Truth of Bharat
અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શું તમને ઊંચા કોલેસ્ટરલનું જોખમ છે? તંદુરસ્ત વ્યક્તિએ પણ શા માટે LDLC લેવલ પર નજર રાખતા રહેવુ જોઇએ તે જાણો

ગુજરાત, અમદાવાદ ૧૯ માર્ચ ૨૦૨૫: જે લોક નબળી ખોરાક ટેવો કે બેઠાડુ જીવનશૈલી ધરાવે છે તેમની ચિંતા તરીકે આપણે ઊંચા કોલેસ્ટરલને સાંકળીએ છીએ. સામાન્ય રીતે જે લોકો પાતળા દેખાય છે, નાના કે આરોગ્યની કોઇ પણ સમસ્યા ન હોય તો તેમને કોલેસ્ટરલની સમસ્યા નથી તેવું માનવામાં આવે છે. પરંતુ તના બદલે હકીકત એવી છે કે તંદુરસ્ત વ્યક્તિઓ પણ કોલેસ્ટરલના ઉન્નત સ્તર સાથે સંકળાયેલા જોખમથી બચી શકતા નથી.[1][2]સામાન્ય BMI સાથે આશરે 25% લોકોને ઊંચુ બ્લડ પ્રેશર, ઊંચુ સુગર લેવલ અને ઊંચા કોલેસ્ટરલ લેવલ્સ દેવા કાર્ડીયેક સમસ્યા હોય છે.[3][4]

ભારતમાં 31% લોકોને ઊંચુ કોલેસ્ટરલ છે,[5]તે પણ વિશ્વભરના મૃત્યુદરમાંના અનેક કારણોમાંનું અગ્રિમ કારણ છે[6].ભારતમાં કોલેસ્ટરલના અસામાન્ય સ્તરનું પ્રમાણ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કરતાં પણ વધુ છે.[7]LDL કોલેસ્ટરલ, જેને સામાન્ય રીતે ખરાબ કોલેસ્ટરલ તરીકે ઓળખવામાં આવે છે, તે રક્ત વાહિનીમાં શાંતિથી એકઠું થાય છે અને પ્લેક બનાવે છે જે બ્લોકેજનું કારણ બને છે, જેના કારણે હૃદયરોગનો હુમલો અથવા સ્ટ્રોકમાં પરિણમે છે. આ સ્થિતિને એથરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખવામાં આવે છે, જે ઘણીવાર કોઈ લક્ષણો બતાવતું નથી અને તેથી તે ગંભીર ચિંતાનો વિષય છે. આ લક્ષણહીન પ્રકૃતિ LDLC ને “સાયલન્ટ કિલર” બનાવે છે.”

નિયમિત કસરત HDL કોલેસ્ટરલને વધારવામાં મદદ કરે છે, જેને સારું કોલેસ્ટરલ માનવામાં આવે છે, અને એકંદરે હૃદય સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.[8]જો કે, તે બધા વ્યક્તિઓમાં LDLC સંચયને સંપૂર્ણપણે અટકાવતું નથી. ઉત્તમ સ્તરના રમતવીરો પણ LDL લેવલનું ઉચ્ચ પ્રદર્શન કરતા જોવા મળ્યા છે.[9]કાર્ડિયાક ડેથ (SCD) એ રમતવીરોમાં અચાનક મૃત્યુનું સૌથી સામાન્ય તબીબી કારણ છે. [10]

એપોલો હોસ્પિટલ, અમદાવાદના કાર્ડીયોલોજી સર્વિસીઝના ડિરેક્ટર ડૉ. સમીર દાણી જણાવે છે કે “એક ખોટી માન્યતા હું વારંવાર સાંભળુ છું કે30-40%દર્દીઓ માને છે કે ફક્ત ઊંચા કોલેસ્ટરલ લેવલ્સ જ જોખમી છે, તેમજ સામાન્ય વધારાની સંચિત અસરોને ધ્યાનમાં લેતા નથી. LDLC લેવલ્સમાં વધારાની કોઇ પણ માત્રા હૃદયના સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે. જો સગીરમાં LDLC વધે છે તેને ધ્યાનમાં લેવામાં આવતા કે અવગણવામાં આવે છે, આ લેવલ્સમાં જો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે અને જીવનશૈલીના પગલાંઓને અનુસરવામાં ન આવે તો તેમાં વધારો થઇ શકે છે. જો ભરાવો ધીમો હોય તો પણ LDLCમાં વધારો થઇ ગયા બાદ તેમાં ઘટાડો કરવો મુશ્કેલ છે. તેથી LDLC લેવલ્સને જાળવી રાખવા માટે સતત ટેસ્ટીંગ અને સારવારની યોજના નિર્ધારિત કરવી અગત્યની છે.”

