Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દિલ્હી રેલ્વે સ્ટેશન પર માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ગુજરાત, અમદાવાદ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: રાજધાની દિલ્હીથી દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. ગઈકાલે શનિવારે રાત્રે દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 13 14 15 પર કુંભમાં જવા માટે બહુ જ મોટી સંખ્યામાં મુસાફરો હોવાને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને ભાગદોડમચી જવા પામી હતી. જેમાં પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર 18લોકોનાકચડાઈ જવાને કારણે કરુણ મૃત્યુ  થયા છે. આ આઘાતજનક ઘટનામાં માર્યા ગયા છે તેમાં ૧૪ બહેનો તેમજ ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.

પૂજ્ય બાપુની રામકથાકચ્છનાકોટેશ્વર મહાદેવ ખાતે ચાલી રહી છે ત્યારે તેમણે કોટેશ્વરનીવ્યાસપીઠેથી ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોનાપરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા બે લાખ સીતેર હજારની સાંતવના રાશી અર્પણ કરી છે. આ વિતજા સેવા કથાનામનોરથી શ્રી પ્રવીણભાઈ તન્ના દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

કથાના પંડાલમાં અચલ ચરિત્ર શરૂ થાય ત્યારે બધું શાંત થઈ જાય છે,કારણ કે આ રઘુવંશનું ચરિત્ર છે.

truthofbharat

મલેશિયા એરલાઇન્સે નવા ડોમેસ્ટિક અને પ્રાદેશિક સ્થળો સાથે બોનસ સાઇડ ટ્રીપ પ્રોગ્રામનો વિસ્તાર કર્યો

truthofbharat

વન મેન કોન્સર્ટમાં સ્ટેજ પરથી ઓડિયન્સને મલ્ટિ લેયર્ડ મ્યુઝિકનો અનુભવ અપાયો

truthofbharat