Truth of Bharat
અવેરનેસગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

SAL ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ દ્વારા વર્લ્ડ એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ અવેરનેસ વીક (WAAW) 2025નું કરાયું આયોજન

ગુજરાત, અમદાવાદ | ૨૩ નવેમ્બર ૨૦૨૫ — WHO દ્વારા આયોજિત “વર્લ્ડ એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ અવેરનેસ વીક” (WAAW) દર વર્ષે 18મી થી 24મી નવેમ્બર વચ્ચે વિશ્વભરમાં મનાવવામાં આવે છે. એન્ટીમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ (AMR) સામે સંયુક્ત કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાતને ઉદ્દેશીને WAAW 2025ની થીમ છે – “Act Now, Protect Our Present, Secure Our Future”.

ગુજરાત સરકારના હેલ્થ (ગ્રામીણ) કમિશનર અને નેશનલ હેલ્થ મિશનના મિશન ડિરેક્ટરનાં માર્ગદર્શન હેઠળ SAL Institute of Medical Sciences (SIMS) ના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા હોસ્પિટલ તથા સમુદાયમાં પ્રતિરોધક સુપરબગ્સના ફેલાવાને અટકાવવા અને જાગૃતિ ફેલાવવા માટે ચાર દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી રાજેન્દ્ર શાહ સાહેબ, CMD – SAL એજ્યુકેશન & મેડિકલ ગ્રુપ અને ડૉ. નેહા શાહ – Medical director દ્વારા મેડિકલ ફ્રેટર્નિટી અને વિદ્યાર્થિઓને AMR વિરૂદ્ધ અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે  ડૉ. નીતિન શાહ, ડિરેક્ટર – SIMS દ્વારા ડૉ. પારિજાત ગોસ્વામી (હેડ – માઇક્રોબાયોલોજી વિભાગ) ને કાર્યક્રમનું આયોજન અને સંચાલન સોંપવામાં આવ્યું.

ડૉ. પારિજાત ગોસ્વામી સાથે ડૉ. અરુણા ગૌતમ, ડૉ. મિતાલી મારડિયા, ડૉ. અફરોઝ બલોચ, ડૉ. નિર્મલ શાહ, ડૉ. એતિશા નવાની, ડૉ. મનપ્રીત કૌર, ડૉ. નિધી બારોટ  તથા ડૉ. હંસપ્રિયા ભગત સહિત ટીમનાં તમામ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા નોંધપાત્ર યોગદાન આપ્યું.

હોસ્પિટલમાં યોગ્ય એન્ટીબાયોટિક નીતિઓ, સાવચેતીપૂર્વક એન્ટીબાયોટિક્સનો ઉપયોગ, સર્જરી અગાઉની એન્ટીબાયોટિક પ્રોફાયલૅક્સિસ, અસરકારક ઇન્ફેક્શન પ્રિવેન્શન કન્ટ્રોલ અને હોસ્પિટલ પર્યાવરણમાં બહુ પ્રતિરોધક જીવો (MDRO) ની અટકાણ જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ તમામ પ્રવૃત્તિઓ “One Health Approach” આધારીત રહી, જેમાં માનવ, પ્રાણી અને પર્યાવરણના આરોગ્યને જોડીને AMR સામે લડવાની વ્યૂહરચના અપનાવવામાં આવી.

કાર્યક્રમની મુખ્ય ઝાંખી:

દિવસ 1: ફેકલ્ટી, સ્ટાફ અને પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન અને સેન્સિટાઇઝેશન વર્કશોપ

 દિવસ 2:

  • “AMR Monster in OPD & IPD” વિષય પર પ્રસ્તુતિ
  • MBBS વિદ્યાર્થીઓ દ્વારા સ્વઅધ્યયન મૉડ્યુલ (SDL)

 દિવસ 3:

  • AMR વિષયક ક્વિઝ સ્પર્ધા (UG વિદ્યાર્થીઓ વચ્ચે)
  • ઇન્ફેક્શન પ્રિવેન્શન અને કન્ટ્રોલ વિષય પર પોસ્ટર પ્રેઝન્ટેશન

દિવસ 4:

  • પ્રિસ્ક્રિપ્શન પ્રેક્ટિસ અને ગુણવત્તાત્મક સૂચકાંકો પર નિષ્ણાત ચર્ચા
  • એન્ટી માઇક્રોબિયલ સ્ટીવર્ડશિપ (AMS) પર નિષ્ણાત ચર્ચા
  • પુરસ્કાર વિતરણ અને સમાપન સમારોહ

સમાપન પ્રસંગે શ્રી રાજેન્દ્ર શાહ સાહેબ (ચેરમેન – SAL મેનેજમેન્ટ), Dr. નીતિન શાહ (ડિરેક્ટર – SIMS) તથા જજ સભ્યો દ્વારા તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા પુરસ્કારો આપી શુભકામનાઓ પાઠવવામાં આવી.

કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ફેકલ્ટી, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને આયોજકોને દિલથી આભાર.

==========

Related posts

કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

truthofbharat

સ્ટાર એરએ અમદાવાદથી મુસાફરો માટે મોનસૂન સેલ જાહેર કર્યો: ભાડું રૂ. 2,799 થી શરૂ

truthofbharat

સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું

truthofbharat