મુંબઈ | ૩૦મી ઓક્ટોબર ૨૦૨૫ — ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા દેશમાં લાંબા અંતર અને ભારે માલવહન કરતા ટ્રકો માટે એલએનજી (લિક્વિફાઈડ નેચરલ ગેસ) રિફ્યુઅલિંગ ઈકોસિસ્ટમ) મજબૂત બનાવવા માટે ભારતની અગ્રણી સિટી ગેસ વિતરક ખેલાડી થિંક ગેસ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર સહીસિક્કા કર્યા છે. આ ભાગીદારીનું લક્ષ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુસજ્જતા બહેતર બનાવવાનું, ઈંધણની ગુણવત્તા આસપાસ જાગૃતિ વધારવાનું અને એલએનજી- પાવર્ડ કમર્શિયલ વાહનો અપનાવવાની વ્યાપ્તિ વધારીને સ્વચ્છ અને વધુ ડિકાર્બનાઈઝ્ડ ફ્રેઈટ કામગીરીમાં રૂપાંતર કરવાનું છે.
આ જોડાણના ભાગરૂપે ટાટા મોટર્સ એલએનજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે સંભાવ્ય ફ્રેઈટ કોરિડોર્સ અને લોજિસ્ટિક્સ ક્લસ્ટર્સ ઓળખવા માટે થિંક ગેસ સાથે નિકટતાથી કામ કરવાનું છે. થિંક ગેસ ઈંધણની ગુણવત્તા અને પુરવઠાની વિશ્વસનીયતાનાં ઉચ્ચ ધોરણો જાળવવા ધ્યાન કેન્દ્રિત કરીને વાહનની કામગીરી અને કાર્યક્ષમતા મહત્તમ બને તેની ખાતરી રાખશે. પ્રેફરન્શિયલ કિંમત સહિત ખાસ લાભો ટાટા મોટર્સના ગ્રાહકોને પણ આપવામાં આવશે.
આ ભાગીદારી પર બોલતાં ટાટા મોટર્સના ટ્રક્સના વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી રાજેશ કૌલે જણાવ્યું હતું કે, “ભારત સક્ષમ અને કાર્યક્ષમ ફ્રેઈટ મુવમેન્ટ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે એલએનજી લાંબા અંતર અને ભારે માલવહન ટ્રકિંગ માટે રોચક સમાધાન પ્રસ્તુત કરી રહ્યો છે. તેની સંભાવનાને વહેલું ઓળખીન અમે મજબૂત સમાધાન વિકસવ્યા છે, જે ઉચ્ચ ઈંધણ કાર્યક્ષમતા, ઘટતું ઉત્સર્જન અને ઉત્કૃષ્ટ કામગીરી પ્રદાન કરશે. થિંક ગેસ સાથે આ ભાગીદારી થકી અમારું લક્ષ્ય ઈકોસિસ્ટમની સુસજ્જતા મજબૂત બનાવીને રિફ્યુઅલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિશ્વસનીય પહોંચની ખાતરી રાખવાનું અને ફ્લીટ ઓપરેટરો આત્મવિશ્વાસ સાથે એલએનજી અપનાવે તે માટે તેમને અભિમુખ બનાવવાનું છે. આ જોડાણ ભારતના કમર્શિયલ વાહનના ઉદ્યોગ માટે સ્વચ્છ, ભાવિ તૈયાર મોબિલિટી સમાધાન આગળ વધારવાની અમારી કટિબદ્ધતામા વધુ એક પગલું છે.’’
THINK ગેસનું પ્રતિનિધિત્વ કરતા, શ્રી સોમિલ ગર્ગ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ (LNG ફ્યુઅલ) એ જણાવ્યું હતું કે, “THINK ગેસ ખાતે, અમારું લક્ષ્ય સમગ્ર ભારતમાં સ્વચ્છ ઇંધણ સુલભ અને સસ્તું બનાવવાનું છે. વૈકલ્પિક ઇંધણ ગતિશીલતાને આગળ વધારવામાં અગ્રણી ટાટા મોટર્સ સાથે ભાગીદારી કરવાથી અમને અમારા વિસ્તરણને વ્યૂહાત્મક રીતે વધારવામાં મદદ મળશે. અમારા વૈશ્વિક રોકાણકારો – I-Squared Capital, Osaka Gas, Sumitomo Corporation, Konoike Transport, JOIN દ્વારા સમર્થિત, અમે દેશભરમાં એક મજબૂત, સલામત અને ટકાઉ LNG નેટવર્ક બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ટાટા મોટર્સ વૈકલ્પિક ફ્યુઅલ ટેકનોલોજીઓ દ્વારા પાવર્ડ ઈનોવેટિવ મોબિલિટી સમાધાન વિકસાવવામાં આગેવાન છે, જેમ કે, બેટરી ઈલેક્ટ્રિક, સીએનજી, એલએનજી, હાઈડ્રોજન ઈન્ટરનલ કમ્બશન અને હાઈડ્રોજન ફ્યુઅલ સેલ. કંપની નાનાં કમર્શિયલ વાહનો, ટ્રકો, બસો અને વેન સહિત વિવિધ સેગમેન્ટસમાં વૈકલ્પિક ફ્યુઅલ દ્વારા પાવર્ડ કમર્શિયલ વાહનોનો મજબૂત પોર્ટફોલિયો ઓફર કરે છે.
થિંક ગેસ હાલમાં 18 લિક્વિફાઇડ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (LCNG) સ્ટેશનો ચલાવે છે, જેમાં ઘણા વધારાના સ્ટેશનો વિકાસ હેઠળ છે. તેનો પ્રસ્તાવિત LCNG કોરિડોર દેશભરના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો, કૃષિ ક્ષેત્રો અને લોજિસ્ટિક્સ કેન્દ્રોને જોડવા માટે રચાયેલ છે. આ કોરિડોર મહત્વપૂર્ણ પરિવહન માર્ગોને પૂર્ણ કરશે જે ઉત્પાદન, વેરહાઉસિંગ, નિકાસ અને કૃષિ પુરવઠા શૃંખલાઓમાં કાર્યરત કાફલાઓ માટે કાર્યક્ષમ અને વિશ્વસનીય LNG ઇંધણ ઍક્સેસને સક્ષમ બનાવશે.
–ENDS–
