Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

યંગ ઇન્ડિયન્સ અમદાવાદે નવા નેતૃત્વ અને આગળના સીમાચિહ્નરૂપ વર્ષ સાથે વાર્ષિક દિવસની ઉજવણી કરી

Yi અમદાવાદે જીવન પર અસરના ૨૦ વર્ષ પૂર્ણ કર્યા

ગુજરાત, અમદાવાદ | ૧૩ ડિસેમ્બર ૨૦૨૫ — યંગ ઇન્ડિયન્સ અમદાવાદ (Yi અમદાવાદ) દ્વારા ૧૨મી ડિસેમ્બરના રોજ તેના વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન તેના તમામ વર્ટિકલ્સમાં ચેપ્ટર દ્વારા કરવામાં આવેલ કાર્ય, તેની અસર અને સિદ્ધિઓની પ્રેરણાદાયી રજૂઆત કરવામાં આવી હતી. Yi એ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના નેજા હેઠળ કાર્યરત યુથ વિંગ છે, જેનો મુખ્ય લક્ષ્ય બાળ સુરક્ષા, ક્લાઈમેટ એક્શન, આરોગ્ય, માર્ગ સલામતી અને સુલભતા જેવા ક્ષેત્રો પર કેન્દ્રિત છે.

આ પ્રસંગે મેમ્બર્સ, પાર્ટનર્સ અને સ્ટેકહોલ્ડરર્સ એકસાથે આવ્યા હતા જેથી આઉટગોઈંગ ચેર શ્રી રોહન શાહના નેતૃત્વ હેઠળની Yi અમદાવાદ ટીમની સમર્પણ, ઊર્જા અને સહયોગની ભાવના દ્વારા શક્ય બનેલી નોંધપાત્ર સિદ્ધિઓ પર વિચારણા કરી શકાય. આવનારા વર્ષ માટે નવા નેતૃત્વની જાહેરાત સાથે, શ્રી દર્શન પારેખ ચેર તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે, જે તેમની સાથે વિકાસ અને ઊંડી સામુદાયિક અસર માટે એક મજબૂત દ્રષ્ટિકોણ લાવ્યા છે. તેમની સાથે સુશ્રી બિજલ ત્રિવેદી સહ-ચેર તરીકે જોડાયા છે, જે સશક્ત મહિલા નેતૃત્વ અને Yi અમદાવાદની વ્યાખ્યાયિત કરતી સર્વસમાવેશક શક્તિનું ઉદાહરણ છે.

ચેપ્ટર દ્વારા એક મહત્વપૂર્ણ સીમાચિહ્નનું પણ અનાવરણ કરવામાં આવ્યું, કેમ કે Yi અમદાવાદે લોકોના જીવનને પ્રભાવિત કરવાના ૨૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ સીમાચિહ્ન Yi અમદાવાદના બે દાયકાને ચિહ્નિત કરે છે, જેમાં યુવા નેતાઓને આકાર આપવાનું, નાગરિક જવાબદારીને પોષવાનું અને સમાજમાં સાર્થક યોગદાન આપવાનું કાર્ય થયું છે.

આવનારા વર્ષ માટેના રોડમેપની જાહેરાત કરવામાં આવી, જેમાં નવીન લક્ષ્યો, ફ્રેશપહેલ અને વિસ્તૃત દ્રષ્ટિકોણનો સમાવેશ થાય છે, ત્યારે Yi અમદાવાદે હકારાત્મક અસર ઊભી કરવા અને અમદાવાદના યુવાનોને ઉદ્દેશ્યપૂર્વક નેતૃત્વ માટે પ્રેરિત કરવાની તેની પ્રતિબદ્ધતાને પુન: સમર્થિત કરી. આ વાર્ષિક દિવસ Yi અમદાવાદની વારસાગત સિદ્ધિઓ, તેની ગતિ અને આગળની ઉત્સાહપૂર્ણ યાત્રાનું સ્મૃતિપત્ર બની રહ્યો.

==============

Related posts

ઓલ્ડ દુબઈમાં આયોજિત કલ્ચરલ ફૂડ ટૂરને લોનલી પ્લેનેટ દ્વારા વર્ષ 2026 માટે “બેસ્ટ ઇન ટ્રાવેલ” ટોપ ગ્લોબલ એક્સપિરિયન્સમાંના એક તરીકે માન્યતા આપવામાં આવી

truthofbharat

કેસિયો ગુજરાતમાં તેની રિટેલ હાજરીને મજબૂત બનાવે છે, વડોદરામાં નવો એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કર્યો

truthofbharat

સ્વાદુપિંડનું કેન્સર : પાચન પ્રક્રિયા અને જોખમ વચ્ચેનું છુપાયેલું જોડાણ સમજીએ

truthofbharat