Truth of Bharat
અવેરનેસગુજરાતપર્યાવરણમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

રક્ષાબંધન પર અનોખી ઉજવણી — રાખડી સાથે પર્યાવરણપ્રેમી સંદેશ

ગુજરાત, અમદાવાદ | ૦૯ ઓગસ્ટ ૨૦૨૫: શહેરની પર્યાવરણપ્રેમી મહિલા ધારા ઠક્કરે રક્ષાબંધનની ઉજવણીને અનોખો આયામ આપ્યો. તેમણે પરંપરાગત રાખડી સાથે ભાઈને પ્લાન્ટની ભેટ આપીને તેને પ્રેરણા આપી કે તે આ છોડની ખાસ કાળજી રાખે, નિયમિત પાણી આપે અને પ્રેમપૂર્વક તેની સંભાળ કરે.

ધારા ઠક્કરે જણાવ્યું કે ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ માત્ર સુરક્ષા અને પ્રેમ પૂરતો નથી, પરંતુ આવતી પેઢી માટે સ્વસ્થ પર્યાવરણ આપવાની જવાબદારી પણ છે. તેમણે ભાઈને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી.

આ પ્રસંગે ધારા ઠક્કરે સમાજને સંદેશ આપ્યો કે પ્રકૃતિનું રક્ષણ કરવું, વૃક્ષો વાવવું અને તેની સંભાળ રાખવી એ દરેક નાગરિકનો કર્તવ્ય છે. “જો આજે આપણે પ્રકૃતિને સાચવીશું, તો જ આવતી પેઢી માટે હરિયાળો અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરી શકીશું,” તેમ તેમણે ઉમેર્યું.

Related posts

GE એરોસ્પેસ ફાઉન્ડેશને નેકસ્ટ એન્જિનિયર્સના બેંગલુરુ, ભારતમાં વિસ્તરણની જાહેરાત કરી

truthofbharat

ધુરંધરમાં ચાર આંતરરાષ્ટ્રીય એક્શન ડિરેક્ટર દરેક સિક્વન્સમાં અલગ પાવર

truthofbharat

સૂરજ પંચોલીએ કર્યો ખુલાસો:  ‘કેસરી વીર- લેજન્ડ્સ ઑફ સોમનાથન બનાવવા પાછળનું ખરેખરનું કારણ શું હતું

truthofbharat