Truth of Bharat
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

જિંદગી જીવવાની વાત કરતી ગુજરાતી ફિલ્મ ‘જલેબી રૉક્સ’નું ટ્રેલર લૉન્ચ

» ‘ભલે એક જ દિવસ બાકી હોય જિંદગીનો, પણ જીવી લેવું છે’ : ‘જલેબીરૉક્સ’ ફિલ્મનો સંવાદ

» 27મી જુને રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘જલેબી રૉક્સ’ની વાર્તા માતા, બહેન, પત્ની અને દીકરીના સ્વરૂપમાં રહેલી એ દરેક સ્ત્રીની છે, જેના એક ઉંમર પછીના ગમા-અણગમા, શોખ અને સપનાઓ વિશે કોઈ વિચારતું નથી. યુવાનીમાં આકાશમાં ઊડવાના સપના જોતી એ છોકરી કેમ સ્ત્રી બની ચાર ચોકઠાની વચ્ચે પુરાઈ રહે છે તેની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે.

ગુજરાત, અમદાવાદ ૧૨ જૂન ૨૦૨૫: 27મીજુને અષાઢી બીજના શુભ અવસરે ભગવાન જગન્નાથની નગર યાત્રાની સાથે-સાથે આવનારી ગુજરાતી ફિલ્મ ‘જલેબી રૉક્સ’ના‘વિદ્યા પાઠક’ની જીવન-યાત્રા પણ શરૂ થવા જઈ રહી છે. અગાઉ ‘ઑક્સિજન’ અને ‘વારતહેવાર’ જેવી સુંદર ફિલ્મો ગુજરાતી સિનેમાને આપનાર દિગ્દર્શક ચિન્મય પુરોહિત ફરી એક નવી વાર્તા એટલે કે ‘જલેબી રૉક્સ’ લઈને આવ્યા છે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મની વાર્તા એ આપણી આસપાસ રહેલી આપણી માતા, બહેન, પત્ની અનેદીકરીના સ્વરૂપમાં રહેલી એ દરેક સ્ત્રીની છે,જેના એક ઉંમર પછીના ગમા-અણગમા, શોખ અને સપનાઓ વિશે કોઈ વિચારતું નથી. યુવાનીમાં આકાશમાં ઊડવાનાસપના જોતી એ છોકરી કેમ સ્ત્રી બની ચાર ચોકઠાની વચ્ચે પુરાઈ રહે છે તેની વાત ફિલ્મમાં કરવામાં આવી છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર વિદ્યા પાઠકનું છે. જે વંદના પાઠકે ભજવ્યું છે. જેનો સુખી સંસાર છે. છતાં તેમને કંઈક ખૂટતું હોય તેવું લાગે છે.

એક ઉંમર પછી સ્વભાવમાં આવતું ચીડિયાપણું અને ગુસ્સાને કારણે પરિવારના દરેક સભ્યો વિદ્યાથી દૂર રહેવાનું પસંદ કરે છે. વાતવાતમાં ટોકે છે અને દરેક વાતમાં તેનો વાંક કાઢે છે. પરંતુ તેના મનની વાત કોઈ સમજી શકતું નથી. માટે વિદ્યા એ બધાથી દૂર જૂની વિદ્યા પાઠકની શોધમાં નીકળી પડે છે. જ્યાં તેનું પોતાનું એક નામ અને ઓળખાણ છે. ટ્રેલરમાં એક ડાયલૉગ આવે છે કે, ‘ભલે એક જ દિવસ બાકી હોય જિંદગીનો, પણ જીવી લેવું છે.’ આપણને જીવવાનું શીખવતી આ ફિલ્મમાં મુખ્ય કલાકારમાં વંદના પાઠક ઉપરાંત માનવ ગોહિલ, માનસી રાચ્છ, નિમિષ દિલીપરાય, દીપક ઘીવાળા અને ગૌરવ પાસવાલા છે. તેમજ અન્ય કલાકારોમાંભાવિની જાની, મોરલી પટેલ અને હર્ષ ઉસદડીયા, જિયા ભટ્ટ, બંસી રાજપૂત અને કૌશાંબી ભટ્ટ છે. સંગીત વિનય કાપડીયાનું છે. સિનેમૅટોગ્રાફરશકીલ બી. ખાન છે.

ફિલ્મનીરિલીઝને હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે ‘જલેબી રૉક્સ’ની ટીમ પ્રમોશન માટે અમદાવાદ પહોંચી હતી.જ્યાં તેમણે ટી-પોસ્ટ પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરી, અમદાવાદ શહેરની વિવિધ ક્ષેત્રમાં કામ કરતી પ્રખ્યાત મહિલાઓનું એક સ્મૃતિ ભેટ આપીને સન્માન કર્યું હતું. ફિલ્મ આગામી 27મી જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે.

Related posts

કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

truthofbharat

ગુજરાતમાં TESLAનો વ્યાપ વધ્યો: અમદાવાદમાં ટેસ્લા-મંજૂર નવું બોડી શોપ, સંપૂર્ણ સર્વિસ સપોર્ટ અને ટેસ્ટ ડ્રાઇવની સુવિધા શરૂ

truthofbharat

એમેઝોન પે દ્વારા ઉપલબ્ધ એક્સક્લુઝીવ ડીલ્સ અને રિવોર્ડ્સની મદદથી આખરે ઉનાળાથી બચવાનો તમારો પ્લાન બનાવો!

truthofbharat