓનો સમૂહ બનાવવા માટે ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને વેગ આપવા માટે આતુર છીએ.”

== સમાપ્ત ==

Related posts

ગુજરાતી સિનેમાના ‘અણમોલ રત્નો’નું ગૌરવ: ‘ધબકારો એવોર્ડ્સ’ દ્વારા પડદા પાછળના કસબીઓનું વિશેષ સન્માન

truthofbharat

અભય પ્રભાવના: ભારતનું ‘મ્યુઝિયમ ઓફ આઇડિયાઝ’ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી સાથે એક નવા યુગની શરૂઆત કરે છે

truthofbharat

ડીસામાં ફેક્ટરી દુર્ઘટનામાં, જમ્મુમાં તેમજ અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

Leave a Comment