Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વેદાંત, પ્રશાંત, એકાંત, ભેદાંત, ભાવાંત-આ નર(રૂપી) સિંહનાં પંચાનન છે.

બાપુની સતત વહેતી અશ્રુધારા સાથે નરસિંહ મહેતાનાંપિતાનાંશ્રાધ્ધનું આખ્યાન દરેકને રડાવી ગયું

જાણ્યા પછી માણસ પ્રશાંત ન થાય તો એની જાણકારીમાં ધૂળ પડી.

બધું જ હોવા છતાં હક્કનો દાવો ન કરે એને સાધુ કહેવો.

એકાંત ભજનાનંદીની ચેતના છે;કથા મારું બહુ મોટું એકાંત છે.

ગોપનાથમહાદેવનાં બ્રહ્મચારી ટ્રસ્ટ અને મહંત ટ્રષ્ટનાંગાદીપતિઓસીતારામ બાપુ અને આત્માનંદ બાપુને પ્રણામ કરીને પાંચમા દિવસની કથાનો આરંભ કરતા બાપુએ કહ્યું કે નરસિંહ મહેતાનું નામ નરસિંહ છે.મનુષ્યમાં સિંહ એવો અર્થ છે.યોગાનુયોગ એવો છે કે અહીં ગોપનાથ ભગવાનના મંદિરમાં નરસિંહ ભગવાનનું સ્વરૂપ પણ બિરાજે છે!

એક વ્યાખ્યાન માળામાં કહેલું સિંહને પંચાનન-પાંચ મુખ હોય એમ નર(રુપી)સિંહને પાંચ મુખ કયા છે? નરસિંહનાપદોનું અવલોકન અને અભ્યાસના આધારે એક મુખ વેદાંત મુખ છે.અદભુત વેદાંત પ્રસ્તુત કરે છે.શાંકરવેદાંતનો ખૂબ આશ્રય ત્યાં લેવાયો છે.અખિલબ્રહ્માંડમાં એક તું શ્રીહરીજૂજવે રૂપે અનંત ભાસે,અંતે તો હેમનું હેમ હોયે,બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે… આવા પદો વેદાંત દ્વારા આવ્યા છેય ઘણીવાર વેદાંત આવ્યા પછી વેદાંતનાજ્ઞાનને લીધે વેદાંતિઓ વ્યાકુલ રહે છે.બીજા વેદાંત સ્વિકારતા નથી એની એને ચીડ અને પીડા પણ હોય છે.એટલે જ શાસ્ત્રાર્થો અને વાદ-વિવાદો આવ્યા,જે ખરેખર ન આવવા જોઈએ.

શંકરાચાર્ય અને મંડન મિશ્રા વચ્ચેનો વાદ જેના વિશે ઓશો કહેતા કે બધું જીત્યા પણ બુદ્ધિ હારી હતી.બીજો છે કોણ તો એને હરાવવો!

યહાંકિસકોકૈસે પથ્થર મારેં?કૌન પરાયા હૈ?

શીશ મહેલ મે હર એક ચહેરા અપના લગતા હૈ!!

હરાવવા કોને?ખરેખર જે વિદ્વાનો છે એના માટે હું વિનિત વિદ્વાન શબ્દ વાપરું છું.

નરસિંહનું વેદાંત નડતર નહીં પણ સહાયક બન્યું છે. બીજું મુખ પ્રશાંત મુખ છે.શામળશાનાં વિવાહ પછી એનું મૃત્યુ થયું,એકનો એક દીકરો ગયા પછી માણેક મહેનતીનું પણ મૃત્યુ થયું.અહીં વેદાંત પકડી રાખ્યું ભલું થયું ભાંગી ઝંજાળ…એ પ્રશાંત ચિત.

જે ગમે જગદીશને તે તણો ખરખરો ફોક કરવો-એવું પણ લખ્યું.

જાણ્યા પછી માણસ પ્રશાંત ન થાય તો એની જાણકારીમાં ધૂળ પડી.

ધનની ચોરી તો પાપ છે જ પણ વણ જોઈતું સંઘરવું પણ પાપ છે.બધું જ હોવા છતાં હક્કનો દાવો ન કરે એને સાધુ કહેવું એવું લાઓત્શુ કહે છે. સાત પેઢી સુધી ઠીક,પણ પછી ક્યાં સુધી સંગ્રહ એવો પ્રશ્ન પણ બાપુએ ઉઠાવ્યો.

અર્થની પાછળ પંદર જેટલા અનર્થો આવે છે એવું ભાગવત કહે છે.અર્થ આવ્યા પછી ચોરી કરતા શીખવે,ખોટું બોલવું,હિંસા,મદ,ક્રોધ,કામનાઓ,લોભ, સ્પર્ધા,અવિશ્વાસ-આવું આવતું હોય છે.

ત્રીજું મુખ ભેદાંતછે.ભેદનીભિંત્યૂઓને નરસિંહે તોડી છે.ચોથું મુખ એકાંત છે.એ કીર્તન કરવા માટે પણ દામોદર કુંડે એકલા એકલા કરતાલ લઈને જતા રહેતા.એકાંતભજનાનંદીની ચેતના છે.કથા મારું બહુ મોટું એકાંત છે.પાંચમું મુખ ભાવાંતછે.ભાવમાં એટલે સુધી ગયા કે બીજાના ભાવનો અંત આવી જાય.

ગઈકાલે બાપુએ નરસિંહ મહેતાનાં પિતાના શ્રાદ્ધની  વાત વિશે કહેલું કે શ્રાદ્ધનો પ્રસંગ કહું ત્યારે ભોજન પ્રસાદમાંબધાનમાટે બધા માટે ખીર બનાવજો અને આયુર્વેદ કહે છે એમ સાથે પૂરી તળીએ એ તલના તેલમાં તળાવી જોઈએ અને એની વ્યવસ્થા આજે કરીને બાપુએ વારંવાર જેને ભાવથી ગાયું છે એવા નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સજળઆંખોએ, પ્રેમાનંદીયઆખ્યાનનો ખંડ આખા કથા મંડપને સતત રડતો રાખે એ રીતે ખૂબ ભાવ અને એક-એક લીટી સમજાવીને રસાસ્વાદનકરાવ્યું.એ પણ કહ્યું કે વિષ્ણુ કરતા વૈષ્ણવના ગુણગાનથી વિષ્ણુ વધારે રાજી થાય છે.આ પ્રસંગને ચમત્કાર નહીં પણ સાક્ષાતકારગણવો અને છતાયે આજે પણ ચમત્કારો થઈ શકે છે.

દ્વારકાધીશ મહેતાના પિતાનું શ્રાદ્ધ કરીને જલ્દી જાય છે અને ફરી એક વખત કેદારો ગાઇને નરસિંહ તેમને બોલાવે છે.

કથાપ્રવાહમાં પાર્વતી ચરિત્રનો સંક્ષિપ્ત સંવાદ થયો.

Related posts

નરસૈયાંની ચૈતસિક અને દિલેર ભૂમિ ગોપનાથથી ૯૬૫મી રામકથાનો રાસોત્સવ શરૂ થયો

truthofbharat

નમિત મલ્હોત્રાની રામાયણ — દુનિયાની સૌથી મહાન મહાકાવ્ય રચના ની દિશામાં — ‘The Introduction’થી થયો ખુલાસો: એક અનોખી દૃષ્ટિ, પૂર્વ અને પશ્ચિમના યુગાંતકારી સહકાર સાથે

truthofbharat

સિલોન ચેમ્બર ઓફ કોમર્સ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર

truthofbharat