ભારતીય સૈન્ય સાથે ભાગીદારીમાં હાથ ધરાયેલી 1,900 કિ.મી.ની યાત્રા કારગિલના શહીદોને વારસાને સન્માન કરે છે તથા સેવા અને બલિદાનની ભાવના સાથે નાગરિકોને જોડે છે.
દ્રાસ | ૨૬મી જુલાઈ ૨૦૨૬ | ભારતીય સૈન્ય સાથે સહકારમાં ઉજવવામાં આવેલો જાવા યેઝદી મોટરસાઇકલ શૌર્ય વિજય દિવસ 1,900 કિ.મી.ની સફર પૂર્ણ કરીને કારગિલ વિજય દિવસના રોજ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે સંપન્ન થયો હતો. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતેથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સેવારત અને નિવૃત્ત જવાનો, વીર નારીઓ, શહીદોના પરિવારજનો અને નાગરિક બાઇકસવારોને એક-બીજા સાથે જોડતું આ અભિયાન 1999ના કારગિલ યુદ્ધના નાયકોના શૌર્ય, સમર્પણ અને સર્વોચ્ચ બલિદાનને બિરદાવે છે.
આ અભિયાનની અત્યંત મહત્ત્વપૂર્ણ ક્ષણ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી કારગિલ યુદ્ધ સ્માર્ક સુધી બલિદાનની ભૂમિના ઔપચારિક પરિવહનનો હેતુ સાંકેતિક રીતે ભારતીય સૈનિકોની પેઢીઓને એક-બીજા સાથે જોડવાની હતી, જેમની અટલ કટિબદ્ધતા રાષ્ટ્રની સ્વતંત્રતાને અવિરત સુરક્ષિત રાખે છે.
હિમાચલ પ્રદેશ અને લદ્દાખના કઠોર ભૂક્ષેત્રમાંથી પ્રવાસ કરીને આ અભિયાનમાં ભાગ લેનારા સહભાગીઓ દ્રાસ પહોંચતા પહેલા ચાંદિમંદિર, રેઝાંગ લા અને લેહ યુદ્ધ સ્માર્ક સહિત મહત્ત્વપૂર્ણ સૈન્ય સ્થાનો પર શહીદોના સ્માર્ક પર શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. આ સફર માત્ર સ્મારકોની મુલાકાત પુરતી સિમિત ન રહેતા ભારતીય સશસ્ત્ર દળો અને તેમની સાથે જોડાયેલા મૂલ્યોના વારસાને સ્મરણ કરવાનો અવસર બની રહી હતી.
2021માં પોતાના પ્રારંભથી જાવા યેઝદી મોટરસાઇકલ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી આ સફરે ભારતના સૈનિકોની શૌર્યગાથાઓને માત્ર સૈન્ય વર્તુળો પૂરતી સીમિત ન રાખીને લોકોના ઘરે ઘરે પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. રાઇડિંગ કમ્યુનિટી, સેવારત સૈનિકો, નિવૃત્ત સૈનિકો, વીર નારીઓ અને શહીદોના પરિવારોને એક મંચ પર એકત્રિત કરતી આ પહેલ ભવિષ્યની પેઢી માટે સાહસ, ફરજ અને નિઃસ્વાર્થ સેવાની ભાવના જાળવી રાખવા માટે સમર્પિત વિશિષ્ટ નાગરિક-સૈન્ય અભિયાન સ્વરૂપે ઉભરી આવી હતી.
ચાલુ વર્ષે આ અભિયાનનું સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, નિવૃત્ત સૈનિકો અને આમંત્રિત મહેમાનો કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરીને પહેલના મહત્ત્વ અને લોક સ્મૃતીમાં તેમની ભૂમિકાના મહત્ત્વને રેખાંકિત કરી હતી.
આ અભિયાનના કાફલામાં જાવા 350, જાવા 42, જાવા 42 FJ, યેઝદી એડ્વેન્ચર અને યેઝદી સ્ક્રેમ્બ્લરના કાફલા સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું. ઊચ્ચ અક્ષાંશ સ્થાનો તેમજ પડકારજનક પર્વતીય રસ્તાઓ તથા ભારતના સૌથી શાનદાર સૈનિક સ્મારકો ખાતેથી પસાર થઈને આ મોટરસાઇકલ સવારોએ સમગ્ર પ્રસંગને અનુરૂપ સાહસપૂર્ણ સફર હાથ ધરી હતી.
ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થારેજાએ જણાવ્યું હતું કેઃ “શૌર્ય વિજય યાત્રા તે સુનિશ્ચિત કરવાની રીત છે કે ભારતના શૂરવીર જવાનોની અમર ગાથાઓ ભવિષ્યની પેઢીને પ્રેરિત કરવાનું ચાલુ રાખે. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી લઇને દ્રાસ સુધી, આ સફરનું દરેક કિલોમીટર તેવા શૂરવીરોને સમર્પિત હતું જેમણે રાષ્ટ્ર માટે પોતાના સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. ભારતીય સૈન્ય અને વિશાળ રાઇડિંગ કમ્યુનિટીની સાથે મળીને અમે ભારતના અમર જવાનોને શ્રદ્ધાંજલી આપીને ગર્વની લાગણી અનુભવીએ છીએ. સેવારત અને નિવૃત્ત સૈન્ય જવાનો, વીર નારીઓ અને નાગરિક રાઇડર્સને એકત્રિત કરીને અમે આશા રાખીએ છીએ કે સાહસ, સેવા અને રાષ્ટ્ર ગૌરવના મૂલ્યો આવનારી પેઢીઓમાં પણ પ્રતિબિંબિત થાય.”
રાઇડર્સ કારગિલ વિજય દિવસ નિમિતે કારગિલ યુદ્ધ સ્મારક ખાતે એકત્રિત થયા હતા ત્યારે, શૌર્ય વિજય યાત્રા તે હેતુને વધુ મજબૂત બનાવે છે જે સુનિશ્ચિત કરે છે કે ભારતના મહાન શહીદોનો વારસો આવનારી પેઢીઓ સુધી તમામ લોકોને પ્રેરણા આપવાનું ચાલુ રાખે અને કારગિલના શૌર્યની ગાથા સમગ્ર રાષ્ટ્રની સ્મૃતીમાં કાયમ માટે જળવાઈ રહે.
== સમાપ્ત ==