કોલેસ્ટરલ મેટાબોલિકમાં જિનેટિક્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેટલીક વ્યક્તિઓમાં સ્વાભાવિક રીતે ઓછી HDL કોલેસ્ટરલ અથવા બિનકાર્યક્ષમ કોલેસ્ટરલ ક્લિયરન્સ મિકેનિઝમ હોય છે, જે શ્રેષ્ઠ જીવનશૈલીની પસંદગી હોવા છતાં LDLC બિલ્ડઅપનું જોખમ વધારે છે. [11]શરીરમાં કોલેસ્ટરલ કેવી રીતે પ્રક્રિયા કરે છે તેમાં તણાવનું સ્તર, નિંદ્રાની ગુણવત્તા અને એકંદર મેટાબોલિક સ્વાસ્થ્ય પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે આ પાસાઓ અવગણવામાં આવે છે, ત્યારે તે ક્રોનિક બળતરાનું કારણ બને છે.[12]બળતરાને કારણે, શરીર પ્રતિભાવ પદ્ધતિ તરીકે વધુ LDL કોલેસ્ટરલ ઉત્પન્ન કરે છે.[13]

ઉંમર અને હોર્મોનલ ફેરફારો પણ સમય જતાં LDLC સ્તરને અસર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમ જેમ વ્યક્તિઓની ઉંમર વધે છે, તેમ તેમ તેમના કોલેસ્ટરલનું સ્તર કુદરતી રીતે વધે છે કારણ કે ઓછી ઘનતાવાળા લિપોપ્રોટીન રીસેપ્ટર (LDLR) પ્રવૃત્તિ અને મેટાબોલિક શિફ્ટમાં ઘટાડો થાય છે.[14]પુરુષોમાં સામાન્ય રીતે જીવન દરમિયાન વધુ કોલેસ્ટરલ હોય છે. મેનોપોઝ સાથે સંકળાયેલા હોર્મોનલ ફેરફારોને કારણે સ્ત્રીઓમાં કોલેસ્ટરલના સ્તરમાં વધઘટનો અનુભવ થાય છે. એસ્ટ્રોજન કોલેસ્ટરલના સ્તરને નિયંત્રિત કરે છે, અને જ્યારે તે મેનોપોઝ પછી ઘટે છે, ત્યારે તે LDL કોલેસ્ટરલમાં વધારો અને કાર્ડિયોવેસ્ક્યુલર જોખમમાં વધારો કરી શકે છે. ક્યારેક મેનોપોઝ પછી સ્ત્રીઓમાં LDLC સ્તર પુરુષો કરતાં પણ વધુ વધી જાય છે.[15]

આહાર અને કસરત ઉપરાંત જીવનશૈલીમાં ફેરફારનો સમાવેશ કરવાથી કોલેસ્ટરલના સ્તરને ઇષ્ટતમ બનાવવામાં મદદ મળી શકે છે. તણાવ વ્યવસ્થાપન તકનીકો, જેમ કે માઇન્ડફુલનેસ મેડિટેશન, યોગ અને સારી નિંદ્રા ચક્રને જીવનનો ભાગ બનાવી શકાય છે. પરંતુ આ બધા પરિબળો દવાનો વિકલ્પ નથી. સતત ઊંચા LDLC સ્તર ધરાવતા અથવા ઉચ્ચ કાર્ડિયોવેસ્ક્યુલર જોખમ ધરાવતા વ્યક્તિઓ માટે દવાઓ મહત્વપૂર્ણ છે.

ઉચ્ચ LDLC સ્તરને સ્વસ્થ વ્યક્તિઓ દ્વારા પણ અવગણી શકાય નહીં. નિયમિત તપાસ કરાવીને અને જરૂર પડે ત્યારે સારવાર મેળવીને સાવચેતી રાખવી એ હૃદયને સ્વસ્થ રાખવાનો એકમાત્ર રસ્તો છે.

Related posts

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ કરાઈઃ તેનો પ્રતિકાત્મક ‘‘ચલ મેરી લુના’’ વારસો આધુનિક ટ્વિસ્ટ સાથે પાછો લાવી

truthofbharat

રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે.

truthofbharat

નોઈઝે ભારતમાં માસ્ટર બડ્સ લોન્ચ કર્યા, સાઉન્ડ બાય બોસની સાથે નેકસ્ટ-જનરેશનના TWS

truthofbharat

Leave a Comment