- આગામી ત્રણ વર્ષમાં જીપ® અને સિટ્રોએનમાં 12પ્રોડક્ટ – સાત સંપૂર્ણપણે નવી પ્રોડક્ટ અને પાંચ મોટા અપગ્રેડસાથેમુખ્ય પેસેન્જર વાહન સેગમેન્ટમાં સ્ટેલાન્ટિસની ભાગીદારીને વિસ્તૃત કરશે.
- આશરે ₹4,000 કરોડનું નવું રોકાણ, 2030 સુધીમાં ભારતમાં સ્ટેલાન્ટિસના સંચિત રોકાણને ₹11,000 કરોડથી વધુથી આશરે ₹15,000 કરોડ સુધી લઈ જશે.
- કાર્યક્ષમ ICE, હાઇબ્રિડ, પ્લગ-ઇન હાઇબ્રિડ અને બેટરી-ઇલેક્ટ્રિક તકનિકોનો સમાવેશ કરતો બહુ-ઊર્જા પોર્ટફોલિયો.
- જૂથ માટે પ્રોડક્ટ, એન્જિનિયરિંગ અને નિકાસ હબ તરીકે ભારતની ભૂમિકા પર એકાગ્રતા વધુ વૃદ્ધિ કરવા માટે સુસજ્જ.
- નવા રોડમેપ હેઠળ પ્રથમ પ્રોડક્ટ2027ના બીજા ત્રિમાસિકમાં લોન્ચ થશે.
ચેન્નાઈ, ભારત | ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ | સ્ટેલાન્ટિસે આજે ભારતમાં તેના વિકાસના આગામી તબક્કાની જાહેરાત કરી, જે તેના વ્યવસાયના પાયાના નિર્માણથી તેને નવી ઊંચાઈએ લઈ જશે. ફાસ્ટલેન ૨૦૩૦ હેઠળજીપ® અને સિટ્રોએન આગામી ત્રણ વર્ષમાં ૧૨ પ્રોડક્ટ રજૂ કરશે – સાત સંપૂર્ણપણે નવી પ્રોડક્ટ અને પાંચ મુખ્ય અપગ્રેડ સાથે ભારતીય રસ્તાઓ પર નોંધપાત્ર રીતે વધુ જીપ અને સિટ્રોએન વાહનો મૂકવાની સ્પષ્ટ મહત્ત્વાકાંક્ષા છે. આ લોન્ચમાં બી, સી, સીડ એસયુવી સેગમેન્ટ્સ, એમપીવી, એ- સેગમેન્ટ કાર અને પ્રીમિયમ પિક-અપમાં પ્રોડક્ટોને આવરી લેવામાં આવશે. નવા રોજમેપ હેઠળ પ્રથમ પ્રોડક્ટ 2027ના બીજા ત્રિમાસિકમાં રજૂ કરવાનું નિર્ધારિત છે.
આગામી ૩ વર્ષમાં આશરે ₹4,૦૦૦ કરોડ (આશરે €400 મિલિયન)ના નવા રોકાણ દ્વારા ઉત્પાદનની આક્રમકતાને ટેકો આપવામાં આવશે, જે 2030 સુધીમાં ભારતમાં સ્ટેલાન્ટિસનું સંચિત રોકાણ આશરે ₹15,૦૦૦ કરોડ સુધી લઈ જશે. રોડમેપમાં ૫ જીપ અને ૭ સિટ્રોએન લોન્ચનો સમાવેશ થાય છે, જેમાં બંને બ્રાન્ડ્સ અલગ પરંતુ પૂરક ભૂમિકા ભજવી રહી છે. એકંદરેઆ ઉત્પાદનો સ્ટેલાન્ટિસને ભારતના પેસેન્જર વાહન ઉદ્યોગ માટે જવાબદાર તમામ ઉચ્ચ-તક સેગમેન્ટમાં લઈ જશે.
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે વ્યવસાય ગતિ પકડી રહ્યો છે. સ્ટેલાન્ટિસ ઇન્ડિયાનો વ્યવસાય કેલેન્ડર વર્ષ 2026ના બીજા ત્રિમાસિકમાં પ્રથમ ત્રિમાસિકની તુલનામાં 35% વધ્યો હતો, જ્યારે સિટ્રોએન રિટેઈલ વેચાણ 2026ના બીજા ત્રિમાસિકમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 68% વધ્યું હતું.
