Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

DAB Pumps દ્વારા ભારતમાં સ્માર્ટ EsyBox બૂસ્ટર પંપ સિરીઝનું અનાવરણ

— નવી પંપ સિરીઝમાં ઇન્વર્ટર ટેક્નોલોજી, કનેક્ટેડ મોનિટરિંગ સિસ્ટમ અને ઊર્જાની બચત સાથે પાણીના દબાણનું કાર્યક્ષમ સંચાલન કરવાની સુવિધા ઉપલબ્ધ છે, જે રહેણાક તેમજ વ્યાપારી ઉપયોગ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

અમદાવાદ, ગુજરાત | ૨૪ નવેમ્બર ૨૦૨૬ | વોટર હેન્ડલિંગ અને પમ્પિંગ સિસ્ટમ્સના વૈશ્વિક ઉત્પાદક DAB Pumps દ્વારા ભારતમાં તેની સ્માર્ટ ઇલેક્ટ્રોનિક પ્રેશર બૂસ્ટર પંપની EsyBox સિરીઝનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ લોન્ચિંગ નિમિત્તે અમદાવાદમાં કંપનીના અધિકૃત ડિસ્ટ્રિબ્યુટર Hydrovision Pumpsના સહયોગથી વિશેષ પ્રોડક્ટ શોકેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રહેણાક, વ્યાપારી અને ઔદ્યોગિક ઉપયોગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી EsyBox સિરીઝમાં વેરિએબલ ફ્રિક્વન્સી ડ્રાઇવ (VFD) ઇન્વર્ટર ટેક્નોલોજી, એક્સપાન્શન ટાંકી, સેન્સર્સ અને વાયરલેસ કનેક્ટિવિટી જેવી સુવિધાઓને એક કોમ્પેક્ટ અને ઇન્સ્ટોલેશન માટે તૈયાર સિસ્ટમમાં સંકલિત કરવામાં આવી છે. આ સિસ્ટમ પાણીની વાસ્તવિક સમયની જરૂરિયાત અનુસાર મોટરની ગતિને આપમેળે નિયંત્રિત કરે છે. પરિણામે પાણીનું દબાણ સતત જળવાઈ રહે છે, વીજળીનો વપરાશ ઘટે છે અને વોટર હેમર જેવી સમસ્યાઓથી પણ બચી શકાય છે.

લોન્ચિંગ પ્રસંગે DAB Pumpsના હેડ – ઇન્ડિયા ઓપરેશન્સ સતીષ કસ્તુર્કરે જણાવ્યું હતું કે, “ભારતીય ગ્રાહકો માટે એવી ટેક્નોલોજી લાવવાનો અમારો ઉદ્દેશ છે, જે શ્રેષ્ઠ કામગીરી, ઊર્જા કાર્યક્ષમતા અને સરળ ઉપયોગનો સમન્વય કરે. EsyBox સિરીઝ આ અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે. તેની સંકલિત ટેક્નોલોજી ઇન્સ્ટોલેશન અને સંચાલનને સરળ બનાવવાની સાથે પાણીનું દબાણ સતત જાળવી રાખે છે. રહેણાક અને વ્યાપારી ક્ષેત્રોમાં આવી સ્માર્ટ પમ્પિંગ સિસ્ટમ્સની નોંધપાત્ર સંભાવનાઓ અમે જોઈ રહ્યા છીએ. ગુજરાતમાં અમારી હાજરી વધુ મજબૂત બનાવવા Hydrovision Pumps સાથેની ભાગીદારી મહત્ત્વપૂર્ણ છે. અમે ટેક્નિકલ સહાય, તાલીમ અને બજાર વિકાસના માધ્યમથી અમારા ચેનલ પાર્ટનર્સને સતત સહયોગ આપતા રહીશું.”

આ નવી પંપ સિરીઝ એપાર્ટમેન્ટ્સ, સ્વતંત્ર મકાનો, વિલાસ, હોટેલ્સ, હોસ્પિટલો અને વિવિધ વ્યાપારી સંસ્થાઓમાં વિશ્વસનીય તથા કાર્યક્ષમ વોટર પ્રેશર મેનેજમેન્ટની વધતી જતી માંગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. તેની કોમ્પેક્ટ ડિઝાઇન પરંપરાગત બૂસ્ટર પંપ સિસ્ટમ્સનો એક ઉત્તમ વિકલ્પ પૂરો પાડે છે, જેમાં સામાન્ય રીતે અનેક અલગ-અલગ ઘટકોની જરૂર પડે છે અને વધુ જગ્યા રોકાય છે.

