Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટીસીઆઈ સી-વેઝના કાફલામાં 500 ટીઈયુ ક્ષમતાનું કન્ટેનર જહાજ ‘ટીસીઆઈ સેતુ’ ઉમેરાયું

આ વ્યૂહાત્મક ઉમેરો હરિત દરિયાકાંઠાના શિપિંગ, કાર્યક્ષમ કામગીરી અને ઇન્ટિગ્રેટેડ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પ્રત્યે ટીસીઆઈની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે

અમદાવાદ, ગુજરાત | ૧૬ નવેમ્બર ૨૦૨૬ | ટકાઉ લોજિસ્ટિક્સ અને ભારતના દરિયાકાંઠાના શિપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં, ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ટીસીઆઈ)ના વિભાગ ટીસીઆઈ સી-વેઝે 29 ઓક્ટોબર 2026ના રોજ 500 ટીઈયુ ક્ષમતાનું કન્ટેનર જહાજ ટીસીઆઈ સેતુ (TCI SETU) હસ્તગત કર્યું છે.

આશરે 7,300 મેટ્રિક ટન ડેડવેટ ક્ષમતા ધરાવતું ટીસીઆઈ સેતુ ટીસીઆઈ સી-વેઝના કાફલાનું સાતમું જહાજ છે, જે હાલનાં છ જહાજો સાથે જોડાયું છે. તે ભારતની વધતી દરિયાકાંઠાની માલવાહક જરૂરિયાતોને પહોંચી વળવાની ક્ષમતા વધારે છે, ખાસ કરીને પૂર્વ કિનારે, જ્યાં ટીસીઆઈ સી-વેઝ ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, આંદામાન ટાપુઓ અને મ્યાનમારને જોડે છે.

ચીનની તાઇઝોઉ સાનફુ શિપ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ દ્વારા નિર્મિત આ જહાજ ઉત્તમ બાંધકામ ગુણવત્તા, ભરોસાપાત્ર કામગીરી અને આર્થિક કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયું છે. તેનું ઓછું કાર્બન ઉત્સર્જન વધુ સ્વચ્છ અને ટકાઉ દરિયાઈ પરિવહન તરફના પરિવર્તનને ટેકો આપે છે.

ટીસીઆઈ સેતુમાં ₹178.8 કરોડનું રોકાણ કરાયું છે, જે સંપૂર્ણપણે આંતરિક સ્રોતો (ઇન્ટર્નલ એક્રુઅલ્સ) દ્વારા કરવામાં આવ્યું છે. આ શિપયાર્ડ સાથે કરાર કરાયેલાં બે જહાજોમાંથી આ પ્રથમ જહાજ છે.

મેનેજિંગ ડિરેક્ટર વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે, “ટીસીઆઈમાં અમે દરિયાકાંઠાના શિપિંગને ભારતના ભાવિ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક મહત્ત્વના સ્તંભ તરીકે જોઈએ છીએ. ટીસીઆઈ સેતુ ટેક્નોલોજી, કાર્યકુશળતા અને ટકાઉ પરિવહનમાં રોકાણ કરવાની અમારી સતત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. કાર્યક્ષમ દરિયાકાંઠાના શિપિંગને અમારી વ્યાપક રોડ અને રેલ ક્ષમતાઓ સાથે જોડીને અમે વધુ સંકલિત, કિફાયતી અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર મલ્ટિમોડલ નેટવર્ક તૈયાર કરી રહ્યા છીએ. આ માત્ર અમારો કાફલો વધારવાની વાત નથી. ભારતીય લોજિસ્ટિક્સ માટે વધુ હરિત અને વધુ જોડાયેલું ભવિષ્ય ઘડવામાં યોગદાન આપવાની આ વાત છે.”

ભારત લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ડીકાર્બનાઇઝેશન પર ઝડપથી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે સંતુલિત અને ટકાઉ પરિવહન વ્યવસ્થામાં દરિયાકાંઠાના શિપિંગની ભૂમિકા વધુ મોટી બનવાની છે. ટીસીઆઈ સી-વેઝ આધુનિક જહાજ ટેક્નોલોજીમાં રોકાણ, કાફલાને મજબૂત બનાવવાનું અને મલ્ટિમોડલ કનેક્ટિવિટીને આગળ વધારવાનું ચાલુ રાખશે.

== સમાપ્ત ==

Related posts

ડિલિવરીમાં મહારત મેળવવાથી લઈને પિતાની ફરજોમાં મહારત મેળવવા સુધી

truthofbharat

એવૉર્ડ-વિનિંગ BSA ગોલ્ડ સ્ટાર 650 દ્વારા બે નવા એડિશન – બ્રૂકલેન્ડ્સ બ્લેક અને બર્મિંગહામ બ્લ્યૂના લોન્ચિંગ સાથે તહેવારોની ઉજવણી

truthofbharat

રોહન જરદોશે (તપધારી)એ અઠ્ઠઈના ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ જણાવ્યું

truthofbharat

Leave a Comment