ગુરૂગ્રામ | ૨૮ જુલાઈ ૨૦૨૫: ભારતના અગ્રણી ઇન્ટિગ્રેટેડ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (TCI)એ આજે 30 જૂન, 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા.
Q1 FY2026ની નાણાકીય હાઇલાઇટ્સ
– આવક: TCIએ ₹ 11,506 મિલિયનની એકીકૃત આવક નોંધાવી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹ 10,560 મિલિયનની સરખામણીમાં 9% ની વૃદ્ધિ દર્શાવે છે.
– EBITDA: કંપનીની વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી (EBITDA)₹1520 મિલિયન રહી, જે નાણાકીય વર્ષ 2024માં ₹ 1,358 મિલિયનની સરખામણીમાં 11.9% વધુ છે.
– કર પછીનો નફો (PAT): PAT 17% વધીને ₹1,072 મિલિયન થયો, જે પાછલા વર્ષમાં ₹916 મિલિયન હતો.
પરર્ફોમન્સ હાઇલાઇટ્સ:
| Q1/FY2026 vs. Q1/FY2025 Consolidated (In ₹ Mn.) | Q1/FY2026 vs. Q1/FY2025 Standalone (In ₹ Mn.) | |||||||
| વિગત | 30.06.2025 | 30.06.2024 | Growth % | વિગત | 30.06.2025 | 30.06.2024 | Growth % | |
| રેવન્યુ | 11,506 | 10,560 | 9.0% | રેવન્યુ | 10,338 | 9,839 | 5.1% | |
| EBIDTA | 1,520 | 1,358 | 11.9% | EBIDTA | 1,629 | 1,447 | 12.6% | |
| PAT | 1,072 | 916 | 17.0% | PAT | 1,242 | 1,047 | 18.6% | |
મેનેજમેન્ટ કોમેન્ટરી:
નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો અંગે, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (TCI) ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે: “અમને નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટરમાં મજબૂત પ્રગતિની જાણ કરતા આનંદ થાય છે, જે અમારા મલ્ટિમોડલ, વેરહાઉસિંગ, 3PL અને કોલ્ડ ચેઇન વર્ટિકલ્સમાં સ્થિર વૃદ્ધિને કારણે છે. અર્થતંત્રમાં મિશ્ર સેક્ટોરલ ટ્રેન્ડ હોવા છતાં, અમારી ઇન્ટીગ્રેટેડ સર્વિસિસ ઓફરિંગ અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમે અમને નોંધપાત્ર કામગીરીની ગતિ જાળવી રાખવામાં સક્ષમ બનાવ્યા છે.”
ઉત્પાદન ક્ષેત્રના પુનરુત્થાન, ખાસ કરીને કેમિકલ્સ, એન્જિનિયરિંગ અને કન્ઝ્યુમર ગુડ્સમાં, વિશ્વસનીય, સ્કેલેબલ અને ટકાઉ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સની માંગ પર સકારાત્મક અસર પડી છે. મલ્ટિમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અપસ્કિલિંગ, AI આધારિત SOPs અને ગ્રીન લોજિસ્ટિક્સમાં TCIના સતત રોકાણોએ અમને ભારતની વિકસતી લોજિસ્ટિક્સ જરૂરિયાતોના સ્કેલને પૂર્ણ કરતા વિવિધ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પહોંચાડવા માટે સારી સ્થિતિમાં મૂક્યા છે.
સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોત્સાહન અને વૈશ્વિક ખેલાડીઓના સતત ધસારાને કારણે બહુપક્ષીય ઉત્પાદન વૃદ્ધિને વેગ મળ્યો છે, અમે આગામી ક્વાર્ટરમાં મજબૂત ઓર્ડર પાઇપલાઇનની અપેક્ષા રાખીએ છીએ. “અમે ઇનોવેશન, વ્યૂહાત્મક ભાગીદારી, ટકાઉપણું અને ઓપરેશનલ એક્સેલન્સ દ્વારા અમારા ગ્રાહકોને ચપળતા અને કાર્યક્ષમતા સાથે સેવા આપવા માટે મૂલ્ય પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”
====================================================================
