Truth of Bharat
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

દિવાનગી : મિત્રતાની લાગણીઓ સાથે ભવ્ય સંગીતમય સ્ટેજ પ્રોડક્શન

  • ડ્રીમવર્લ્ડ ડાન્સ એકેડેમી અને અર્થ શાહ પ્રોડક્શન દ્વારા અમદાવાદમાં ભવ્ય સંગીતમય પ્રસ્તુતિ

અમદાવાદ, ગુજરાત | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૬ | અમદાવાદમાં 16 ઓગસ્ટ, 2026ના રોજ ઔડા ઓડિટોરિયમ, શેલા ખાતે ડ્રીમવર્લ્ડ ડાન્સ એકેડેમી અને અર્થ શાહ પ્રોડક્શન દ્વારા ‘દિવાનગી’ નામની ભવ્ય સંગીતમય સ્ટેજ પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિગ્દર્શક અર્થ શાહના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ શોમાં 250થી વધુ કલાકારોએ એકસાથે મંચ પર પરફોર્મ કર્યું. 3.5 વર્ષના બાળકો થી લઈને 65+ વર્ષની ઉંમરના કલાકારો સુધીના પરફોર્મર્સે ડાન્સ, ડ્રામા અને એક્ટિંગના સુંદર સંયોજન સાથે શોને જીવંત બનાવ્યો.

‘દિવાનગી’ માત્ર ડાન્સ કે ડ્રામા પૂરતી સીમિત પ્રસ્તુતિ નહોતી. મિત્રતા, સંબંધો, લાગણીઓ અને જીવનના સુંદર પડાવોને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલી આ સંગીતમય સફરમાં ડાન્સ, અભિનય, ડ્રામા, મ્યુઝિક અને વાર્તાને એકસાથે જોડવામાં આવ્યા હતા.

ભવ્ય સ્ટેજ સેટઅપ, કોરિયોગ્રાફી, ડ્રામેટિક સિક્વન્સ, અભિનય, કોસ્ચ્યુમ, લાઇટિંગ, સાઉન્ડ ડિઝાઇન અને ખાસ તૈયાર કરવામાં આવેલ BGM તથા મ્યુઝિક દ્વારા દરેક દૃશ્યને એક અલગ અનુભવ આપવામાં આવ્યો. સ્ટેજ પરની મૂવમેન્ટથી લઈને લાઇટ, સાઉન્ડ અને કલાકારોના અભિનય સુધીની દરેક બાબતને એકસાથે જોડીને સંપૂર્ણ થિયેટ્રિકલ અનુભવ ઊભો કરવામાં આવ્યો.

250થી વધુ કલાકારોને એક જ પ્રોડક્શનમાં મેનેજ કરવા માટે લાંબી રિહર્સલ્સ, ચોક્કસ આયોજન અને મોટી ક્રિએટિવ તથા પ્રોડક્શન ટીમે મહત્વની ભૂમિકા ભજવી. ડ્રીમવર્લ્ડ ડાન્સ એકેડેમી છેલ્લા ઘણા વર્ષોથી આવા મોટા પાયાના પ્રોડક્શન દ્વારા કલાકારોને મોટા મંચનો અનુભવ આપી રહી છે અને ‘દિવાનગી’ આ જ ભવ્ય પરંપરાનું વધુ એક ઉદાહરણ બની.

‘દિવાનગી’નું આગામી મંચન અમદાવાદના વિવિધ ઓડિટોરિયમ અને થિયેટર સ્પેસિસમાં કરવામાં આવશે.

== સમાપ્ત ==

Related posts

મેનોપોઝને સંતુલીત કરતા: કાર્ય અને સુખાકારી માટે 5 આવશ્યક આરોગ્ય સુચનો

truthofbharat

કોકા-કોલા જાન્યુઆરી 2026માં અસલ FIFA વર્લ્ડ કપ™ ટ્રોફી ભારતમાં લાવે છે

truthofbharat

ધવલ પેકેજિંગના રૂ.36.36 કરોડના IPOને રૂ. 1,265 કરોડની બિડ મળી

truthofbharat

Leave a Comment