Truth of Bharat
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

યામાહાના હાઇબ્રિડ રેન્જ સ્કુટર સ્માર્ટ ટેક અને ધ્યાનકર્ષક નવા કલર્સ સાથે લોન્ચ કરાયા

» નવું ‘Enhanced Power Assist’ ફંકશન 125cc હાઇબ્રિડ સ્કુટર લાઇનમાં રજૂ કરાયું
» ફેસિનો Sને ટર્ન-બાય-ટર્ન (TBT) નેવિગેશન સાથે કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળ્યું

ચેન્નઇ | ૧૪મી ઓગસ્ટ ૨૦૨૫: ઇન્ડિયા યામાહા મોટર (IYM) પ્રા. લિમીટેડએ તેના 125cc બાઇબ્રિડ સ્કુટર રેન્ડ માટે રોમાંચક અપડેટની ઘોષણા કરી છે. Fascino 125 Fi Hybrid અને RayZR 125 Fi Hybrid હવે એડવાન્સ્ડ સ્માર્ટ ફીચર્સ અને ગતિશીલ કલર વિકલ્પોથી સજ્જ સાથે આવે છે, જે સવારોને વધુ કનેક્ટેડ, સ્ટાઇલીશ અને ડાયનેમિક સવારી અનુભવ અનુભવ પ્રદાન કરે છે.

2025 યામાહા હાઇબ્રિડ સ્કુટર લાઇનઅપમાં હવે ‘Enhanced Power Assist’ ફંકશનનો સમાવેશ થાય છે જે સ્માર્ટર, પર્ફોમન્સ આધારિત સિસ્ટમ કે જે યમાહાની નવીન હાઇબ્રિડ ટેકનોલોજી પર તૈયાર કરવામાં આવી છે. હાઇ-પર્ફોમન્સ બેટરીથી સજ્જ, તે ટકાઉ ઊંચો ટોર્ક ડિલીવર કરે છે, જે ખાસ કરીને વાહન ઊભુ હોય ત્યારે શરૂ કરતા, બોજનું વહન કરતા અથવા ઢાળ ચડવાનો હોય ત્યારે મજબૂત એક્સીલરેશન અને સુધારેલા પર્ફોમન્સમાં પરિણમે છે. સ્માર્ટ મોટર જનરેટર (SMG) ટેકનોલોજી, સાયલન્ટ સ્ટાર્ટ અને સ્ટોપ એન્ડ સ્ટાર્ટ સિસ્ટમ (SSS)ના ઉમેરણથી આ સ્કુટર્સ ચડીયાતા સવારી અનુભવ સાથે વર્ગમાં શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે.

વધુમાં, પ્રીમિયમ વેરિઅન્ટ – Fascino S, હવે ટર્ન-બાય-ટર્ન (TBT) નેવિગેશનથી સજ્જ કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ધરાવે છે, જે તેના સવારોની સુવિધા અને કનેક્ટિવિટીમાં વધારો કરે છે. કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર Y-કનેક્ટ એપ્લિકેશન દ્વારા સીમલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી પ્રદાન કરે છે, જે સવારોને સફરમાં કનેક્ટેડ રહેવા સક્ષમ બનાવે છે. ગૂગલ મેપ્સ સાથે સંકલિત, તે ટર્ન-બાય-ટર્ન (TBT) નેવિગેશનને સપોર્ટ કરે છે, જે રીઅલ-ટાઇમ દિશા નિર્દેશો, આંતરછેદ ચેતવણીઓ, નેવિગેશન ઇન્ડેક્સ અને રસ્તાના નામ પ્રદાન કરે છે – સરળ અને મુશ્કેલી-મુક્ત સવારી અનુભવ સુનિશ્ચિત કરે છે.

તાજેતરના ફીચર અપગ્રેડને પૂરક બનાવતા, Fascino S 125 Fi Hybrid, હવે સ્ટાઇલિશ મેટ ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. Fascino 125 Fi Hybrid ડિસ્ક-બ્રેક વેરિઅન્ટમાં તાજગીભર્યું મેટાલિક લાઇટ ગ્રીન કલર છે, જ્યારે ડ્રમ-બ્રેક વેરિઅન્ટમાં ભવ્ય મેટાલિક વ્હાઇટ કલર છે. આ ઉપરાંત, RayZR 125 Fi Hybrid Street Rally બોલ્ડ મેટ ગ્રે મેટાલિક કલરમાં ઓફર કરવામાં આવે છે, અને RayZR 125 Fi Hybrid ઇન ડિસ્ક વેરિઅન્ટમાં સ્પોર્ટી સિલ્વર વ્હાઇટ કોકટેલ શેડ છે.

આ ઘોષણા સમયે, યામાહા મોટર ઇન્ડિયા ગ્રુપના ચેરમેન શ્રી ઇટારુ ઓટાનીએ જણાવ્યું હતું કે, “Yamaha’s 125cc Hybrid સ્કૂટર રેન્જ ગ્રાહકોને તેની ગતિશીલ સ્ટાઇલ, શ્રેષ્ઠ આરામ અને ઇંધણ-કાર્યક્ષમ પ્રદર્શનથી સતત ખુશ કરે છે. નવા ‘Enhanced Power Assist’ ફંક્શનની રજૂઆત રોજિંદા સવારીની સુવિધા વધારવા અને મુસાફરોમાં વધુ આત્મવિશ્વાસ પેદા કરવા તરફ એક વધુ પગલું આગળ ધપાવશે.

આકર્ષણને વધુ ઉન્નત બનાવતા, નવા કલર વેરિઅન્ટ્સનું લોન્ચિંગ સમગ્ર સ્કૂટર લાઇનઅપમાં તાજગીભર્યું જીવંતતા લાવે છે. આ અપડેટ્સ અમારા વિવિધ જોડાણ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો તરફથી મળેલા સમજદાર પ્રતિસાદનું સીધું પ્રતિબિંબ છે. અમને વિશ્વાસ છે કે આ વિચારશીલ અપગ્રેડ અમારા ગ્રાહકો સાથે મજબૂત રીતે પડઘો પાડશે અને 125cc સ્કૂટર સેગમેન્ટમાં યામાહાની હાજરીને મજબૂત બનાવશે.”

યામાહાના હાઇબ્રિડ સ્કૂટર મોડેલોમાં અત્યાધુનિક એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ (FI) અને 125cc બ્લુ કોર હાઇબ્રિડ એન્જિન છે. આ હળવા વજનના સ્કૂટર્સ ટેલિસ્કોપિક સસ્પેન્શન, સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ સ્વિચ, 21-લિટર અંડર સીટ સ્ટોરેજ, E20 ફ્યુઅલ સુસંગતતા અને સુધારેલ ઇંધણ કાર્યક્ષમતાથી પણ સજ્જ છે. Fascino S અને RayZR Street Rally વેરિઅન્ટ્સ વધુમાં આન્સર બેક ફીચર અને LED ડેટાઇમ રનિંગ લાઇટ્સ (DRL) ઓફર કરે છે.

Related posts

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) એ SET અને SITEEE 2026 દ્વારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ ઓપન કરી

truthofbharat

ઈંતેજારી ખતમ! બાલવીરનો આગામી અધ્યાયથી શરૂ થશે, જે ખાસ સોની લાઈવ પરથી પ્રસારિત થશે!

truthofbharat

સુરતમાં 8 ઑક્ટોબરે ‘પ્રવાસી રાજસ્થાની મીટ’નું આયોજન

truthofbharat