Truth of Bharat
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતની ઓળખ, ગરબાની શાન: “ક્રિષ્ના ગરબા એકેડેમી”

ગુજરાત, અમદાવાદ | ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫: “ગરબા માત્ર નૃત્ય નથી, એ તો ગુજરાતની ઓળખ છે!” – આ જ વિચાર સાથે છેલ્લા 11 વર્ષથી વધુ સમયથી નારણપુરા, અમદાવાદમાં કાર્યરત ક્રિષ્ના ગરબા એકેડેમી, સ્થાપક આગમ શાહ અને કોમલ કોઠારીના નેતૃત્વ હેઠળ આજે પરંપરા અને યુવાનો વચ્ચેનું અનોખું સેતુ બની ગઈ છે.

અહીં નવરાત્રીના મહિનાઓ પહેલાં જ ગુજરાતના જુદા-જુદા પ્રદેશોના પ્રાચીન ગરબા શૈલી – કચ્છી, રજવાડી, સુરતી દોઢિયા, વગેરે – ઊર્જા અને જુસ્સા સાથે શીખવવામાં આવે છે. ખેલૈયાઓ દાંડિયા ઉપરાંત ડાંગ, છત્રી, ઘડા, કરતાલ અને ઘુઘરા જેવા પરંપરાગત પ્રોપ્સનો ઉપયોગ કરીને ગરબાની મજા અનેકગણી વધારી દે છે.

પરંપરા સાથે યુવાનોને વધુ નજીક લાવવા માટે દર અઠવાડિયે અનોખી અને મઝાની પ્રવૃત્તિઓ યોજાય છે – જેમ કે ટ્રેડિશનલ ડે, સાફા ડે, ગ્રૂપ ડે, ગેમ નાઈટ અને ઘણાં બીજા રંગીન દિવસો.

ગુજરાતના લોકગરબાને સાચવવા અને નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડવા માટે ક્રિષ્ના ગરબા એકેડેમી સતત પ્રયત્નશીલ છે.

Related posts

કંઈક થવા માટે કથા નહિ,પણ જે છો એ સમજવા માટે કથા સાંભળો.

truthofbharat

પંજાબ અને અન્યત્ર અકુદરતી રીતે મ્રુત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

જેને ઢેફું, લોઢું અને સોનુ સમાન દેખાય એ યોગી છે.

truthofbharat