- IPO મંગળવાર, 1 ડિસેમ્બર, 2026ના રોજ ખુલશે અને ગુરુવાર, 3 ડિસેમ્બર, 2026ના રોજ બંધ થશે
- કુલ ઇશ્યૂ સાઇઝ (Rs.10ની ફેસ વેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરમાં) – 57,61,831 સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને 15,15,150 સુધીના ઇક્વિટી શેરની ઑફર ફોર સેલ
- પ્રતિ ઇક્વિટી શેર Rs.163–Rs.172નો પ્રાઇસ બેન્ડ નિર્ધારિત
- ફ્રેશ ઇશ્યૂ સાઇઝ – Rs. 99.10 કરોડ (અપર પ્રાઇસ બેન્ડ પર)
- OFS સાઇઝ – Rs. 26.06 કરોડ (અપર પ્રાઇસ બેન્ડ પર)
- કુલ સાઇઝ – Rs. 125.16 કરોડ (અપર પ્રાઇસ બેન્ડ પર)
- ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી રકમનો ઉપયોગ મધ્ય પ્રદેશના ભિંડ ખાતે ઉત્પાદન વિસ્તરણ તેમજ બાકી ઋણની ચુકવણી/પૂર્વચુકવણી માટે કરવામાં આવશે
- લોટ સાઇઝ – 87 ઇક્વિટી શેર
ઉદ્યોગમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતી ટાયર કમ્પોનન્ટ્સ અને રબર પ્રોડક્ટ્સની પ્રસ્થાપિત ઉત્પાદક કંપની માતંગી રબર લિમિટેડએ પ્રાઇસ બેન્ડ (Rs.163–Rs.172)ના ઉપલા સ્તરે Rs.125.16 કરોડના ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)ની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ મંગળવાર, 1 ડિસેમ્બર, 2026ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ગુરુવાર, 3 ડિસેમ્બર, 2026ના રોજ બંધ થશે. કંપનીના ઇક્વિટી શેરને BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.
2004માં સ્થપાયેલી માતંગી રબર ટાયર ઉત્પાદન ઉદ્યોગનાં આદરપાત્ર નામોમાંનું એક છે. બે દાયકાથી વધુના અનુભવ સાથે કંપનીએ જેકે ટાયર, એપોલો ટાયર્સ અને બિરલા ટાયર્સ સહિતના ગ્રાહકોનો નામાંકિત પોર્ટફોલિયો ઊભો કર્યો છે. ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતી આ કંપની ઉદ્યોગની કેટલીક અગ્રણી કંપનીઓ માટે ટિયર-1 સપ્લાયર તરીકે કાર્યરત છે. વિસ્તરણના આગામી તબક્કાને ટેકો આપવા માટે કંપનીએ પબ્લિક ઇશ્યૂ લાવવાનો નિર્ણય કર્યો છે. કંપની હવે સોલિડ ટાયર અને રબર રિસાયક્લિંગ ક્ષેત્રે પ્રવેશ કરી રહી છે. આ પહેલથી તેની ઉત્પાદન ક્ષમતાઓ વધુ મજબૂત બનશે, પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વૈવિધ્ય આવશે અને બિઝનેસ આગલા સ્તરે પહોંચશે તેવી અપેક્ષા છે.
માતંગી રબરે ટાયર ફ્લૅપ્સ, ટાયર ટ્યૂબ, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ટાયર તેમજ રબર કમ્પાઉન્ડ્સમાં તબક્કાવાર પોતાની ઉત્પાદન ક્ષમતાઓ વિકસાવી છે. વર્ષો દરમિયાન કંપનીએ પોતાની પ્રારંભિક ઉત્પાદન કામગીરીથી આગળ વધીને મલ્ટી-પ્રોડક્ટ બિઝનેસ તરીકે વિસ્તરણ કર્યું છે, જે કૉન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ, જોબ-વર્ક સેવાઓ અને પોતાની બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના વેચાણ દ્વારા ઑટોમોટિવ અને રબર પ્રોડક્ટ્સની વેલ્યૂ ચેઇનને સેવા આપે છે.
આજે માતંગી રબર ઉત્તરાખંડના સેલાકુઈ, મધ્ય પ્રદેશના ભિંડ અને તમિલનાડુના ગુમ્મીડીપૂંડી ખાતે પાંચ ઉત્પાદન એકમો ચલાવે છે. 13 રાજ્યોમાં ગ્રાહકોની હાજરી સાથે કંપનીએ પોતાના ઉત્પાદન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોડક્ટ પોર્ટફોલિયોના આધારે વૈવિધ્યસભર કાર્યકારી વ્યાપ ઊભો કર્યો છે.
પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવતાં કંપનીએ 16 ડિસેમ્બર, 2025ના રોજ પોતાના સેલાકુઈ એકમ ખાતે EMGEE બ્રાન્ડ હેઠળ પોતાની બ્રાન્ડની ટ્યૂબનું વાણિજ્યિક ઉત્પાદન શરૂ કર્યું હતું, જે રિપ્લેસમેન્ટ માર્કેટના ડિસ્ટ્રિબ્યૂટર્સની જરૂરિયાત પૂરી કરે છે. કંપનીએ ડિસેમ્બર 2025માં ભિંડ ખાતે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ટાયરનું વાણિજ્યિક ઉત્પાદન પણ શરૂ કર્યું હતું, જે તેની ઉત્પાદન કામગીરીમાં વૈવિધ્ય લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
IPO દ્વારા ક્ષમતા વિસ્તરણ અને પ્રોડક્ટ વૈવિધ્યકરણને મળશે ટેકો
ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી ચોખ્ખી રકમનો ઉપયોગ કેટલાંક બાકી ઋણની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી કે પૂર્વચુકવણી; મધ્ય પ્રદેશના ભિંડ ખાતે રબર રિસાયક્લિંગ પ્રોડક્ટ્સ માટે ગ્રીનફિલ્ડ ઉત્પાદન એકમ સ્થાપવા માટેના મૂડીખર્ચ; મધ્ય પ્રદેશના ભિંડ ખાતે સોલિડ ટાયર માટે ગ્રીનફિલ્ડ ઉત્પાદન એકમ સ્થાપવા માટેના મૂડીખર્ચ; તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.
આ સૂચિત રોકાણો દ્વારા કંપની વધારાના પ્રોડક્ટ સેગમેન્ટ્સમાં વિસ્તરણ કરવાનું, પોતાની ઉત્પાદન ક્ષમતાઓ મજબૂત બનાવવાનું અને વ્યાપક રબર વેલ્યૂ ચેઇનમાં પોતાની હાજરી વિસ્તારવાનું લક્ષ્ય ધરાવે છે.
ઇશ્યૂની ફાળવણીમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે 50%થી વધુ નહીં, નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે 15%થી ઓછો નહીં અને રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ માટે 35%થી ઓછો નહીં એટલો હિસ્સો સામેલ છે.
ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર સારથી કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે, જ્યારે રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે.
નાણાકીય કામગીરી
માતંગી રબર લિમિટેડે FY26માં Rs.12,975.96 લાખની કામગીરીમાંથી આવક નોંધાવી હતી, જ્યારે FY25માં આ આંકડો Rs.10,131.56 લાખ હતો. EBITDA Rs.3,506.32 લાખ રહ્યો હતો, જ્યારે કરવેરા પછીનો નફો (PAT) Rs.2,232.98 લાખ રહ્યો હતો. FY26માં કંપનીનું EBITDA માર્જિન 27.02% અને PAT માર્જિન 16.89% રહ્યું હતું.
30 જૂન, 2026ના રોજ પૂરા થયેલા ત્રણ મહિના (3M FY27) દરમિયાન કંપનીએ Rs.4,773.88 લાખની કામગીરીમાંથી આવક, Rs.1,070.84 લાખનો EBITDA અને Rs.641.66 લાખનો PAT નોંધાવ્યો હતો.
નેતૃત્વનું નિવેદન
IPO અંગે પ્રતિક્રિયા આપતાં માતંગી રબર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મોહિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, “2004માં અમારી સ્થાપના બાદથી અમે સતત અમારી ઉત્પાદન ક્ષમતાઓ વિકસાવી છે અને ટાયર ફ્લૅપ્સ, ટ્યૂબ, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ટાયર તેમજ રબર કમ્પાઉન્ડ્સમાં અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવ્યા છીએ. 2007થી જેકે ટાયર સાથેનું અમારું લાંબા ગાળાનું જોડાણ આ સફરનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે.
ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ટાયરના ઉત્પાદનનો પ્રારંભ તેમજ અમારી પોતાની ટ્યૂબ બ્રાન્ડ EMGEEની રજૂઆત અમારા બિઝનેસના વિસ્તરણ પરના અમારા સતત ફોકસને દર્શાવે છે. સોલિડ ટાયર અને રબર રિસાયક્લિંગમાં સૂચિત રોકાણો અમારા ઉત્પાદન પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવશે અને વધારાના પ્રોડક્ટ સેગમેન્ટ્સમાં તકોના દ્વાર ખોલશે. વધુ મોટા સ્તર, ટાયર અને રબર ઉદ્યોગોને સેવાઓની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડવા તેમજ ટેક્નોલોજી આધારિત લાંબા ગાળાની વૃદ્ધિ તરફની અમારી સફરમાં અમે આ IPOને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનીએ છીએ.”
== સમાપ્ત ==
