Truth of Bharat
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એએસસીઆઈના જાહેરાત-સાક્ષરતા કાર્યક્રમમાં 2063 શાળાઓના 10 લાખ વિદ્યાર્થીઓ આવરી લેવાયા

  • ધોરણ 3 થી 8ના 10,66,374 વિદ્યાર્થીઓએ માળખાગત જાહેરાત સાક્ષરતા સત્રોમાં ભાગ લીધો.
  • કાર્યક્રમમાં 8 ભાષાઓમાં 13 રાજ્યોને આવરી લેવામાં આવ્યાઃ બાળકોને જાહેરાતમાંથી જવાબદારીપૂર્વક નેવિગેટ કરવા માટે વિશિષ્ટ વિચારસરણી કૌશલ્યથી સજ્જ કરવામાં આવ્યા.
  • કાર્યક્રમની અસર જાહેરાત સાક્ષરતાના સ્તરમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

મુંબઈ | ૧૮ મે ૨૦૨૬ | એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઈ) એ આજે ​​જાહેરાત કરી છે કે તેની ક્લાસરૂમ જાહેરાત સાક્ષરતા પહેલ, એડવાઈસ (AdWise)એ દસ લાખથી વધુ વિદ્યાર્થીઓને આવરી લીધા છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી એનસીઆર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ, ગુજરાત અને તામિલનાડુમાં 2,063 શાળાઓના 10,66,374 વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી છે.

આ કાર્યક્રમ એએસસીઆઈએકેડેમી દ્વારા ડિજિટલ જાહેરાતના સંદર્ભમાં વિકસાવવામાં આવ્યો હતો, જે સર્વવ્યાપી છેતેમજ ઈન્ફ્લુએન્સરએડવર્ટાઈઝિંગજેવીકન્ટેન્ટમાંવધુનેવધુબ્રાન્ડ્સમઢવામાંઆવેત્યાંજાહેરાતનીનવીફોર્મેટ્સમાંછે. તેનો હેતુ વિદ્યાર્થીઓ જાહેરાતની આ નવી દુનિયામાંથીકઈરીતેપસારથાયઅને તેના વ્યાવસાયિકપ્રકારનેઓળખવાનોહતો.

કાર્યક્રમ પહેલા અને પછી મૂલ્યાંકન પરીક્ષણો દ્વારા માપવામાં આવેલા વિદ્યાર્થીઓના જાહેરાત-સાક્ષરતાના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

ધોરણ 3 થી 5 માટે, જે વિદ્યાર્થીઓ આ કરી શક્યા તેમની ટકાવારી:

  • જાહેરાતોના હેતુને યોગ્ય રીતે ઓળખી શક્યા તેમની સંખ્યા 43%થી વધીને 94% થઈ.
  • જાહેરાતના દાવાઓ વિશે વિવેચનાત્મક રીતે વિચારો 39%થી વધીને 90%એપહોંચ્યા.
  • જાહેરાતોના પ્રેરક હેતુને સમજવું 32%થી વધીને 87%એપહોંચ્યું.
  • સામગ્રીની નકલ કરતી જાહેરાતોને ઓળખવાનું36%થી વધીને 90% સુધીપહોંચ્યું.
  • જાહેરાતના વચન પર વિશ્વાસ કરતાં પહેલાં શું કરવું તે સમજવાનુંપ્રમાણ37%થી વધીને 93%થયું.

ધોરણ6 થી 8ના વિદ્યાર્થીઓ માટે જે આ કરી શક્યા તેમની સંખ્યા 45%થી વધીને 92% થઈ.

  • પ્રભાવશાળી પ્રમોશનને સમજવાનુંપ્રમાણ39%થી વધીને 88%થયું.
  • સામગ્રીની નકલ કરતી જાહેરાતોને ઓળખવાનું31%થી વધીને 84%થયું.
  • ઑનલાઇન સલામતીને સમજવાનું45%થી વધીને 91%થયું.
  • જાહેરાતોના પ્રેરક હેતુને સમવાનું36%થી વધીને 88% થયું.