આ જાહેરાત પર બોલતાંસ્ટેલાન્ટિસ એશિયા-પેસિફિક ક્ષેત્રના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી તિઆન્શુ ઝિનએ જણાવ્યું હતું કે, “સ્ટેલાન્ટિસ માટે ભારતની બેવડી ભૂમિકા છે: તે એક મહત્ત્વપૂર્ણ બજાર છે જેમાં અમે વિકાસ કરવાનો ઇરાદો રાખીએ છીએઅને પ્રદેશ અને વ્યાપક જૂથ માટે વધુને વધુ નોંધપાત્ર ક્ષમતા આધાર છે. ભારત અમારા માટે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા છે, ફક્ત વોલ્યુમનો પીછો કરાતો નથી. ફાસ્ટલેન 2030 હેઠળઅમારું પ્રદેશ-નેતૃત્વ મોડેલ ભારતની ટીમને નિર્ણયોની વધુ માલિકી આપે છેઅને આજે અમે જે રોડમેપ જાહેર કરી રહ્યા છીએ તે અમારા મજબૂત ઉત્પાદન કેડન્સ, બહુ-ઊર્જા ટેકનોલોજી અભિગમ અને ઉત્પાદન, એન્જિનિયરિંગ, સોફ્ટવેર અને સોર્સિંગમાં ભારતની ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે, જે અમને 2030 સુધી અહીં એક મોટો અને વધુ સ્પર્ધાત્મક વ્યવસાય બનાવવાનો પાયોરચે છે.”
સ્ટેલાન્ટિસ ઇન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી શૈલેષ હાઝેલાએ જણાવ્યું હતું કે, “ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અમે રસ્તા પર શું મૂક્યું છે તેના દ્વારા માપવામાં આવશે. વર્ષોથી મજબૂત પાયો બનાવ્યા પછીઅમારું ધ્યાન હવે વ્યવસાયને વધારવા પર કેન્દ્રિત છે. આગામી ત્રણ વર્ષમાં જીપ અને સિટ્રોએનમાં બાર લોન્ચ અમારી બજાર ભાગીદારીને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરશે અને ભારતીય ગ્રાહકોને ઊંડા સ્થાનિકીકરણ અને મજબૂત વેચાણ અને સેવા નેટવર્ક દ્વારા સમર્થિત સેગમેન્ટ્સ અને પાવરટ્રેન્સમાં વધુ પસંદગી આપશે.” આશરે ₹X,000 કરોડના નવા રોકાણ સાથેઅમે આ બજારમાં વધુ ઉચ્ચ સ્તર, સુસંગતતા અને સ્પર્ધાત્મકતા બનાવી રહ્યા છીએ, જ્યારે સ્ટેલાન્ટિસની વૈશ્વિક કામગીરીમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવી રહ્યા છીએ.”
આગામી તબક્કો ભારતમાં અત્યાર સુધીમાં ઉત્પાદન, એન્જિનિયરિંગ, સોફ્ટવેર, સોર્સિંગ અને નિકાસમાં ₹11,000 કરોડ (€1 બિલિયનથી વધુ)થી વધુ રોકાણ પર આધારિત છે. સ્ટેલાન્ટિસ હાલમાં ભારતમાં ત્રણ ઉત્પાદન સુવિધાઓ ચલાવે છે – મહારાષ્ટ્રના રાંજણગાવ અને તામિલનાડુમાં તિરુવલ્લુર અને હોસુર – બેંગલુરુમાં એન્જિનિયરિંગ અને સોફ્ટવેર ક્ષમતાઓ, હૈદરાબાદમાં ICT હાજરી અને વધતી જતી સ્થાનિક સપ્લાયર ઇકોસિસ્ટમનો સમાવેશ થાય છે.
નવા રોડમેપ હેઠળ, Jeep® પ્રીમિયમ SUV ક્ષેત્રમાં સ્ટેલાન્ટિસની સ્થિતિને મજબૂત બનાવશે, નવી પ્રોડક્ટ્સ અને અદ્યતન પાવરટ્રેન વિકલ્પો સાથે બહુવિધ સેગમેન્ટમાં તેની ભાગીદારીનો વિસ્તાર કરશે, જ્યારે ક્ષમતા, પ્રામાણિકતા અને વિશિષ્ટ SUV ડિઝાઇનના તેના મુખ્ય ઓળખપત્રો પર નિર્માણ કરશે. સિટ્રોએન ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ સુલભ, વિભિન્ન ઉત્પાદનો દ્વારા મુખ્ય પ્રવાહ અને ઉચ્ચ-વોલ્યુમ સેગમેન્ટમાં વ્યાપક ભાગીદારી ચલાવશે, જેમાં આરામ, ડિઝાઇન અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે બ્રાન્ડને નોંધપાત્ર રીતે મોટા ગ્રાહક આધાર સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે.
