Truth of Bharat
ગુજરાતફૂડ ફેસ્ટિવલબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ધ સિલ્ક રૂટ ફ્લેવર્સ : ક્રાઉન પ્લાઝા અમદાવાદ ખાતે એક પાન એશિયન સેલિબ્રેશન

અમદાવાદ ૨૫ જૂન ૨૦૨૫: જાપાનના કોસ્ટલ કિચન્સ થી લઈને હોંગકોંગના વાઇબ્રન્ટ હોકર સ્ટોલ અને દક્ષિણપૂર્વ એશિયાના ફાયરી સ્ટિર-ફ્રાઈસ સુધી, “ધ સિલ્ક રૂટ ફ્લેવર્સ” 27 જૂન થી 6 જુલાઈ 2025 સુધી અમદાવાદના રાંધણ દ્રશ્યને એક સ્વાદિષ્ટ સફર પર લઈ જવા માટે તૈયાર છે, ફક્ત એસેન્સ, ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર ખાતે.
હોલિડે ઇન જયપુરના એવોર્ડ-વિજેતા ચાઓ ચાઈનીઝ બિસ્ટ્રોના સહયોગથી, આ ફેસ્ટિવલ ચાઓની સફળતા પાછળની સર્જનાત્મક શક્તિ, શેફ મિલન ગુપ્તા અને ક્રાઉન પ્લાઝા અમદાવાદના એક્ઝિક્યુટિવ શેફ, શેફ સોમનાથ દેબની રાંધણ કળાને એકસાથે લાવે છે. પરિણામ: એક વિચારપૂર્વક તૈયાર કરાયેલું મેનુ જે ઓથેન્ટિસિટી અને ઇનોવેશન, તેમજ ટ્રેડિશન અને મોડર્ન એલિગન્સ સાથે સંતુલન બનાવે છે.

આ સહયોગ માત્ર એક ફૂડ ફેસ્ટિવલ કરતાં પણ કંઈક વિશેષ છે; તે આપણા શહેરના સાંસ્કૃતિક રીતે જિજ્ઞાસુ અને સ્વાદને પ્રાધાન્ય આપતા મહેમાનો માટે ક્યુરેટ કરાયેલો એક અનુભવ છે,” તેમ ક્રાઉન પ્લાઝા અમદાવાદના જનરલ મેનેજર શ્રી સૂરજ કુમાર ઝાએ જણાવ્યું હતું. “શેફ મિલનનું વિઝન, અમારી ટીમના હોસ્પિટાલિટી અને એક્ઝિક્યુશન સાથે મળીને, ક્રોસ-પ્રોપર્ટી સિનર્જીમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે.

મહેમાનો ખાસ તૈયાર કરેલા TDH મેનુ સાથે લંચનો આનંદ માણી શકે છે, જે ફેસ્ટિવલના હાઇલાઇટ્સનો એક નાનો પણ સ્વાદિષ્ટ નમૂનો આપે છે. વધુ ગહન અનુભવ મેળવવા ઇચ્છતા લોકો માટે, ડિનર બફેટમાં વિસ્તૃત પસંદગીઓ ઉપલબ્ધ છે, જે ભોજન કરનારાઓને પાન એશિયન સ્વાદોની સંપૂર્ણ શ્રેણીનું અન્વેષણ કરવાની સુવિધા આપે છે.
મેનુ ટેક્સચર અને સુગંધ ના એક સ્વાદિષ્ટ મિશ્રણનું વચન આપે છે,જેમાં હાથથી પસંદ કરેલી વાનગીઓ જેવી કે જાપાની ચિકન ડિમ સમ્સ – ઉમામીથી ભરેલા નાજુક, સંપૂર્ણ રીતે સ્ટીમ્ડ પાર્સલ ; હોંગકોંગ સ્ટીમ્ડ ટોફુ – સુગંધિત સોયા અને આદુ સ્કેલિયન તેલથી ભરેલું રેશમી ટોફુ; અને ચાર ક્વે ટિઓ નૂડલ્સનો વોક-ટોસ્ડ મેજિક, સ્મોકી ફ્લેવર્સ અને સ્પાઇસના હીન્ટ સાથે લેયર્ડ.

પોતાનો ઉત્સાહ શેર કરતાં શેફ મિલન એ કહ્યું, “મેં આ મેનુ એવી સામગ્રીથી ડિઝાઇન કર્યું છે જે સ્ટોરીઝ ધરાવે છે. દરેક વાનગી એક પ્રદેશ, પરંપરા, સ્મૃતિને પ્રતિબિંબિત કરે છે. અમદાવાદના મહેમાનો એક સમયે એક પ્લેટમાં સમગ્ર એશિયાની સફરની અપેક્ષા રાખી શકે છે.”

ભલે તમે ક્લીન જાપાનીઝ એસ્થેટિક્સ, બોલ્ડ મલેશિયન ફ્લેવર્સ, અથવા ચાઇનીઝ કમ્ફર્ટ ફૂડના ચાહક હોવ, ધ સિલ્ક રૂટ ફ્લેવર્સ દરેક સ્વાદને આનંદ આપવાનું વચન આપે છે.

ઇવેન્ટ ડિટેલ્સ-
ક્યારે : 27મી જૂન – 6ઠ્ઠી જુલાઈ 2025
ક્યાં : એસેન્સ, ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર
સમય : લંચ અને ડિનર
કિંમત : ₹1699++ (લંચ TDH મેનુ) | ₹1999++ (ડિનર બુફે)
કોન્ટેક્ટ : +91 99798 47996 | +91 89800 20719

ફૂડ માટે આવો, સ્ટોરી માટે રહો. ધ સિલ્ક રૂટ ફ્લેવર્સ એ માત્ર ડાઇનિંગ એક્સપિરિયન્સ કરતાં વધુ છે – તે એશિયાના ક્યુલિનરી હેરિટેજની ઉજવણી છે, અહીં અમદાવાદના હાર્ટમાં.

 

Related posts

ગુજરાતમાં પહેલીવાર ‘રેડી પઝેશન પ્રોપર્ટી એક્સ્પો’નું આયોજન – અમદાવાદ ના લોકોએ મળશે 50થી વધુ પ્રોપર્ટીઝ ના વિકલ્પ

truthofbharat

ફિલ્મ “મેરે હસબંડ કી બીવી” એ પહેલો દિવસમાં 1.7 કરોડની કમાઈ કરી

truthofbharat

બીડબ્લ્યૂએફ વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ 2025: ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો, ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાને હરાવી પ્રથમ મિશ્રિત ટીમ મેડલ નિશ્ચિત કર્યો

truthofbharat