ઇન્ટરએક્ટિવ ક્લાસરૂમ સત્રો દ્વારા, આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને જાહેરાતો ઓળખવામાં, પ્રમોશનથી સામગ્રીને અલગ પાડવામાં, પ્રેરક સંદેશવ્યવહાર ટેક્નિક્સને સમજવામાં અને ગ્રાહકો અને ડિજિટલ નાગરિક તરીકે જાણકાર પસંદગી કરવામાં મદદ કરે છે.

સત્રો આઠ ભાષાઓમાં આપવામાં આવ્યા હતા: અંગ્રેજી, હિન્દી, મરાઠી, કન્નડ, તમિળ, તેલુગુ, ગુજરાતી અને આસામી.

એએસસીઆઈનાસીઈઓઅને સેક્રેટરી જનરલ, મનીષા કપૂરે જણાવ્યું હતું કે: “આજે બાળકો એક એવી ઇકોસિસ્ટમમાં ઊછરી રહ્યા છે જ્યાં જાહેરાત અને સામગ્રી ખૂબ જ ગહન રીતે એકબીજા સાથે જોડાયેલાં છે.કાર્યક્રમની અસર સંખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે – બધાં પરિમાણો પર, ક્લાસરૂમના સત્રો પછી બમણાથી વધુ સ્કોર્સ. આનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓની આવધુ જાગૃત પેઢીછે. મિડિયા અને જાહેરાત સાક્ષરતા એ એક એવી દુનિયામાં મહત્ત્વપૂર્ણ જીવન-કૌશલ્યો છે જ્યાં બાળકો ખૂબ જ નાની ઉંમરથી સામગ્રી અને બ્રાન્ડ્સ સાથે વધુને વધુ સંપર્કમાં આવે છે. અમને આશા છે કે આવા વધુ કાર્યક્રમો અને અભ્યાસક્રમ એકીકરણ આગળ વધશે. અમે અમારા ભાગીદારો, શાર્પએનજીઓનીદસ લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં મદદ કરવા બદલ પ્રશંસા કરવા માગીએ છીએ.”

એડવાઈસકાર્યક્રમ વિવિધ વિદ્યાર્થી જૂથો માટે રચાયેલાઉંમર-યોગ્ય શિક્ષણ મોડ્યુલ, પ્રવૃત્તિઓ, વિડિયોઝ અને ક્લાસરૂમ ચર્ચાઓનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થીઓ ઉપરાંત, આ પહેલ શિક્ષકો અને માતા- પિતાને ક્લાસરૂમની બહાર સતત શિક્ષણને ટેકો આપવા માટે સંસાધન સામગ્રી પણ પૂરી પાડે છે.

એએસસીઆઈએ ખાસ કરીને બાળકો અને યુવાવર્ગ માટેસતત જવાબદાર જાહેરાત પ્રથાઓ અને ગ્રાહક જાગૃતિને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એડવાઈસદ્વારા, સંસ્થાનો ઉદ્દેશ ભારતની શાળાઓમાં જાહેરાત સાક્ષરતાની પહોંચનેવિસ્તૃત કરવાનું ચાલુ રાખવાનો છે.

Related posts

HCG વડોદરાનું “Care Beyond Cure – Mom Special” : 500થી વધુ મહિલાઓ સાથે હિંમત, આશા અને આરોગ્યનો અનોખો ઉત્સવ

truthofbharat

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યા બાદ, Save Earth Mission એ અમદાવાદમાં ‘ગ્લોબલ વિઝન અનવીલિંગ’ કાર્યક્રમની જાહેરાત કરી

truthofbharat

શું શીખવું તે અનુમાન કરીને કંટાળી ગયા છો? તમારી કારકિર્દીમાં અલગ દેખાવા માટે અહીં 5 કૌશલ્યના સ્ટેક્સ છે: LinkedIn

truthofbharat

Leave a Comment