Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહત્તત્ત્વનો વિરોધ કરનારા અનેક નીકળે છે, એ જ એની મહત્તા સિદ્ધ કરે છે.

શ્રી કૃષ્ણનું વચન છે કે ભક્તનો, ભક્તિનો અને ભગવાનનો અપરાધ ક્યારેય ન કરવો.

કથામાં થતું હરિનામનું સંકીર્તન એ મનને વશમાં કરવા માટેનો અભ્યાસ છે.

રામાયણના નવ પાત્રોમાં નવ વ્રતનું દર્શન છે. આ નવે વ્રતનું ભગવાન શ્રી કૃષ્ણમાં જાગરણ પામ્યા છે. 

પરાત્પર બ્રહ્મ, પૂર્ણાવતાર ભગવાન દ્વારકાધીશની કૃપાથી સ્વાંત: સુખાયયોજાયેલી રામ કથા “માનસ કૃષ્ણ અવતાર” ની કેન્દ્રીયચોપાઇઓનાઅર્થઘટનનીસમજુતી સાથે પૂજ્ય બાપુએ આજની કથાનો આરંભ કર્યો.

કામ દહન પછી રૂદન કરતી કામની પત્ની રતિ, શિવજી પાસે આવીને બહુ જ આક્રંદ કરે છે. શિવજી તો આશુતોષ છે, કૃપાળુ છે અને ખિન્ન, દીન – હીન પર એની દ્રષ્ટિ પહેલા જાય છે. શિવજીએરતિને કામદેવ સદેહે ક્યારે મળશે એની વાત બે પંક્તિમાં બતાવી છે. બાપુએ કહ્યું કે મારી દ્રષ્ટિએ આ બે પંક્તિમાં સમગ્ર મહાભારતનું બીજ સમાયું છે.

શિવજી રતિને વરદાન આપે છે કે દ્વાપર યુગમાં પૃથ્વીનો ભાર ઉતારવા માટે યદુવંશમાં કૃષ્ણનો અવતાર થશે. એ કૃષ્ણના પુત્ર રૂપે તારો પતિ તને સદેહે પ્રાપ્ત થશે.

કૃષ્ણાવતાર કાળમાં રામાયણની રતિ, માયાવતી રુપે જન્મે છે.

કૃષ્ણ ચરિત્રમાં માતા રુક્મિણી મોર-મુગટ, પિતાંબર ધારી ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે મનોરથ કરીને એમને પ્રેમ પત્ર પાઠવે છે. કૃષ્ણ રુક્મિણીનું અપહરણ કરે છે. યોગ્ય સમયે પટરાણી રુક્મિણીજી પુત્રને જન્મ આપે છે.એ સમયે કૃષ્ણનો વિરોધી સમરાસુર, કૃષ્ણ-પુત્રનું અપહરણ કરીને એને દરિયામાં ફેંકાવી દે છે. ત્યાં એક માછલી બાળકને ગળી જાય છે. માછીમારની જાળમાં ફસાએલ એ માછલી સમરાસુરનારસોઇઘરમાં પહોંચે છે.

એ સમયે સમરાસુરની રસોઇ કરનાર માયાવતી એક અતિ સુંદર યુવતી છે, એ જ રતિ છે. માછલીનાપેટમાંથીનીકળેલ કૃષ્ણ પુત્ર- પ્રદ્યુમ્ન એ જ કામ દેવ છે. એ રીતે અંતે રતિ અને કામદેવ, માયાવતી અને પ્રદ્યુમ્ન રૂપે પુન: સદેહે પતિ પત્ની તરીકે મળે છે.

        કૃષ્ણ અવતારનાચિંતનમાં પ્રવેશ કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે શિવજીનું વચન છે કે જે કોઈ પણ સનાતન ધર્મના કોઈ સદ્ગ્રંથનો આશ્રય કરશે, તે અંતે શ્રી કૃષ્ણના ચરણમાં સ્થાન પામશે.

    ભગવાન શિવજી અને માતા ભવાનીએ શ્રી કૃષ્ણને આઠ-આઠ વરદાન વગર માગ્યેઆપ્યાં છે. ભગવાન કૃષ્ણે સામેથી ભગવાન પાસેથી બીજાં આઠ વરદાન માગ્યાં છે. કૃષ્ણને મળેલા આ ચોવીસ વરદાન, મારી દ્રષ્ટિએ ચોવીસ અવતાર તરફ સંકેત કરે છે.

