Truth of Bharat
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

સેવા અને સહકારના સંકલ્પ સાથે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટનું દિવાળી સ્નેહમિલન યોજાયું

અમદાવાદ, ગુજરાત | ૨૩ નવેમ્બર ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા દિવાળી સ્નેહમિલન તથા ગવર્નર ઓફિશિયલ વિઝીટનુ હોટલ ધ ગ્રાન્ડ પ્રગતિ ખાતે આયોજન કરવામાં આવેલું. સૌપ્રથમ ડિસ્ટ્રીક ગવર્નર નૈમિષ રવાણીએ પ્રેસિડેન્ટ નિરવ જોશી તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી. આ દરમિયાન રોટરી વર્ષ 2026-27 માં ક્લબ દ્વારા કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓ તથા વિવિધ સભ્યો દ્વારા આપવામાં આવેલા અનુદાનની માહિતી ગવર્નર શ્રી ને આપવામાં આવી. ક્લબની લીડરશીપ ટીમ સાથે મુલાકાત બાદ મુખ્ય કાર્યક્રમનો આરંભ થયો જેમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના સભ્યો સહ પરિવાર હાજર રહ્યા હતા.

ક્લબ પ્રેસિડેન્ટ રોટેરિયન નીરવ જોશીએ ગવર્નર, આસિસ્ટન્ટ ગવર્નર તથા દરેક સભ્યોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંસ્થાના સેક્રેટરી રોટેરીયન પ્રણવ શાહે તમામ સભ્યોને વર્ષ દરમિયાન થયેલી સેવાકીય પ્રવૃત્તિઓથી અવગત કરાવ્યા હતા. આસિસ્ટન્ટ ગવર્નર રોટેરીયન જતિન્દર કૌર ભલ્લા એ ક્લબની કામગીરીને બિરદાવી હતી તથા ભવિષ્યમાં પણ લોક સેવાના કાર્યો ખૂબ સારી રીતે થઈ શકે તે માટે શુભેચ્છાઓ આપી હતી.

પ્રાસંગિક ઉદબોધન દરમિયાન ડીસ્ટ્રીક ગવર્નર રોટેરિયન નૈમિષ રવાણીએ રોટરી ફાઉન્ડેશન કેવી રીતે કામ કરે છે અને શા માટે રોટરીમાં આપેલું અનુદાન મૂલ્યવાન છે તે અંગે સમજણ આપી હતી. સાથે સાથે ક્લબના સભ્યોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય તે પ્રકારના પ્રોજેક્ટ કરવા માટે પ્રેરણા આપી હતી. દિવાળી સ્નેહ મિલનના ભાગરૂપે ક્લબના સભ્યો માટે હાઉસીની રમતનું પણ આયોજન કરવામાં આવેલું હતું જેનું ખૂબ જ સુંદર સંચાલન શ્રીમતી રાધિકા પચીસીયાએ કરેલું. હસ્તરેખાઓ અને કુંડળી આધારિત આ હાઉસીની રમત લોકોએ ખૂબ સારી રીતે માણી અને ક્લબ દ્વારા વિજેતાઓને રોકડ પુરસ્કાર  પણ આપવામાં આવેલો.સેવા અને સહકારના સંકલ્પ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.

== સમાપ્ત ==

Related posts

ટાટા મોટર્સએ તદ્દન નવી વિંગર પ્લસ લોન્ચ કરી, પ્રિમીયમ પેસેન્જર મોબિલીટીમાં નવો માપદંડ સ્થાપિત કરે છે

truthofbharat

એમેઝોને તેની અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી સેવા ‘એમેઝોન નાઉ’નો સમગ્ર અમદાવાદમાં વિસ્તાર કર્યો

truthofbharat

ફળિયુ ફરી એકવાર – પ્રિમિયમ નવરાત્રિ અને પ્રિમિયમ મંડળી ગરબા

truthofbharat

Leave a Comment