Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ગાંધીનગર ખાતે તારીખ ૨૬/૧૧/૨૦૨૬ ના રોજ ભારત ના પહેલા સ્પોર્ટ્સ બિજનેસ એક્સચેન્જ – SportsDAQ નું આયોજન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું

ગાંધીનગર, ગુજરાત | ૨૭મી નવેમ્બર ૨૦૨૬ | આ ત્રણ દિવસીય કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગાંધીનગરના યુવા મેયર શ્રી રૂપસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું, સ્પોર્ટ્સડેકનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યવસાયની નવી તકો, ટેક્નોલોજીનો ઉપયોગ, રોકાણ, નવીનતા, અને માહિતી આપ-લે કરવાનો છે, આ પહેલ ગુજરાતની સ્પોર્ટ્સ ઇકોનોમી વિકાસને વધારવા તેમજ ભારતને વૈશ્વિક રમત ગમત ક્ષેત્રે એક અગ્રણી શક્તિ બનાવવાના વિઝનને સાકાર કરવા માટે કરવામાં આવી છે.

આ કોન્ફેક્સપો માં ૫૦થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કોર્પોરેટ જેવી કે માઈક્રોસોફ્ટ, રિલાયંસ, ગ્રુપ એમ, આઈએમએજી માંથી વક્તાઓ આવેલ છે જેઓ સ્પોર્ટ્સ ઇનફ્રાસ્ટ્રક્ચર, વૈશ્વિક કક્ષાનું નેટવર્ક અને સ્પોર્ટ્સ ટેકનોલોજી વિશે ચર્ચા કરશે. જાણીતા સ્પોર્ટ્સ પર્સનાલિટી જેવા કે ગગન નારંગ, મહેશ ભૂપતિ, અને પુલેલા ગોપીચંદ જેવા મહાનુભાવો પણ છે કે જેઓ સ્પોર્ટ્સ એકસેલેન્સ તથા AI સંચાલિત એથ્લેટ જેવા વિષય પર ચર્ચા કરશે. એક્ઝિબિશનમાં ૫૦થી પણ વધારે ઉદ્યોગ સાહસિકો તથા સ્પોર્ટ્સ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સએ ભાગ લીધો છે!

== સમાપ્ત ==

Related posts

બીડબ્લ્યૂએફ વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ 2025: ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો, ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાને હરાવી પ્રથમ મિશ્રિત ટીમ મેડલ નિશ્ચિત કર્યો

truthofbharat

ગોદરેજ પ્રોફેશનલે નવા સર્રીયલ કલેક્શન સાથે રાજકોટમાં 100થી વધુ હેરસ્ટાઇલિસ્ટ્સની કુશળતામાં વધારો કર્યો

truthofbharat

ISCL સીઝન 2 શરૂ: 32 ટીમો, 127 મેચ અને ભારતીય સોફ્ટબોલ ક્રિકેટ માટે એક મોટું વિઝન

truthofbharat

Leave a Comment