Truth of Bharat
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

શહેરની એન્ટી કરપ્શન કમિટીની ટીમે અમદાવાદ શહેરના નવ નિયુક્ત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોતની શુભેચ્છા મુલાકાત કરી

અમદાવાદ, ગુજરાત | ૦૮ જુલાઈ ૨૦૨૬ | ભ્રષ્ટાચારમુક્ત સમાજ ત્યારે બને છે જ્યારે દરેક વ્યક્તિ નિષ્ઠાવાન થઈને સમાજ માટે કામ કરતો હોય છે. જોકે ભ્રષ્ટાચારમુક્ત સમાજની રચના માટે તૈયાર કરવામાં આવેલી એન્ટી કરપ્શન કમિટી (ભ્રષ્ટાચાર નિમૂલન સમિતિ) દ્વારા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ અનેક પ્રકારના પગલાં પણ લેવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં અમદાવાદ શહેરના એન્ટી કરપ્શન કમિટી (ભ્રષ્ટાચાર નિમૂલન સમિતિ)ના ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય પદાધિકારીઓએ અમદાવાદ શહેરના નવ નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત સાથે શુભેચ્છા મુલાકાત કરી જનહિતનાં કાર્યો અંગે ચર્ચા વિચારણા કરી હતી.

વધુમાં આ મુલાકાત દરમિયાન એન્ટી કરપ્શન કમિટીની ટીમ દ્વારા શહેરનાં નવ નિયુક્ત થયેલા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોતને તેમના નવા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ કાયદો-વ્યવસ્થા, ભ્રષ્ટાચારમુક્ત સમાજના નિર્માણ માટે પોલીસ તંત્ર સાથે સતત સહયોગ આપવા અંગે ચર્ચા કરાઈ હતી.

આ શુભેચ્છા મુલાકાત દરમિયાન એન્ટી કરપ્શન કમિટીએ આગામી અષાઢી બીજ જગન્નાથ રથયાત્રા દરમિયાન પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

== સમાપ્ત ==

Related posts

ઠંડર ફરી ત્રાટક્યું; હીરો મોટોકોર્પ અને થમ્પસ અપ દ્વારા Xtreme 250R સાથે ઠંડરવ્હીલ્સ 2.0 લોન્ચ

truthofbharat

મૌન સંકેતોને સમજવા: શા માટે થાક, જડબામાં દુખાવો અને ઉબકા હૃદયની સમસ્યાનો સંકેત આપી શકે છે

truthofbharat

જ્ઞાનીઓ માટે પ્રમાદ સમાન આ જગતમાં અન્ય કોઇ અનર્થ નથી.

truthofbharat