ગુજરાત | ૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: વંતારા ફરી એકવાર સાબિત કરે છે કે તે વિશ્વના શ્રેષ્ઠ પ્રાણી સંરક્ષણ કેન્દ્રોમાંનું એક છે. સુપ્રીમ કોર્ટએ તાજેતરમાં માન્યતા આપી છે કે વંતારાનું કામ માત્ર ભારતીય નિયમો પૂરતું નહીં, પણ વૈશ્વિક ધોરણોથી પણ વધુ ઉત્તમ છે.
આજના સમયમાં લોકો પ્રાણીઓ અને કુદરતની જરૂરિયાતોને વધુ સમજવા લાગ્યા છે. આવા સમયે, વંતારા જેવી પહેલ ભારતને વૈશ્વિક સ્તરે આગળ લાવી રહી છે. જ્યારે પ્રાણી કલ્યાણ વૈશ્વિક ચર્ચાનો મુખ્ય મુદ્દો છે, ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) રિપોર્ટમાં વંતારા ને નૈતિક, પારદર્શક અને અસરકારક પ્રાણી સંરક્ષણનું નવું મોડેલ ગણાવી તેની પ્રતિબદ્ધતાને ફરી માન્યતા આપી છે.
પ્રાણી કલ્યાણ અંગે, સુપ્રીમ કોર્ટના જજ પંકજ મિથલ અને જજ પીબી વરાળે SIT ના તારણોના આધારે જણાવ્યું કે વંતારા માં પ્રાણીઓનું મૃત્યુદર વૈશ્વિક ઝૂઝના સરેરાશ જેટલું જ છે અને તેની સંભાળ અને વ્યવસ્થાપન પદ્ધતિઓ આંતરરાષ્ટ્રીય ધોરણોથી પણ શ્રેષ્ઠ છે.
કોર્ટે વધુમાં જણાવ્યું કે ગ્લોબલ હ્યુમેન જેવી સ્વતંત્ર સંસ્થાઓએ સ્થળની તપાસ અને ઓડિટ કર્યા બાદ વંતારાને વૈશ્વિક ધોરણો મુજબ માન્ય જાહેર કર્યું છે. વંતારાને ‘ગ્લોબલ હ્યુમેન સર્ટિફાઇડ સીલ ઑફ અપ્રુવલ’ મળ્યું, જે તેની પ્રાણી સંભાળ અને સંરક્ષણ પદ્ધતિઓને સ્વતંત્ર રીતે માન્યતા આપે છે.
અનંત અંબાણીની કરુણાભરી અને વિજ્ઞાન આધારિત દૃષ્ટિએ વંતારા ને એક અગ્રણી સંસ્થા બનાવી છે. અહીં બચાવ અને પુનર્વસન માટે જાણીતું કેન્દ્ર છે. અદ્યતન પશુચિકિત્સા સુવિધાઓ, ખાસ ખોરાક યોજનાઓ અને કુદરતી માહોલ જેવી નિવાસસ્થાનો સાથે, પ્રાણીઓનું શારીરિક અને માનસિક સુખાકારી બંને ધ્યાનમાં લેવામાં આવે છે.
વંતારા માત્ર પ્રાણીઓના જીવ બચાવામાં જ નહીં, પરંતુ તેમને સારું અને સુરક્ષિત જીવન જીવાડવામાં પણ વિશ્વસ્તરીય ધોરણો ગોઠવે છે.
