Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

BSA મોટર સાઇકલ્સની ગોલ્ડ સ્ટાર 650 હવે ફેસ્ટિવ ઓફરમાં મર્યાદિત સમયગાળા માટે પ્રી-GST 2.0ની કિંમતોએ ઉપલબ્ધ

Strap: આ ફેસ્ટિવ સિઝનમાં પ્રથમ 500 ભાગ્યશાળી ગ્રાહકો રૂ.5,900ના મૂલ્યની લિમિટેડ-એડિશન એસેસરી કિટની સાથે પ્રી-GST 2.0 કિંમતોએ તેમના ગોલ્ડ સ્ટાર 650ની સવારી કરી શકે છે; આકર્ષક ધીરાણ વિકલ્પો ઉપલબ્ધ


પૂણે | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫: BSA મોટરસાઇકલ્સ તેની ફ્લેગશિપ ગોલ્ડ સ્ટાર 650ના પ્રથમ 500 ખરીદકર્તાઓ માટે મર્યાદિત સમયગાળાની ઓફર સાથે આ નવરાત્રીમાં તહેવારોનો ઉમંગ માણવાની ખાસ અવસર પૂરો પાડી રહ્યું છે. તેના લકી ગ્રાહકો પ્રી-GST 2.0ની કિંમતોએ તેમની ગોલ્ડ સ્ટાર મેળવી શકે છે ત્યારે તેમને એક્સક્લુઝિવ લિમિટેડ-એડિશન એસેસરી કિટ પણ પ્રાપ્ત થશે. તાજેતરમાં GSTમાં કરવામાં આવેલા સુધારામાં350ccથી ઉપરની મોટરસાઇકલ્સ ઉપર કરવેરાના દરો 28 ટકાથી વધારીને 40 ટકા કર્યો છે, પરંતુ આ સમયે BSAએગ્રાહકોના સંતોષને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખ્યું છે. તે આકર્ષક મૂલ્યોએ ઉત્સાહી ગ્રાહકોને એક ખાસ સવારીનો અનુભવ પૂરો પાડવા કિંમતો પર પડતી અસર પોતે ભોગવે છે.

ઓફરની વિગતોઃ પ્રી-GST 2.0 કિંમતો (એક્સ-શોરૂમ દિલ્હી)

  • BSA ગોલ્ડ સ્ટાર હાઇલેન્ડ ગ્રીન – રૂ.3,09,990
  • BSA ગોલ્ડ સ્ટાર ઇન્સિગનિયા રેડ – રૂ.3,09,990
  • BSA શેડો બ્લેક – રૂ.3,25,990
  • BSA મિડનાઇટ બ્લેક – રૂ.3,21,990
  • BSA ડાઉન સિલ્વર – રૂ.3,21,990
  • BSA લિગસી શિન સિલ્વર – રૂ.3,44,990

મોટરસાઇકલિંગના શોખિનો સમગ્ર ભારતભરમાં 400થી વધારે ડીલરશિપ પર BSA ગોલ્ડ સ્ટારના પ્રખ્યાત 650cc સિંગલ-સિલિન્ડર પરફોર્મન્સ અને પ્રમાણભૂત બ્રિટિશ એન્જિનિયરિંગનો અનુભવ મેળવવાનું ચાલુ રાખી શકે છે. પ્રિમિયમ શ્રેણીઓમાં પોતાના આઇકનિક ડિઝાઇન અને એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા માટે ચાહકોની મનપસંદ મોટરસાઇકલ ગોલ્ડ સ્ટાર હવે રૂ.5,900ના મૂલ્યની સૌ પ્રથમ ખાય તૈયાર કરેલી લિમિટેડ એડિશન ધરાવતી ‘ગોલ્ડી કિટ’ સાથે આવે છે, જેમાં ટોલ ટૂરિંગ વિન્ડસ્ક્રીન, પિલિયન બેકરેસ્ટ, મેટલ એક્ઝોસ્ટ શિલ્ડ અને રિયલ રેઇલનો સમાવેશ થાય છે, જે ઉપયોગિતાની સાથે સાથે સ્ટાઇલમાં ઉમેરો કરે છે.

