Truth of Bharat
ઇલેક્ટ્રોનિકગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

POVA ત્યોહાર આ તહેવારોની સિઝનમાં ગ્રાહકો માટે આકર્ષક ઇનામો લઈને આવ્યું છે

POVA ત્યોહાર 11 ઑક્ટોબરથી 14 નવેમ્બર સુધી ચાલશે જેમાં ગ્રાહકોને ફોર-વ્હીલર, મોટરસાઇકલ, ઇલેક્ટ્રિક સ્કૂટર, ગોલ્ડ વાઉચર્સ સહિત અનેક આકર્ષક ઇનામો જીતવાની તક મળશે.

નવી દિલ્હી | ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ | આ તહેવારોની સિઝનમાં નવો POVA સ્માર્ટફોન ખરીદવાથી ગ્રાહકોને માત્ર સ્માર્ટફોન જ નહીં, પરંતુ ઘણું બધું મેળવવાની તક મળશે. 11 ઑક્ટોબરથી 14 નવેમ્બર, 2026 સુધી ચાલનારા POVA ત્યોહાર અંતર્ગત, રિટેલ આઉટલેટ પરથી કોઈપણ POVA સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકો ફેસ્ટિવ લકી ડ્રોમાં ભાગ લઈ શકશે. આ ડ્રો દ્વારા ગ્રાહકોને ફોર-વ્હીલર, મોટરસાઇકલ, ઇલેક્ટ્રિક સ્કૂટર, ગોલ્ડ વાઉચર્સ અને ચાંદી સહિતનાં આકર્ષક ઇનામો જીતવાની તક મળશે.

આમાં ભાગ લેવાની પ્રક્રિયા પણ એકદમ સરળ છે. ગ્રાહકોએ અભિયાનના સમયગાળા દરમિયાન રિટેલ આઉટલેટ પરથી કોઈપણ POVA સ્માર્ટફોન ખરીદવાનો રહેશે, ત્યારબાદ અભિયાનનો QR કોડ સ્કેન કરીને પોતાનું નામ, ફોન નંબર અને IMEI નંબર ભરીને વિગતો સબમિટ કરવાની રહેશે. વિગતો સબમિટ કર્યા બાદ ગ્રાહકો 21 ઑક્ટોબર, 1 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ યોજાનારા મેગા ડ્રો સહિતના લકી ડ્રોમાં ભાગ લેવા માટે પાત્ર બનશે. 

ત્રણ ડ્રો, ઘણી બધી આકર્ષક તકો.!

આ અભિયાનની સૌથી મોટી આકર્ષણરૂપ ક્ષણ 15 નવેમ્બરના રોજ યોજાનારા મેગા ડ્રો દરમિયાન આવશે, જેમાં એક ભાગ્યશાળી વિજેતા ફોર-વ્હીલર કાર (એક્સ-શોરૂમ કિંમત મુજબ) જીતવાની તક મળશે.

આ ઉપરાંત, મેગા ડ્રો પહેલાં પણ ગ્રાહકોને અનેક આકર્ષક ઇનામો જીતવાની તક મળશે. ત્રણ વિજેતાઓને મોટરસાઇકલ (એક્સ-શોરૂમ કિંમત મુજબ) આપવામાં આવશે, જેમાં પ્રત્યેક ડ્રોમાં એક વિજેતાની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત, પાંચ વિજેતાઓ ઇલેક્ટ્રિક સ્કૂટર જીતશે, જેમાં પ્રથમ ડ્રોમાં બે, બીજા ડ્રોમાં એક અને મેગા ડ્રોમાં બે વિજેતાઓને ઇલેક્ટ્રિક સ્કૂટર આપવામાં આવશે.

તહેવારોની ચમકને વધુ વધારતાં, ત્રણેય ડ્રો દરમિયાન અગ્રણી જ્વેલરી બ્રાન્ડના કુલ 40 ગોલ્ડ વાઉચર્સ જીતવાની તક મળશે. જેમાં ₹1 લાખની કિંમતના 5 વાઉચર્સ, ₹50,000ની કિંમતના 15 વાઉચર્સ અને ₹25,000ની કિંમતના 20 વાઉચર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વધુ ત્રણ વિજેતાઓને પ્રત્યેકને 1 કિલો ચાંદી આપવામાં આવશે, જેમાં દરેક ડ્રોમાં એક વિજેતાની પસંદગી કરવામાં આવશે.

POVA ત્યોહાર સાથે, આ તહેવારોની સિઝનમાં સ્માર્ટફોન અપગ્રેડ કરવાની સાથે કંઈક વિશેષ મેળવવાની તક પણ મળશે. તમારો મનપસંદ POVA સ્માર્ટફોન ખરીદો, QR કોડ સ્કેન કરો અને લકી ડ્રોમાં ભાગ લો. કદાચ આ વખતે તમારો સ્માર્ટફોન અપગ્રેડ તમારી સવારીને પણ અપગ્રેડ કરવાની તક લઈને આવે!

== સમાપ્ત ==

Related posts

હર્બલાઇફ ઇન્ડિયાએ IIT મદ્રાસ સાથે સહયોગ કરીને પ્લાન્ટ સેલ ફરમેન્ટેશન ટેકનોલોજી લેબ લોન્ચ કરી

truthofbharat

સેમસંગ દ્વારા ઓડિસ્સી ગેમિંગ મોનિટર્સ રજૂઃ ભારતમાં પ્રથમ ગ્લાસીસ- ફ્રી 3D અને 4K 240Hz OLED

truthofbharat

OPPO ઈન્ડિયાએ રજૂ કરી Reno16 સિરીઝ: AI Portrait Camera અને AI Remix Collage સાથે ક્રિએટિવ ફોટોગ્રાફી હવે વધુ શાનદાર

truthofbharat

Leave a Comment