Hydrovision Pumps Pvt. Ltd.ના ડિરેક્ટર જિગ્નેશ શાહે જણાવ્યું હતું કે, “DABએ વર્ષ 2025માં ઇટાલિયન ટેક્નોલોજી, નવીનતા અને વિશ્વસનીય પમ્પિંગ સોલ્યુશન્સ ભારતીય બજારમાં લાવવાના વિઝન સાથે ભારતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી કંપનીએ તમિલનાડુ, બેંગલુરુ, તેલંગાણા અને દિલ્હી-NCRમાં પોતાની હાજરી સ્થાપિત કરી છે અને હવે ગુજરાતમાં પણ વિસ્તરણ કરી રહી છે. આ પ્રગતિ ગ્રાહકો અને ચેનલ પાર્ટનર્સનો કંપની પ્રત્યે વધતો વિશ્વાસ દર્શાવે છે. EsyBox આ સફરનું મુખ્ય કેન્દ્ર છે. તેની ઇન્ટેલિજન્ટ ટેક્નોલોજી, વેરિએબલ-સ્પીડ કંટ્રોલ અને કોમ્પેક્ટ ડિઝાઇન આધુનિક રહેણાક તથા વ્યાપારી ઇમારતો માટે એક વિશિષ્ટ સોલ્યુશન પૂરું પાડે છે.”

ટેક્નોલોજી અંગે સમજાવતાં DAB Pumpsના ટ્રેનર એન્જિનિયર આલ્બર્ટો સાર્તોરાટોએ જણાવ્યું હતું કે, “EsyBoxમાં પંપ, ઇન્વર્ટર, એક્સપાન્શન ટાંકી અને ઇલેક્ટ્રોનિક કંટ્રોલ્સને એક જ સંકલિત સિસ્ટમમાં જોડવામાં આવ્યાં છે. વેરિએબલ-સ્પીડ ટેક્નોલોજી પાણીની માંગમાં થતા ફેરફારો અનુસાર કામગીરી કરે છે, જેના કારણે પાણીનું દબાણ સતત જળવાઈ રહે છે અને ઊર્જાનો વપરાશ પણ કાર્યક્ષમ બને છે. તેની કનેક્ટેડ સુવિધાઓના માધ્યમથી વપરાશકર્તાઓ સિસ્ટમની કામગીરીનું મોનિટરિંગ કરી શકે છે તેમજ ડાયગ્નોસ્ટિક માહિતી મેળવી શકે છે. આથી સિસ્ટમનું સંચાલન અને વ્યવસ્થાપન વધુ સરળ બને છે.”

આ સિરીઝમાં બિલ્ટ-ઇન Wi-Fi અને Bluetooth કનેક્ટિવિટી આપવામાં આવી છે. DABના કનેક્ટેડ એપ્લિકેશન ઇકોસિસ્ટમ દ્વારા વપરાશકર્તાઓ રિમોટ મોનિટરિંગ, ડાયગ્નોસ્ટિક્સ અને કામગીરી સંબંધિત એલર્ટ મેળવી શકે છે. આ ઉપરાંત, વોટર-કૂલ્ડ મોટર્સ અને સાઉન્ડ-ડેમ્પનિંગ એન્ક્લોઝર્સને કારણે પંપનું સંચાલન ઓછા અવાજ સાથે થાય છે, જે તેને ઘરની અંદર ઇન્સ્ટોલ કરવા માટે પણ યોગ્ય બનાવે છે.

આ પ્રોડક્ટ રેન્જમાં કોમ્પેક્ટ ઘરેલું ઉપયોગ માટે EsyBox Pop અને EsyBox Mini, મકાનો અને વિલાસ માટે EsyBox, પાણીમાં ડૂબાડીને તથા સિસ્ટર્નમાં ઇન્સ્ટોલેશન માટે EsyBox Diver અને મોટા રહેણાક સંકુલો, હોટેલ્સ તથા વ્યાપારી ઇમારતો માટે EsyBox Maxનો સમાવેશ થાય છે. આ યુનિટ્સને વર્ટિકલ, હોરિઝોન્ટલ અને વોલ-માઉન્ટેડ એમ વિવિધ રીતે ઇન્સ્ટોલ કરી શકાય છે. જ્યારે વધુ પાણીની માંગ ધરાવતી જગ્યાઓ માટે મલ્ટી-પંપ કન્ફિગરેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે.

DAB Pumps 120થી વધુ દેશોમાં કાર્યરત છે અને ઇટાલી, હંગેરી તથા ચીનમાં તેની ઉત્પાદન સુવિધાઓ આવેલી છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં રહેણાક, વ્યાપારી, ઔદ્યોગિક, કૃષિ અને વેસ્ટવોટર ક્ષેત્રો માટે વિવિધ પમ્પિંગ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત Euroswim, Jet અને Feka જેવી પ્રોડક્ટ્સ પણ કંપનીના પોર્ટફોલિયોમાં સામેલ છે.

પ્રોડક્ટની વધુ વિગતો અને ટેક્નિકલ સ્પેસિફિકેશન માટે DAB EsyBox Line અથવા DAB Pumpsની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

=== === === === === ===

Related posts

હિમાચલ પ્રદેશ અને તેલંગણાની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને ૧૨ લાખથી વધુ રુપિયાની સહાય

truthofbharat

રેંટિયો તુવેરદાળની 90 વર્ષની સફળ યાત્રાની ભવ્ય ઉજવણી

truthofbharat

બીએનઆઈ અમદાવાદ સિમ્પોઝિયમ 2026ની મજબૂત ઉદ્યોગ ભાગીદારી અને નેટવર્કિંગ સાથે શરૂઆત થઈ

truthofbharat

Leave a Comment