ક્લાસિક લિજેન્ડ્સના ચીફ બિઝનેસ ઓફિસર શરદ અગ્રવાલે જણાવ્યું હતું કે,“BSA ગોલ્ડ સ્ટારે ભારતમાં તેના લોન્ચિંગથી એક બહોળો ચાહકવર્ગ ઊભો કર્યો છે, જે મોટરસાઇકલિંગને માત્ર ટ્રાન્સપોર્ટનું સાધન ન ગણતાં લાઇફસ્ટાઇલના આવશ્યક અંગ તરીકે પુનઃવ્યાખ્યાયિત કરે છે. અમારા પ્રથમ 500 ગ્રાહકો માટે GST 2.0 પછીની અમારી કિંમતોનો અમલ નહીં કરીને અને અમારી ફેસ્ટિવ ઓફર સાથે તેને જોડીને અમે મોટરસાઇકલના શોખિનોને કોઇપણ સમાધાન કર્યા વગર આ જીવનશૈલી અપનાવવા માટે આમંત્રણ આપીએ છીએ.”

એકતરફ જ્યારે અન્ય પ્રિમિયમ બ્રાન્ડ્સે 22 સપ્ટેમ્બ 2025ના રોજ અમલમાં આવેલા GST 2.0 સુધારાઓ બાદ તેમની કિંમતોમાં વધઘટ કરી છે ત્યારે BSA ગ્રાહકોના સંતોષને પ્રાધાન્ય આપવા માટે કટિબદ્ધ છે. તહેવારોની મોસમ જામી છે ત્યારે સમગ્ર રાષ્ટ્રભરની અધિકૃત BSA ડીલરશિપ તાત્કાલિક ડિલિવરી કરવા માટે તત્પર છે.

મોટરસાઇકલના શોખીનો રૂ.3.09 લાખથી શરૂ થતી કિંમતોએ તેમનું ગોલ્ડ સ્ટાર બાઇક બૂક કરાવી શકે છે અને 5.99 ટકાએ શરૂ થતાં વ્યાજ દરો, ઝીરો ડાઉન પેમેન્ટ અને છ વર્ષ સુધીના લોન સમયગાળા સહિત આકર્ષક ધીરાણ ઓફર્સનો લાભ મેળવી શકે છે. ઉજવણીની આ ઓફર BSA મોટરસાઇકલના વફાદાર ગ્રાહકોનો આભાર માનવાની માત્ર એક રીત નથી પરંતુ તે મોટરસાઇકલિંગના શોખીનો પ્રત્યે બ્રાન્ડની કટિબદ્ધતા છે જે ખુલ્લા રસ્તાઓને સપનાઓને સાકાર કરવાનો માર્ગ ગણે છે, નહીં કે નાસવાનો.

BSAની ડિઝાઇન હેરિટેજઃગોલ્ડ સ્ટાર BSAના અદ્રિતીય બ્રિટિશ DNA ધરાવે છે, જેમાં આઇકનિક બેઝ, પોલિશ મેટલ ટચ, પિનસ્ટ્રિપિંગ અને ક્રોમ પાઇપ સાથે રાઉન્ડેડ ફ્યુઅલ ટેન્કની વિશેષતાઓનો સમાવેશ થાય છે. LED લાઇટિંગ, વાયર-સ્પોક વ્હીલ અને ક્રિસ્પ સ્વિચગીયર જેવી મોર્ડન ડિટેઇલ્સ તેના ક્લાસિક કેફે રેસર ઇમેજ સાથે અદભુત સમન્વય સાધે છે. તેની આગવી ડિઝાઇન, ઊંચો દેખાવ અને આરામદાયક સીટ તેના અપીલમાં અત્યંત વધારો કરે છે.

