ગુજરાત, અમદાવાદ | ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ — “વર્ષ 2025 માં કેટલીક સીમાચિહ્નરૂપ ગ્રાહક-કેન્દ્રિત પહેલ જોવા મળી, જે લાઇફ ઇન્શયોરન્સને યુનિવર્સલ સોશિયલ વેલફેર સહાય પહોંચાડવામાં એક જરૂરી હિસ્સો બનાવવામાં ઘણી મદદરૂપ થશે. વર્ષની શરૂઆત સરેન્ડર વેલ્યુના નિયમોમાં ફેરફારની સાથે થઈ હતી અને GST છૂટ અને બીમા સુગમ પોર્ટલના લોન્ચની સાથે તેના ડેવલપમેન્ટનો રસ્તો ચાલુ રહ્યો.
હાલ લાઇફ ઇન્શયોરન્સની માંગ મુખ્યત્વે પ્રોટેકશન, એન્યુઇટી અને સેવિંગ્સ પ્રોડક્ટમાં ફેલાયેલ છે. જેમ-જેમ વધુ પરિવારો પ્રોટેકશન અને રિટાયરમેન્ટ સોલ્યુશન્સને પ્રાથમિકતા આપશે તેમ-તેમ આપણે આ પ્રોડક્ટસને ફાઈનાન્સિયલ સિક્યોરિટી પૂરી પાડતા જોતા રહીશું. પરિણામે 2026 માં વીમા કંપનીઓ વધુ સારી અને વધુ મજબૂત પ્રોડક્ટસ ઓફર કરવા માટે નવી-નવી પદ્ધતિઓ અપનાવી શકે છે.
FDI ધોરણોમાં છૂટછાટ બાદ આવતા વર્ષે વધુ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ બજારમાં પ્રવેશ કરી શકે છે. બજારમાં વધુ ખેલાડીઓ પ્રવેશતા ઇન્ડસ્ટ્રીઝ તાલમેલ બેસાડી શકશે અને વધુ કુશળતાથી લાઇફ ઇન્શયોરન્સ સોલ્યુશન્સ આપી શકશે. પોઝિટિવ રેગ્યુલેટરી વાતાવરણ, ડિજિટલ ટેકનોલોજીમાં પ્રગતિ અને ગ્રાહક જાગૃતિમાં વધારો થવાથી 2026 માં લાઇફ ઇન્શયોરન્સમાં સતત અને સારો ગ્રોથ થશે.”
====♦♦♦♦♦====
