Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથા પણ પૂર્ણ છે,કથા પૂરી થઈ ગયા પછી જ્યાં અવકાશ રહે છે ત્યાં પૂર્ણ કથા બાકી રહે છે.

કથા સિદ્ધાંત નથી,સ્વભાવ છે.

સ્વભાવ જ અધ્યાત્મ છે.

ભગવાન એ છે જેનામાં છ પ્રકારના ઐશ્વર્ય છે.

ઈશ્વર શબ્દ મહદ અંશે ભગવાન શંકરને લાગુ પડે છે

ઈશ્વર એટલે મહાદેવ એમ કહી શકાય.

શૃંગીએ પાંચ પ્રકારની સાધના-ઉપાસના કરી. 

લખીસરાય-બિહારથી ચાલતી રામકથાનાં આઠમા દિવસના આરંભે વિલંબિત ત્રિ-તાલમાં સ્તુતિગાન બાદ કથાદૌર આગળ ચલાવતા આરંભે જણાવ્યું કે આજે મારો જ્યાં ઉતારો છે,મારી ઝૂંપડીમાં એક પ્રયોગ કર્યો.મારી પાસે જે ખદીરાદીવટીની એક ડબ્બી છે.આખી ભરેલી છે.એ ડબીને મેં એક વાસણમાં ખાલી કરી તો વાસણ શૂન્ય બની ગયું. ફરી એ જ ડબ્બીમાં બધી જ ગોળીઓ પાછી ભરી દીધી તો વાસણ પૂર્ણ થઈ ગયું.અને વર્ષોથી જે આપણે બોલીએ છીએ- ઓમ પૂર્ણમદ,પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે,પૂર્ણસ્ય,પૂર્ણમાદાય પૂર્ણમેવાવ શિષ્તે… એટલે કે પૂર્ણમાંથી પૂર્ણ લઈ લ્યો તો બાકી પણ પૂર્ણ રહે છે.અને પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પણ પૂર્ણ જ બાકી રહે છે,શૂન્યને પૂર્ણથી ભરી દો અને પૂર્ણને ખાલી કરીને શૂન્ય કરી દો-આ વેદ મંત્ર આપણે આ રીતે યાદ રાખી શકીએ છીએ.

આમ તો કથા પણ પૂર્ણ છે.કથા પૂરી થઈ ગયા પછી જ્યાં અવકાશ રહે છે ત્યાં પૂર્ણ કથા બાકી રહે છે. કથા સિદ્ધાંત નથી,સ્વભાવ છે.સ્વભાવ જ અધ્યાત્મ છે.દરેક ધર્મને પોતાના સિદ્ધાંતો હોય છે.અધ્યાત્મમાં કોઈ સિદ્ધાંત હોતો નથી.અધ્યાત્મ દ્વૈત અને અદ્વૈત બંનેને માને પણ છે અને બંનેને છોડી પણ શકે છે. ભગવાન એ છે જેનામાં છ પ્રકારના ઐશ્વર્ય છે.અને ઈશ્વર શબ્દ મહદ અંશે ભગવાન શંકરને લાગુ પડે છે ઈશ્વર એટલે મહાદેવ એમ સમજી શકાય.અભિમાન તો હોવું જોઈએ,હું કોઈક નો છું,હું રઘુપતિનો સેવક છું એનું અભિમાન હોવું જોઈએ ૉ.પણ અહંકાર ખરાબ વસ્તુ છે.અહંકાર એક મોટો રોગ છે.

શૃંગીએ પાંચ પ્રકારની સાધના કરી:એમણે પૃથ્વીની સાધના કરી.પૃથ્વી અચળ છે,અડગ છે અને સહનશીલતાનો ગુણ પણ છે.તેમજ તેમાં સત્યનો પણ ગુણ છે.

બીજી આકાશની સાધના કરી.આકાશના ત્રણ રૂપ બતાવ્યા કે આકાશ શાંત છે,આકાશ અસંગ પણ છે અને આકાશ અનંત છે.

ત્રીજી સાધના અગ્નિની કરી.અગ્નિની સૌથી વધારે સાધના કરી.આથી શૃંગીના અગ્નિમાંથી ખીરનો પ્રસાદ પ્રગટ થાય છે.અહીં જ્યારે શૃંગી ઋષિની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે ત્યારે અગ્નિ સદાય પ્રગટ રહે એવું થઈ શકે તો સારું કહેવાય,પણ એમ કરવું મુશ્કેલ છે પાણીની સાધના કરી.

મદન મોહન માલવિયજીએ વિદેશીઓને કહ્યું કે તમારી નદીને તમે માત્ર પાણી સમજો છો.અમારા માટે નદી એ પાણી નથી,અમારી માતા છે.

એક વાયુ-ઓક્સિજન જે દહનપોષક છે,બીજો વાયુ હાઈડ્રોજન-જે દહનશીલ છે,અને બંનેને મેળવો ત્યારે પ્રગટ થનારું સ્વરૂપ પાણી-એ દહન શામક છે.

પાંચમી સાધના વાયુની કરી વાયુનો ગુણ એ ઉપર જવાનો છે.સંક્ષિપ્તમાં અયોધ્યાકાંડના પ્રસંગોમાં ખૂબ સુખ પછી અયોધ્યામાં દુ:ખ ઉમટ્યું.રામ વનવાસ બાદ દશરથનું મૃત્યુ થયું.ભરત મિલાપનો પ્રસંગ બન્યો રામે વનવાસ વખતે ભરતને પાદૂકા પ્રદાન કરી.ભરતનાં સાધુ સ્વભાવનાં ગુણોનું છંદમાં વર્ણન કરી તુલસીજીએ અયોધ્યાકાંડને વિરામ આપ્યો.કથા મંડપમાં ગુજરાતી રાસ કરાવી આજની કથાને વિરામ અપાયો.

============

Related posts

એક શાંત ખતરો: એપેન્ડિક્સ કેન્સર અને તેના તબક્કાઓને સમજવું

truthofbharat

મેરિયોટની Series વિશ્વમાં સૌપ્રથમ પદાર્પણની ઉજવણી કરે છે, ભારતમાં મહત્ત્વના સ્થળોએ 26 જેટલી ખુલી રહી છે

truthofbharat

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: યુ મુમ્બા એ સેમિફાઈનલમાં એન્ટ્રી કરી, દબંગ દિલ્હીના અજેય અભિયાન પર બ્રેક લગાવી

truthofbharat