ભારતનું મોબિલિટી સંક્રમણ બહુવિધ તકનિકો દ્વારા આકાર પામશે તે ઓળખીનેભાવિ પોર્ટફોલિયો કાર્યક્ષમ આંતરિક કમ્બશન એન્જિન, હાઇબ્રિડ, પ્લગ-ઇન હાઇબ્રિડ (PHEV) અને બેટરી-ઇલેક્ટ્રિક(BEV) ટેકનોલોજીને આવરી લેતી બહુ-ઊર્જા વ્યૂહરચનાને અનુસરશે, જે સ્ટેલાન્ટિસની વૈશ્વિક ક્ષમતાઓથી પ્રેરિત છે. પાવરટ્રેન પસંદગીઓ ગ્રાહક જરૂરિયાતો, પોષણક્ષમતા, નિયમન, માળખાગત સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયારી અને વ્યક્તિગત સેગમેન્ટ અર્થશાસ્ત્રનો સમાવેસ થાય છે, જે યોગ્ય ગ્રાહક અને ઉપયોગના કેસ માટે યોગ્ય ટેકનોલોજી સુનિશ્ચિત કરશે.
વધુ ગ્રાહકોની પહોંચ અને માલિકીનો વિશ્વાસ વધુ સારી રીતે પ્રાપ્ત થશે. સ્ટેલાન્ટિસ તેના સંયુક્ત જીપ અને સિટ્રોએન નેટવર્કને વધારવાનું ચાલુ રાખશે, જેમાં વેચાણ પહોંચ, સેવા ક્ષમતા, પાર્ટસની ઉપલબ્ધતા અને માલિકી અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સ્ટેલાન્ટિસ બ્રાન્ડ હાઉસ ફોર્મેટ વેપારી રીતે શક્ય હોય ત્યાં ઉચ્ચ-તકની ટાયર-2 અને ટાયર-3/4 બજારોમાં વિસ્તરણને સમર્થન આપશે.
સ્થાનિકીકરણ વ્યૂહરચનાનું કેન્દ્ર રહેશે, ભવિષ્યના ઉત્પાદનો વેપારી અને તકનિકી રીતે શક્ય હોય ત્યાં ભારતની ઔદ્યોગિક, એન્જિનિયરિંગ અને સપ્લાયર ઇકોસિસ્ટમનો લાભ લેશે. સ્ટેલાન્ટિસ બંને બ્રાન્ડ્સમાં 90%ના સ્થાનિકીકરણ સ્તરને લક્ષ્ય બનાવી રહી છે, જ્યારે જૂથના વૈશ્વિક સોર્સિંગમાં ભારતના યોગદાનને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે.
ભારત જૂથ માટે નિકાસ આધાર તરીકે પણ મોટી ભૂમિકા ભજવશે. સ્ટેલાન્ટિસ હાલમાં ભારતમાંથી ~50 દેશોમાં નિકાસ કરે છેઅને તેના હોસુર એકમમાં ઉત્પાદિત લગભગ 95% એન્જિન અને ગિયરબોક્સ નિકાસ કરવામાં આવે છે. ફાસ્ટલેન 2030 હેઠળભારત દ્વારા વિકસિત વાહનોનું નિકાસ ગ્રુપની એશિયા-પેસિફિક વ્યૂહરચના હેઠળ આયોજન કરવામાં આવ્યું છે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સેવા આપશે.
આગામી તબક્કાનો ઉદ્દેશ સ્પષ્ટ છે: વધુ સેગમેન્ટ્સ, વધુ ગ્રાહકો અને વધુ પાવરટ્રેન પસંદગીઓ, જેમાં સમગ્ર ભારતમાં જીપ અને સિટ્રોએનની હાજરી વધી રહી છે. વ્યક્તિગત ઉત્પાદનો, પાવરટ્રેન અને અનુગામી લોન્ચ સમયરેખાઓ તેમના સંબંધિત બજાર પરિચયની નજીક જાહેર કરવામાં આવશે.
== સમાપ્ત ==
