મુંબઈ | ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આજે એસ ગોલ્ડ+ના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી, જે તેની પ્રતીકાત્મક એસ રેન્જમાં સૌથી કિફાયતી ડીઝલ પ્રકાર છે. ફક્ત Rs. 5.52 લાખ* (એક્સ- શોરૂમ)ની કિંમત સાથે એસ ગોલ્ડ+ તેની શ્રેણીમાં સૌથી ઓછો કુલ માલિકી ખર્ચ (ટીસીઓ)ની ખાતરી રાખવા સાથે ઉત્તમ પરફોર્મન્સ પ્રદાન કરવા માટે ઘડાયો છે, જે તેને આજના મૂલ્ય સતર્ક ઉદ્યોજકો માટે આદર્શ પસંદગી બનાવે છે.
આધુનિક લીન NOx ટ્રેપ (એલએનટી) ટેકનોલોજીથી સમૃદ્ધ એસ ગોલ્ડ+ ડીઝલ એક્ઝોસ્ટ ફ્લુઈડ (ડીઈએફ)ની જરૂર દૂર કરીને નોંધપાત્ર રીતે મેઈનટેનન્સ અને સંચાલન ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો કરે છે. આ ઈનોવેશન કઠોર ઉત્સર્જન ધોરણોનું પાલન કરવાની ખાતરી રાખવા સાથે વધતો ખર્ચ ઓછો કરીને નફાશક્તિ વધારે છે, જેને ળઈ ગ્રાહકો દરેક ટ્રિપ સાથે વધુ કમાણી કરી શકે છે.
નવું મોડેલ લોન્ચ કરતાં ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સના એસસીવીપીયુના વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી પિનાકી હલદરે જણાવ્યું હતું કે, “બે દાયકા પૂર્વે લોન્ચ કરાયું ત્યારથી ટાટા એસે ભારતમાં સતત લાસ્ટ- માઈલ મોબિલિટીમ પરિવર્તન લાવીને હજારો ઉદ્યોજકોને પ્રગતિ કરવા માટે સશક્ત બનાવ્યા છે. દરેક અપગ્રેડ સાથે તે આધુનિક ટેકનોલોજીઓ, વર્સેટાઈલ ફીચર્સ અને વ્યાપક એપ્લિકેશન્સ સમાવવામાં ઉત્ક્રાંતિ પામી છે. એસ ગોલ્ડ+ના લોન્ચે આ વારસો ચાલુ રાખીન એવું સમાધાન પ્રદાન કર્યું છે, જે વેપાર કામગીરી આસાન બનાવે છે, નફાશક્તિ વધારે છે અને ભારતના ઔદ્યોગિક સાહસને પોષવાની અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે.”
22PS પાવર અને 55Nm ટોર્ક પ્રદાન કરતા ટર્બોચાર્જડ Dicor એન્જિન દ્વારા પાવર્ડ એસ ગોલ્ડ+ વિવિધ વેપાર ઉપયોગિતામાં વિશ્વસનીયતા માટે નિર્માણ કરાયું છે. 900 કિગ્રા પેલોડ ક્ષમતા અને ઘણા બધા લોડ ડેક કોન્ફિગ્યુરેશન્સ સાથે તે કાર્ગોની જરૂરતોની વ્યાપક શ્રેણી માટે વર્સેટાલિટી અને કાર્યક્ષમતા પ્રદાન કરે છે.
ટાટા મોટર્સનો સ્મોલ કમર્શિયલ વેહિકલ અને પિકઅપ પોર્ટફોલિયોમાં એસ પ્રો, એસ, ઈન્ટ્રા અને યોદ્ધાનો સમાવેશ થાય છે, જે 750 કિગ્રા થી 2 ટન સુધી પેલોડને પહોંચી વળે છે અને પાવરટ્રેન્સના વિવિધ પ્રકારમાં ઉપલબ્ધ છે, જેમાં ડીઝલ, પેટ્રોલ, સીએનજી, દ્વિ-ઇંધણઅને ઈલેક્ટ્રિકનો સમાવેશ થાય છે. મજબૂત ઘડવામાં આવેલાં વાહનોની આ વ્યાપક શ્રેણીને પૂરત Sampoorna Seva 2.0 નામે વ્યાપક જીવનચક્ર આધાર કાર્યક્રમ એએમસી પેકેજીસ, અસલી સ્પેર પાર્ટસ અને 24x 7 રોડસાઈડ આસિસ્ટન્સ પ્રદજાન કરે છે.
ટાટા મોટર્સના વ્યાપક રાષ્ટ્રવ્યાપી સ્પેર્સ અને 2500થી આઉટલેટ્સના સર્વિસ નેટવર્કનો ટેકો અને તાલીમબદ્ધ ટેક્નિશિયનોની સ્ટાર ગુરુ ઈકોસિસ્ટમ સાથે એસ ગોલ્ડ+ ઉદ્યોજક વૃદ્ધિ અને આસાન કાર્ગો મોબિલિટી માટે તમારી આદર્શ સૂત્રધાર છે.
*કિંમતો નવા જીએસટી નિયમો અનુસાર છે.