પરફોર્મન્સ અને એન્જિનિયરિંગઃમૂળભૂત રીતે, ગોલ્ડ સ્ટાર તેના મજબૂત અને સૌથી આકર્ષક શ્રેણીમાં, 652cc લિક્વિડ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર DOHC એન્જિન ધરાવે છે, જે 45hp અને 55nmનો ટોર્ક પૂરો પાડે છે. શહેરના ટ્રાફિક અને ખુલ્લા હાઇવેમાં સ્મૂથ પાવર ડિલિવરી માટે ખાસ તૈયાર કરેલું આ બાઇકમાં
5-સ્પીડ ગીયરબોક્સ, આસિસ્ટ એન્ડ સ્લિપર ક્લચ, ડ્યુઅલ-ચેનલ ABS અને આત્મવિશ્વસપૂર્ણ, સરળ સવારી માટે ટેલિસ્કોપિક ફોર્ક સાથે ડબલ-ક્રેડલ ચેસિસનો સમાવેશ થાય છે. પ્રિમિયમ ડિસ્ક બ્રેક, પહોળા ટાયર અને અત્યંત બેલેન્સપૂર્ણ સસ્પેન્સન સ્ટેબિલિટી, કંટ્રોલ અને લાંબી સવારી માટે આરામદાયક અનુભવની ખાતરી આપે છે.

તહેવારોની આ સિઝનમાં, ગોલ્ડ સ્ટાર સ્ટોરીનો ભાગ બનો, એક એવી મોટરસાઇકલ જેનું નિર્માણ વારસા ઉપર થયેલું છે, લેટેસ્ટ એન્જિનિયરિંગ ધરાવે છે અને અલગ ચિલો ચિતરવા માટે તેને તૈયાર કરવામાં આવી છે.

માનસિક શાંતિની ખાતરી

  • BSA ગોલ્ડ સ્ટારને આ સેગમેન્ટમાં ઇન્ડસ્ટ્રીની સૌ પ્રથમ તાજેતરમાં રજૂ કરાયેલી પહેલ ‘જાવા યેઝદી BSA ઓનરશિપ એસ્યોરન્સ પ્રોગ્રામ’નું સમર્થન છે.
  • તેના સર્વસમાવેશી પ્રોગ્રામમાં 4 વર્ષ/ 50,000 કિ.મી. સ્ટાન્ડર્ડ વૉરન્ટી, છ વર્ષ સુધીના વિસ્તૃત કવરેજ વિકલ્પો, એક વર્ષનું રોડસાઇડ આસિસ્ટન્સ અને ઓનરશિપના શ્રેણીબદ્ધ લાભોનો સમાવેશ થાય છે જે એડ્વેન્ચર એન્જિનિયરિંગ એક્સિલન્સ અને લાંબા ગાળાની વિશ્વસનીયતામાં જાવા યેઝદી મોટરસાઇકલના આત્મવિશ્વાસનું પ્રતિબિંબ પૂરું પાડે છે.
  • સરળ એક્સેસ અને મેઇન્ટેનન્સ માટે કંપનીએ તેનું સેલ્સ અને સર્વિસ નેટવર્ક 400+ સંપર્કકેન્દ્રોપર વિસ્તાર્યુ છે.

Related posts

ધ્યાનિ ટ્રેડવેન્ચર્સ લિમિટેડ દ્વારા બોર્ડ મિટિંગમાં મુખ્ય પ્રસ્તાવોની મંજૂરી

truthofbharat

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા એસબીએલ 4.0 નું ભવ્ય ઉદ્ઘાટન અને રોમાંચક ક્રિકેટ મેચોનું સફળ આયોજન

truthofbharat

સંસ્કૃતિ અને નેટવર્કિંગનો તકોનો એક અનોખો સમન્વય એટલે BNI રાત્રિના ગરબા

truthofbharat