નોન પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર્સ TCLમાં હાર્ડ ટેનીસ બોલથી ક્રિકેટ રમશે
રાજકોટ, ગુજરાત | ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ — તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. ત્યારે આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દેશની તમામ દિકરીઓના રોલ મોડેલ બન્યા છે. જેમાં યુવા પેઢીમાં, ખાસ કરીને છોકરીઓ, તેમના સપનાઓને સાકાર કરવા માટે હવે પ્રેરિત થઈ છે. અને હવે છોકરીઓ ક્રિકેટમાં વધુને વધુ રસ લેતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, શહેરોમાં ક્રિકેટ્ની એકેડમીમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા ખેલાડીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે મહિલાઓને ક્રિકેટ ક્ષેત્રે વધારે પ્રોત્સાહિત કરવા તેમજ એક મનોરંજનના હેતુથી રાજકોટ ખાતે “ટોપ ચેમ્પિયનશ લીગ” TCL સિઝન 3 વુમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ એક દિવસની મેચમાં નોન પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર્સ આવી પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપશે. આ એક ટેનીસ ટુર્નામેન્ટ હશે જેમાં 15 વર્ષની ઉપરની કોઈપણ મહિલા ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે.
રાજકોટ ખાતે યોજાવા જઈ રહેલી TCL ટોપ ચેમ્પિયન્સ લીગ માં હાઉસ વાઈફ, સ્ટુડન્ટ્સ, વર્કીંગ વુમન, ભાગ લઈ શકશે. 4th જાન્યુઆરી 2026ના રોજ થનારી આ ટુર્નામેન્ટના પ્રસ્તુતકર્તા છે, Jackpott Supported by Hindustan Project છે. આ ટુર્નામેન્ટ રાજકોટ શહેરના રાજકુમાર કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવવા જઈ રહી છે. જે એક દિવસીય ટુર્નામેન્ટ હશે.
આ ટુર્નામેન્ટના ઓર્ગેનાઈઝર સ્પ્રિન્ટએરાના ફાઉન્ડર નિમીષા શાહ અને કો-ફાઉન્ડર અનંગ મિસ્ત્રી છે, જે વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ 2011થી કરતા આવ્યા છે, જેનો મુખ્ય હેતુ સ્પોર્ટસ અને મહિલાઓને પ્રોત્સાહન આપવાનું છે.
====♦♦♦♦====
