Truth of Bharat
ગુજરાતજીવનશૈલીફિટનેસફેશનબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં ઝળક્યાં!

ઇન્ડિયા વિન્સ !!

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ – મેઘા શાહ (ઉર્ફે મિની) ને મળો, જેઓ તાજેતરમાં ફ્લોરિડા (ટેમ્પા) માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં મિસિસ યુનિવર્સલ પેટાઇટ 2025 નો તાજ પહેરીને ભારતનું નામ રોશન કર્યું છે.

જર્મની, ઓસ્ટ્રેલિયા, યુએસએ અને બીજા ઘણા દેશોમાંથી પાર્ટિસિપન્ટ્સ હતા , મેઘાએ મિસિસ યુનિવર્સલ પેટાઇટ 2025 માં ગ્રેસ અને ગ્રિટ સાથે 3rd રનર-અપ અને ઓડિયન્સ ચોઈસ એવોર્ડ જીતીને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી છે.

મેઘાને UMB બ્યુટી પેજન્ટમાં રાષ્ટ્રીય સ્તરે મિસિસ ઇન્ડિયા 2024 તરીકે પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો.

પેજન્ટ વર્લ્ડમાં તેમની સિદ્ધિઓ ઉપરાંત, મેઘા શાહ એક ડાયનેમિક પર્સનાલિટી છે. તેણી દસ વર્ષની પુત્રી પ્રત્યે સમર્પિત માતા, એક સફળ બિઝનેસ વુમન, અને એક ફિટનેસ એન્થુસિયાસ્ટ, મેઘા એક પ્રખર મોટરસાયક્લિસ્ટ અને લેડીઝ ઓફ હાર્લી  ઇન્ડિયાના ડિરેક્ટર પણ છે. તેમણે અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ગ્રુપ બાઇક રાઇડ પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે, અને આ અસાધારણ પરાક્રમ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

મેઘાએ તેમના જીવન અને સિદ્ધિઓ વિશે વાત કરતાં જણાવ્યું: ‘જ્યારથી મેં મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શરૂ કર્યું છે, મને લાગે છે કે મેં અજાણતાં જ આ સ્વપ્નને સાકાર કર્યું છે. આજે, હું ખરેખર હીલ્સ ઓન વ્હીલ્સ નામ પર ખરી ઉતરું છું. હું દ્રઢપણે માનું છું કે આપણે સ્ત્રીઓ બોલ્ડ અને બ્યુટિફુલ બંને હોઈ શકીએ છીએ. આપણા નારીત્વને સમાજ વ્યાખ્યાયિત કરતો નથી; આપણે પોતે જ તેને વ્યાખ્યાયિત કરીએ છીએ.’

Related posts

પ્રારંભિક તપાસ માટે પ્રોસ્ટેટ સ્વાસ્થ્ય વિશે ખુલીને વાત કરવી શા માટે જરૂરી છે

truthofbharat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘નેશન ફર્સ્ટ’ના મંત્ર આપ્યા:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

truthofbharat

મૌન સંકેતોને સમજવા: શા માટે થાક, જડબામાં દુખાવો અને ઉબકા હૃદયની સમસ્યાનો સંકેત આપી શકે છે

truthofbharat