મહત્ પુરુષ પાસે શું માગવું એ કૃષ્ણ આપણને સમજાવે છે.

ભગવાનેમાગેલા આઠ વરદાન આ પ્રમાણે છે.

(૧) મારા થકી મારાં માતા પિતા ક્યારેય દુઃખી ન થાય.

(૨) મારાં જીવનમાં હું કદી પક્ષપાત ન કરું – સદા સમ રહુ.

(૩) હું કદી પરદ્રોહ ન કરું

(૪) હું પરધનનું અપહરણ ન કરું

(૫) હું પરાપવાદ ન કરું

(૬) મારાં મનમાં કદી પરસ્ત્રી પ્રવેશ ન કરે.

(૭) હું ક્યારેય પરધર્મી ન બનું.

(૮) મને પરમ યોગ અને પરમ ભોગ – બંને પ્રાપ્ત થાય.

બાપુએ જણાવ્યું કે ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્રમાં ૧૦૮ આરા હતા. ભક્તિ માર્ગમાં નામ નિષ્ઠા ધરાવનાર આપણે જપમાળામાં ૧૦૮ મણકા રાખીએ છીએ. એ માળા આપણું સુદર્શન ચક્ર છે!

        કથા ચિંતનમાં આગળ વધતા પૂજ્ય બાપુએ કહ્યુ કે ભાગવત્ માં પ્રહ્લાદજી કહે છે કે

કૃષ્ણની છ બાબતો જે સાધક સમજી જશે, એને પરમ ગતિ પ્રાપ્ત થશે.

(૧) સહુને નમસ્કાર કરવા. અહંકાર ત્યજીને સહુને નમસ્કાર કરો.

(૨)શ્રી કૃષ્ણની સ્તુતિ કરવી

સ્તુતિનો અર્થ અહીં પ્રશંસા નથી પણ પોકાર છે.

(૩) પૂજા કર્મ કરવું. ઈશ્વરની ઉપાસના, સંધ્યા વંદન આદિ.

(૪) કૃષ્ણાર્પણ. આપણે જે કાંઇ કર્મ કરીએ તે શ્રી કૃષ્ણને અર્પણ કરી દેવું.

(૫) કૃષ્ણ ચરણની નિરંતર સ્મૃતિ રાખવી.

(૬) કથા શ્રવણ. – આ છ બાબતો જીવનમાં ઉતારનારને પરમ હંસની ગતિ પ્રાપ્ત થશે.

    અર્જુન ચંચળ મનને વશમાં કરવાના ઉપાય પૂછે છે. ઉત્તરમાં શ્રી કૃષ્ણ એ માટેના બે ઉપાય બતાવે છે – અભ્યાસ અને વૈરાગ્ય.

બાપુએ કહ્યું કે કથામાં થતું સંકીર્તન એ મનને વશ કરવા માટેનો અભ્યાસ છે. નામ સંકીર્તન નો અભ્યાસ આગળ વધશે, એના અનુગ્રહ રૂપે વૈરાગ્ય પ્રકટશે.

કથાનંતેરામનામના ભાવમય સંકીર્તન સાથે પૂજ્ય બાપુએ આજના દિવસની કથાને વિરામ આપ્યો.

Related posts

જૈન ગ્રુપની ધ સ્પોર્ટ્સ સ્કૂલે ઓલિમ્પિયન ગગન ઉલ્લાલમથ સાથે અમદાવાદની સૌથી મોટી સ્વિમિંગ ટેલેન્ટ હન્ટ શરૂ કરી

truthofbharat

ગ્રામ્ય લક્ષ્મી, રાજ્યલક્ષ્મી, રાષ્ટ્રલક્ષ્મી, વિશ્વલક્ષ્મી અને પરાલક્ષ્મી-પંચ લક્ષ્મી છે.

truthofbharat

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા ઉનાળાની ગરમીમાં રાહત આપતું અભિયાન “સ્કાયલાઈન ની છાશ… ગરમીમાં હાશ…”

truthofbharat

Leave a Comment