Truth of Bharat
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

વ્રજ ફિલ્મ પ્રોડક્શને જુના ગુજરાતી ગીતોને નવો અંદાજ આપી નવી પેઢી સુધી લાવવાનો પ્રયાસ કર્યો

“મધરો દારુડો” અને”હોકલીયો” જેવા લોકજીભે ચડેલા ગીતો રિક્રિએટ કરી ટ્રેન્ડ સેટ કરનારા પ્રોડ્યુસર સંજય સોની અને કૃપા સોની

ગુજરાત, અમદાવાદ | ૧૭મી ઓક્ટોબર ૨૦૨૫: ગુજરાતમાં ફિલ્મ હાહાકારથી “મધરો દારુડો”જેવા પ્રચલિત ગીતથી પોતાનો ઝંડો ગાઢનાર વ્રજ ફિલ્મ પ્રોડક્શનની ફિલ્મો અને તેના ગીતો લોક જીભે અને  હૈયે રાજ કરી રહ્યા છે.  વ્રજ ફિલ્મ પ્રોડક્શનની યુનિક ફિલ્મોની સ્ટોરી સાથે એક અલગ અંદાજમાં રજુ કરાતુ અદભુત સંગીત શ્રોતાઓના હાલ દિલ લુટી રહ્યું છે. આ વિચાર બીજના પ્રણેતા છે  વ્રજ ફિલ્મ પ્રોડક્શનના પ્રોડ્યુસર સંજય સોની અને કૃપા સોની.

બંને પ્રોડ્યુસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, “અમને ઘણી વાર વિચાર આવતો કે જૂના ગીતો જે લોક જીભે ચડેલા છે એ અત્યારના યુવાનો ને પણ ગમેજ તો આપડે એવું કેમ ન કરીએ કે એને આપડી ફિલ્મમાં લઈએ એ વિચાર સાથે અમે અમારી ફિલ્મ   “હાહાકાર” માં “મધરો દારૂડો” જેવું એક જૂનું મણિરાજ બરોટનું લોકજીભે ચડેલ ગીત ફિલ્મમાં લેવાનો વિચાર કર્યો અને એને નવા અંદાજ સાથે સેટ કરાવી અત્યારે ડાયરા મા જે ખૂબ ચાલે છે તેવા જીગ્નેશ કવિરાજ પાસે ગવડાવી અને એમના ઉપર ફિલ્માંકન કરી એક પ્રયાસ કર્યો. લોકજીભે ચડેલ આ ગીતને નવયુવાનોએ વધાવી લીધું પાર્ટી, લગ્નપ્રસગે વગેરે જગ્યા પર ગીત વાગવા માંડ્યું લોકો ને ગમ્યું.”

ત્યારબાદ અમારી બીજી ફિલ્મ “જીજા સાલા જીજા” માં પણ અમે એજ જૂનું ગીત “હોકલિયો,” રાકેશ બરોટ જેવા જાણીતા સિંગર પાસે ગવડાવી ફિલ્માંકન કરી રજૂ કર્યું જે પણ લોકોને પસંદ આવ્યું

બસ આ ગીતોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં એક નવો ટ્રેન્ડ સેટ કર્યો અને આજકાલ ઘણી બધી ગુજરાતી ફિલ્મમાં આરીતે જુના ગીતો આવવાની શરૂઆત થઈ છે. અમારીજ 31 ઓક્ટોબરે રીલિઝ થનારી  ફિલ્મ “મિસરી”માં એજ ડાયરા કિંગ મણિરાજ બારોટનું સુપ્રસિદ્ધ ગીત એવું “વિંછુડો”ને રિક્રિએટ કરી ફરી એક અલગ અંદાજમાં શ્રોતાઓ સમક્ષ રિલીઝ કરવા જઈ રહ્યાં છે, અમને આશા છે કે આ પણ લોકો વધાવી લેશે.

ગુજરાતને હિટ ફિલ્મો સાથે જુના ગુજરાતી ગીતોને રીક્રિએટ કરીને એક ટ્રેન્ડ સેટ કર્યો છે. “મધરો દારુડો” હોય કે, “હોકલીયો” હોય આ ગીતો હાલ ગુજરાતની જનતાના હૈયા પર રાજ કરી રહ્યાં છે. ત્ય નવરાત્રીમાં પણ આ તમામ ગીતો  ટ્રેન્ડમાં રહ્યાં છે અને ઠેર ઠેર વાગતા પણ સંભળાયા છે.

ટ્રેન્ડ સેટર પ્રોડ્યુસર એવા સંજય સોની અને કૃપા સોનીએ  જૂના ગુજરાતી ગીતોનો ટ્રેન્ડ સેટ કરી ગુજરાતી ઇન્ડ.ના મ્યુઝિક ને વેગવંતુ બનાવ્યું છે.  આપણા જૂના ગુજરાતી ગીતોનું મહત્વ આજની જનરેશન સમજે તે માટે મેં તેઓએ અલગ અંદાજમાં આપડા જૂના હિટ ગુજરાતી ગીતોને તૈયાર કરવાનું શરૂ કર્યુ છે. તેમણે જણાવ્યું કે, હાલ પણ જૂના ગુજરાતી ફોક ગીતો સંગીત પ્રેમીઓને સાંભળવા ખૂબ જ ગમતા હોય છે. શહેર હોય કે છેવાડાનું ગામ લોકો આજે પણ મણિરાજ બારોટનાં જૂના ગુજરાતી ગીતોને પ્રસંગોમાં વગાડતા હોય છે અને સાંભળતા પણ હોય છે. જોકે, આજે પણ જૂના ગુજરાતી ગીતો આપડા તન મનને ડોલાવી દેતા હોય છે. પરંતુ આજનાં યંગસ્ટર્સને આપણાં હિટ ગુજરાતી ગીતો વિશે ખૂબ ઓછી ખબર છે અને તેઓ આ ગીતોને ખૂબ ઓછા જાણતા હોય છે જેથી યંગસ્ટર્સ આપણા ગુજરાતી ગીતોને જાણે અને તેને માણી શકે તે માટે એક વેરાઈટી સાથે રિક્રિએટ કરીને મેં ખાસ કરીને ગુજરાતનો ટહુકતો મોરલો એવા મણિરાજ બારોટના હિટ ગીતોને રજૂ કરીને રાકેશ બારોટ અને જીગ્નેશ બારોટ જેવા સુપ્રસિદ્ધ કલાકારોનાં સ્વર દ્વારા એક નવા અંદાજમાં શ્રોતાઓ સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો છે. જેનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Related posts

કાઈનેટિક ગ્રીન દ્વારા ઈ-લુના પર ઉદ્યોગની પ્રથમ અનલિમિટેડ KM ‘‘એશ્યોર્ડ બાયબેક ઓફર’’ સાથે નવું ધોરણ સ્થાપિત કરાયું: ગ્રાહકો માટે એશ્યોરન્સ વધારાયું

truthofbharat

પુષ્પા જ્વેલર્સ લિમિટેડનો IPO 30 જૂન, 2025 ના રોજ ખૂલશે

truthofbharat

પીએનબી મેટલાઈફ, ટ્રુહૉમ ફાઈનાન્સ (અગાઉની શ્રીરામ હાઉસિંગ લિ.) ઘરમાલિકોને ઑફર કરશે ક્રેડિટ લાઈફ ઈન્સ્યોરન્સ

truthofbharat