Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતની પ્રથમ MET સંસ્થા NAMTECHની મુલાકાત લીધી

ઔદ્યોગિક અને તકનીકી વિકાસના કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને મજબૂત કરવામાં તથા ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનને આગળ વધારવામાં ઉદ્યોગ-સંકલિત શિક્ષણ, નવીનતા (ઇનોવેશન) અને ભવિષ્ય માટે સજ્જ પ્રતિભાઓની ભૂમિકામાં NAMTECHનું યોગદાન સરાહનીય: મુખ્યમંત્રીશ્રી

અમદાવાદ, ગુજરાત | ૦૨ નવેમ્બર ૨૦૨૬ | ભારતની પ્રથમ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ટેક્નોલોજી (MET) સંસ્થા – NAMTECH (New Age Makers’ Institute of Technology)ના ગોધાવી, અમદાવાદ સ્થિત કેમ્પની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીશ્રીને એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી શિક્ષણ પ્રત્યેના NAMTECHના અગ્રણી અભિગમ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ અભિગમમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાની સાથે પ્રાયોગિક શિક્ષણ (hands-on learning), અનુભવાત્મક પ્રયોગશાળાઓ, વ્યવહારુ સંશોધન અને ઉદ્યોગો સાથેનું ઊંડું જોડાણ સામેલ છે.

મુખ્યમંત્રીશ્રીએ NAMTECHની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર્સ, ટકાઉપણું (સસ્ટેનેબિલિટી), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન અને અન્ય ઉભરતી તકનીકોને આવરી લેતી સંસ્થાની શૈક્ષણિક અને ઇનોવેશન ઇકોસિસ્ટમની સમીક્ષા પણ કરી હતી.

મુખ્યમંત્રીએ NAMTECHના બોર્ડ અને નેતૃત્વ ટીમના સભ્યો સાથેના સંવાદમાં ભારતનાં વિકસતા મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રો માટે ભવિષ્યને અનુરૂપ પ્રતિભાઓ તૈયાર કરવાના સંસ્થાના પ્રયાસો વિશે જાણકારી મેળવી હતી. આ વાતચીત દરમિયાન ઔદ્યોગિક નવીનતા અને કુશળ પ્રતિભાઓની આગામી પેઢીને તૈયાર કરવાના ગુજરાતના સંકલ્પ પર પન ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં NAMTECH ‘વિકસિત ગુજરાત’ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનમાં યોગદાન આપી રહ્યું છે. તેમને MET પ્લેટફોર્મ અને ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ તથા ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ સાથે NAMTECH દ્વારા વિકસાવવામાં આવી રહેલી ભાગીદારીની ઇકોસિસ્ટમ વિશે પણ મુખ્યમંત્રીશીને માહિતગાર કરવામાં આવ્યા. આ ઇકોસિસ્ટમનો ઉદ્દેશ્ય વ્યવહારુ સંશોધનને વેગ આપવાનો, નવીનતાને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓ માટે એવી તકો ઊભી કરવાનો છે, જેના દ્વારા તેઓ મેન્યુફેક્ચરિંગના ભવિષ્યને ઘડનારી તકનીકો સાથે સીધા જોડાઈ શકે.

NAMTECHની પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે“NAMTECHની મુલાકાત અને સંસ્થા દ્વારા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના કાર્યબળના કૌશલ્યવર્ધન (upskilling) માટે કરવામાં આવી રહેલા યોગદાનની સરાહના કરી હતી.

વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના વિઝનને પાર પાડવામાં NAMTECH જેવી સંસ્થાઓ મહત્વપૂર્ણ ભાગીદાર થશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

કુશળ કાર્યબળ અને એવું ઇનોવેશન ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અગ્રણી બનવાની દિશામાં આગળ વધારવામાં મદદરૂપ થાય તેવુ કુશળ કાર્યબળ અને ઈનોવેશન ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં NAMTECHની ભૂમિકા મહત્વપૂર્ણ બનશે એવી અપેક્ષા પણ તેમણે દર્શાવી હતી.”

મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરતા, NAMTECHના ડાયરેક્ટર જનરલ અને CEO ડૉ. ઈબ્રાહિમ હાફીઝુર રહેમાને કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીની મુલાકાત અમારી સમગ્ર ટીમ માટે પ્રોત્સાહનરૂપ છે અને તે ઔદ્યોગિક વિકાસ તથા નવીનતા અંગેના ગુજરાતના વિઝનને આગળ વધારવા માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે. અમે ભવિષ્ય માટે સજ્જ પ્રતિભાઓ તૈયાર કરવા, ભારતના મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને ‘વિકસિત ભારત’ના વિઝનમાં સાર્થક યોગદાન આપવાના અમારા મિશન માટે સંપૂર્ણ સમર્પિત છીએ.”

== સમાપ્ત ==

Related posts

ઈન્ડીવોગ્સ 2025 દ્વારા ફેમસ ડિઝાઈનર્સોએ પોતાના વસ્ત્રોને શો કેસ કર્યો

truthofbharat

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ: સમયનો તફાવત ઓળખવાથી જીવન કેમ બચી શકે છે?

truthofbharat

જાવા યેઝદી મોટરસાઇકલ દ્વારા વિશ્વ કોફી દિવસની ઉજવણી, પ્રીમિયમ લિમિટેડ-એડિશન સિંગલ-ઓરિજિન યેઝદી કોફીના લોન્ચની જાહેરાત કરી

truthofbharat

Leave a Comment