28 ડિસેમ્બર 2025, રવિવારના રોજ શ્રીજીધામ સાઇન્સ સિટી મંદિરે ભવ્ય જ્ઞાનસભાનું આયોજન
ગુજરાત, અમદાવાદ | ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ — શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર શિક્ષાપત્રી ગ્રંથને 23 જાન્યુઆરી 2025ના રોજ 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે, સાલ હોસ્પિટલ તથા શ્રીજીધામ – શ્રી સ્વામિનારાયણ મંદિર સાઇન્સ સિટીના સહયોગથી વિવિધ આરોગ્યલક્ષી તથા આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તારીખ 28 ડિસેમ્બર 2025, રવિવારના રોજ શ્રીજીધામ સાઇન્સ સિટી મંદિરે ભવ્ય જ્ઞાનસભાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત તારીખ 28 ડિસેમ્બર રવિવારના રોજ નિઃશુલ્ક તપાસ પણ નાગરિકો કરાવી શકશે જેનો સમય સાંજે 4:00 થી 9:00 વાગ્યા સુધી રહેશે.
આ જ્ઞાનસભામાં શિક્ષાપત્રી ગ્રંથના આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક મહત્વ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. જ્ઞાનસભાના અધ્યક્ષપદે શાસ્ત્રી શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી ઉપસ્થિત રહેશે. જ્યારે વિશેષ પ્રવચન માટે શાસ્ત્રી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી તથા શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ઉપસ્થિત રહેશે. આ દરમિયાન આ મહાનુભાવો શિક્ષાપત્રી ગ્રંથ જીવનને સુમાર્ગે લઈ જનાર શાસ્ત્ર તરીકે કેવી રીતે માર્ગદર્શક બને છે તે અંગે માર્ગદર્શન આપશે.
આ કાર્યક્રમ સાથે સાથે એક માસ સુધી નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા નિદાન-સારવાર, નિઃશુલ્ક બ્લડ ટેસ્ટ, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે વિશેષ તપાસ, તેમજ આરોગ્યલક્ષી વિષયો પર વ્યાખ્યાન અને પરિસંવાદનો સહિતના વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
એટલું જ નહીં આ ઉપરાંત સાલ હોસ્પિટલ સાઇન્સ સિટીની નિષ્ણાત તબીબી ટીમ (ફિઝિશિયન, ગાયનેક, સર્જન વગેરે) દ્વારા નિઃશુલ્ક નિદાન અને સારવારની સેવાઓ પણ આપવામાં આવશે. આ સેવાઓનો લાભ મોટી સંખ્યામાં નાગરિકોને લેશે.
====♦♦♦♦====
