ગુજરાત, અમદાવાદ ૨૪ માર્ચ ૨૦૨૫: પિતા સાથે સઘન શોડાઉન પછી બાલવીર શક્તિરહિત થઈ જાય છે, પરંતુ તેનું અસ્તિત્વ ભૂંસવા માગતા જીવલેણ નવા દુશ્મન ઊભરી આવતાં તેનો આ પ્રવાસ પૂરો થવાથી હજુ બહુ દૂર છે. દુનિયાનું ભાગ્ય દાવ પર છે ત્યારે બાલવીરે ફરીથી ઊભરી આવવા અને વધુ મોટા જંગનો સામનો કરવા માટે પોતાની રીત શોધવાનું આવશ્યક છે.
દેવ જોશી કહે છે, “બાલવીર હંમેશાં સાહસ, આશા અને સારપ અને બુરાઈ વચ્ચેનો જંગ રહ્યો છે. આ સીઝન બધું સંપૂર્ણ નવા સ્તરે લઈ જાય છે, વધુ ઘેરા પડકારો, ઉચ્ચ દાવ પરની કૃતિઓ અને શક્તિશાળી પરિવર્તન સહિતનનું પરિવર્તન જોવા મળશે. સીઝન 5 રોમાંચક નવો અધ્યાય છે અને બાલવીરનો વધુ સઘન પ્રવાસ ચાહક જુએ તે માટે હું ભારે ઉત્સુક છું. લીજેન્ડનો હજુ અંત આવ્યો નથી!”
બાલવીર તરીકે દેવ જોશી, કાશ્વી તરીકે અદિતિ સંવાલ અન આજીલ તરીકે અદા ખાન અભિનિત આ સીઝન રોમાંચક એકશન, ફેન્ટસી અને ભાગ્યના જંગનું વચન આપે છે. શું બાલવીર તેની શક્તિ ફરીથી હાંસલ કરી શકશે અને અંધકારનાં બળોને હરાવી શકશે?
જોવાનું ચૂકશો નહીં બાલવીરની ગાથાનો રોમાંચ, ૭ એપ્રિલથી શરૂ થશે, સોમવારથી શુક્રવાર, ખાસ સોની લાઈવ પર!